Physics One Liner Que. 76 - 100

76. પાણીને ગરમ કરવાથી ક્યાં તાપમાન દરમ્યાન તેનાં આકારમાં ઘટાડો થાય છે ?
         = 0°C થી 4°C

77. જ્યારે ઉષ્માનું પ્રસરણ કોઈ પદાર્થમાં અણુઓનું સ્થાન બદલ્યા વગર થાય ત્યારે તે પ્રકારનાં ઉષ્માનાં પ્રસરણને ક્યું કહેવામાં  આવે છે ?
         = કંડક્સન (Conduction)

78. જ્યારે ઉષ્માનું પ્રસરણ પદાર્થનાં અણુઓનાં સ્થાનાંતરણ દ્વારા થાય ત્યારે તેને કેવું પ્રસરણ કહેવામાં આવે છે ?
         = ક્ન્વેક્સન (Convection)

79. વાયુમંડળ કઈ પ્રક્રીયાથી ગરમ થાય છે ?
         = ક્ન્વેક્સન (Convection)  (કારણકે વાતાવરણ વાયુઓનું બનેલું હોય છે.)

80. જ્યારે ઉષ્માનું વહન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માધ્યમ વગર થાય તેને કેવું વહન કહે છે ?
         = રેડીએસન  (વિકિરણ)

81. જેમ જેમ વસ્તુ ઠંડી પડતી જાય છે તેમ તેમ તેનો ઠંડો થવાનો દર પણ ઘટતો જાય છે .
                                                અથવા
સમાન અવસ્થા પર વિકિરણ દ્વારા કોઈ વસ્તુની ઠંડા થવાનો દર તે વસ્તુ અને તેની આસપાસ નાં માધ્યમનાં તાપમાનનાં સપ્રમાણમાં હોય છે.
આ નિયમને કોના નિયમથી ઓળવામાં આવે છે ? 
         = ન્યુટનનો શીતનનો નિયમ  (Newton’s Law of Cooling)

82. વિકિરણ નાં સારા અવશોષક જ સારા ઉત્સર્જક હોય છે. નિયમ કોણે કહ્યો ?
         = કિરચૌફ

83. જો કોઈ અંધારી રૂમમાં સફેદ અને કાળા રંગની વસ્તુ મુકવામાં આવે અને એકસમાન તાપમાન પર ગરમ કરવામાં આવે તો ક્યાં રંગની વસ્તુ વધારે ચમકશે ?
         = કાળા રંગની  (કિર્ચૌફ નાં નિયમ મુજબ :કાળો રંગ  વધારે વિકિરણ શોષે  છે  અને ઉત્સર્જન પણ વધારે કરે  છે.)

84. ગુપ્ત ઉષ્માનું SI એકમ કયો છે ?
         = જુલ/કિલોગ્રામ

85. અપેક્ષિત ભેજ માપવા ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે ?
         = હાઈગ્રોમીટર

86. મનુષ્ય સ્વાસ્થ્ય માટે કયું અનુકુળ વાતાવારણ હોવું જોઈએ ?
         = ૧. તાપમાન  - ૨૩°C   થી  ૨૫°C
             ૨. ભેજ   -  ૬૦  થી ૬૫  વચ્ચે
             ૩. પવનની ગતિ  -  ૦.૭૫ થી  ૨.૫ મીટર/મિનિટ

87. પ્રકાશ ની તરંગલંબાઈ કેટલી હોય છે ?
         = ૩૯૦૦ થી ૭૮૦૦ Å

88. પ્રકાશના નાનામાં નાના કણને  શું કહે છે ?
         = ફોટોન

89. પ્રકાશ ના વેગની ગણતરી સૌ પ્રથમ કોણે કરી હતી ?
         = રોમર

90. પ્રકાશની સૌથી વધુ ઝડપ શેમાં હોય છે ?
         = હવા અને શૂન્યાવકાશ

91. પ્રકાશ ને સૂર્ય થી પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
         = એવરેજ ૪૯૯ સેકન્ડ અથવા ૮ મિનિટ ૧૯ સેકન્ડ 

92. ચંદ્ર પરથી પરાવર્તિત થતો પ્રકાશ ને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
         = ૧.૨૮ સેકન્ડ

93. પ્રકાશ નું વિસ્તરણ ક્યા રંગમાં ક્રમશઃ સૌથી વધુ અને સૌથી ઓછું હોય છે ?
         = જાંબલી  રંગમાં સૌથી વધુ  અને લાલ રંગમાં સૌથી ઓછું

94. મેઘધનુષ્ય ના પ્રકારો કયાં ક્યાં છે ?
         = પ્રાથમિક મેઘધનુષ્ય અને દ્રિતીય મેઘધનુષ્ય

95. પ્રાથમિક રંગો ક્યાં છે ?
         = લાલ ,લીલો અને વાદળી

96. દ્રિતીય રંગો ક્યાં છે ?
         = પીળો ,મરૂન અને મોરપીંછ

97. પ્રકાશ સંયોજનનો સૌ પ્રથમ પ્રયોગ કોણે અને ક્યારે કર્યો ?
         = થોમસ યંગે

98. મનુષ્ય દ્રષ્ટિ ઓછામાં ઓછા કેટલા અંતર સુધી જઇ શકે ?
         = ૨૫ સેન્ટીમીટર

99. લઘુદ્રષ્ટિની ખામી નિવારવા ક્યા પ્રકારના લેન્સ નો  ઉપયોગ થાય છે ?
         = અંતર્ગોળ

100. ગુરુદ્રષ્ટિની ખામી નિવારવા ક્યા પ્રકારના લેન્સ નો ઉપયોગ થાય છે ?
         = બહિર્ગોળ


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.