Current Affairs 13/02/2017

India’s first floating elementary school opens in Manipur’s Loktak Lake:-



  • ભારતમાં પ્રથમ વખત તરતી પ્રાથમિક શાળાની શરૂઆત મણિપુરનાં લોકતક લેક ખાતે કરવામાં આવી.
  • આ શાળા શરૂ કરવાની જરૂર શા માટે ઉભી થઇ ?
  • ચંપુ ખાન્ગપોક ગામ માં આવેલા ફૂમ્ડીસ (એક પ્રકારનાં તરતા નાના ટાપુઓ) ને લોકતક લેક (પ્રોટેક્શન) એક્ટ 2006 અંતર્ગત લોકતક ડેવેલોપમેન્ટ ઓથોરિટી દ્વારા સ્વચ્છતાના કારણોસર ખાલી કરાવવામાં આવ્યા હતા. આથી ત્યાંથી વસતા માછીમારી કરતા લોકોને પોતાના આવાસમાં ફેરફાર થયો હતો અને જેના પરિણામે તેમના બાળકોને પણ શિક્ષણ મેળવવામાં અડચણ ઉભી થઇ હતી અને તેનાં સમાધાન રૂપે તેમના વિસ્તારના બાળકોને જરૂરી શિક્ષણ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.
  • લોકતક લેક :-
    • આ સરોવર મીઠા પાણીનું નોર્થ-ઇસ્ટ નું સૌથી મોટું સરોવર છે. જેને મણિપુરનની જીવાદારો પણ કહેવામાં આવે છે.
    • આ સરોવર તેની ફૂમ્ડીસ નાં કારણે ખુબજ પ્રખ્યાત છે જેને ફૂમશોન્ગ્સ પણ કહેવામાં આવે છે જેની રચના સરોવર માં રહેલ વનસ્પતિ અને અન્ય જમીન અને ઓર્ગેનિક પદાર્થો નાં વિઘટન (decomposition ) નાં પરિણામે તે અમુક પરિસ્થિઓમાં પાણી પર તારે છે અને નાના ટાપુઓની રચના કરે છે.
    • કેઈબુલ લામ્જો નેસનલ પાર્ક એ એક પ્રકારની ફૂમ્ડીસ છે. આ નેસનલ પાર્ક એ દુનિયાનો એકમાત્ર તરતો નેસનલ પાર્ક છે અને તે લુપ્તપ્રાય (endangered ) સાંગાઈ હરણ નું એકમાત્ર રહેઠાણ છે.
    • તેને રામસર કન્વેન્શન હેઠળ ખુબ અગત્યનાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ તરીકે જાહેર કરવામાં આવેલ છે. પાછળથી તેને મોન્ટ્રેક્ષ રેકોર્ડ માં  1993 માં સામેલ કરવામાં આવ્યું હતું.

13th February – World Radio Day:-

  • આજે 13 જાન્યુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જે મનોરંજન, માહિતી અને સંચારનું એક અગત્યનું માધ્યમ છે.
  • આજના દિને 1946માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રથમ વખત તેણે પોતાનું બ્રોડકાસ્ટ કર્યું હતું.
  • 2017 ની થીમ :  “Radio is You


INS Sarvekshak becomes India’s first ship to go green by using Solar Power System:-

  •  સંરક્ષક ભારતનું પ્રથમ સોલાર પાવર પ્રણાલીને બોર્ડ પર લગાવીને “to go green”નું સ્ટેટસ મેળવ્યું.
  • આ સ્ટેટ્સ નો મતલબ થાય છે કે જે ઊર્જા બચાવશે,પ્રદુષણ ઘટાડશે અને પૈસા બચાવશે.
  • આ સોલાર પાવર ઉત્પન્ન કરનાર ને ‘razor-thin, flexible’  સોલાર પેનલ માં ફેરફાર કરીને લગાવવામાં આવી છે.
  • આ સોલાર પ્રણાલી ને લગાવવાથી 4.4 KW નાં ડીઝલ જનરેટર ની જરૂર નહિ પડે અને તેના બદલે સોલાર પ્રણાલી 5.4 KW  વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરશે.
  • હળવા વજનની, લચીલી અને ખુબ જ પાતળી સોલાર પેનલને ખાસ અમેરિકા પાસેથી “no-fume solid electrolyte” ની બેટરી ની સાથે મંગાવવામાં આવી છે. આ પેનલ ની ખાસિયત એ છે કે તે બધાજ પ્રકારની પ્રકાશની સ્થિતિ પર કાર્ય કરી શકે છે અને તેને 24 વર્ષ સુધીની જાળવણી ની જરૂર પડતી.
  • આ પ્રણાલી ને કાર્યરત કર્યાં પછી પૂર્ણ ચાર્જીંગ બાદ રાત્રે પણ સંપૂર્ણ વપરાશ માં લઇ શકાય છે.
  • આ પ્રણાલીથી વર્ષે અંદાજીત 60,225 kg કાર્બન નું ઉત્સર્જન અટકાવી શકશે.

[ads-post] 
Conference on Counter-radicalisation of ASEAN to be host by India:-

  • ભારત આ વર્ષે conference on counter-radicalisation નું ASEAN સાથે મળીને યજમાન બનશે.
  • આ કોન્ફરેન્સનું આયોજન ઓક્ટોબર 2017મા થવાનું છે. આ સંમેલનમાં કટ્ટરતાને અટકાવવાનાં અને અન્ય બીજી બાબતો પણ ચર્ચા કરશે જેવી કે ઇસ્લામિક સ્ટેટનો ઉદભવ અને બીજી અતિવાદી વિચારધારાઓ પરના અનુભવો અને તેને રોકવાના પ્રયાસો વિષે પણ ચર્ચા કરશે.
  • ASEAN : Association of Southeast Asian Nations
  • કુલ સભ્યો :10
  • સ્થાપના સભ્યો : મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ફિલીપાઈન્સ અને થાઇલેન્ડ
  • પછીથી ઉમેરાયેલા સભ્યો : બ્રુનેઇ, લાઓ, કમ્બોડિયા, મ્યાનમાર અને વિયેતનામ
  • સ્થાપના  : 8 ઓગસ્ટ, 1967 ASEAN  ડિક્લેરેશન (જેને બેંગકોક ડિક્લેરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • મુખ્ય કાર્યાલય : જકાર્તા, ઇન્ડોનેશિયા


Karnataka passes bill to legalise the Traditional Buffalo Race “Kambala”:-

  • કર્નાટક સરકાર દ્વારા પારંપરિક ભેસ-દોડ સ્પર્ધા કમ્બલાને કાયદાકીય રીતે માન્ય કરવા માટે વિધાનસભામાં Prevention of Cruelty to Animals (Karnataka Amendment) Bill, 2017 પસાર કરવામાં આવ્યું.


59th Grammy Award:-

  • ભારતનાં તબલા વાજક સંદીપ દાસ ને “સિંગ મી હોમ” માટે Best World Music Album award આપવામાં આવ્યો.
  • ભારતનાં પંડિત રવિ શંકર પાચ એવોર્ડ સાથે સૌથી વધારે ગ્રામી એવોર્ડ ધરાવવાનો રેકોર્ડ ધરાવે છે.
  • ભારતમાં જન્મેલ બ્રિટીશ અભિનેતા દેવ પટેલ ને “લાયન” ફિલ્મ બદલ Best Supporting Actor નો એવોર્ડ આપવામાં આવ્યો.


ISKCON’s ‘Annamrita’ gets IMC Ramkrishna Bajaj National Quality Award:-


  • International Society for Krishna Consciousness (ISKCON) ની ભોજન આપતી સંસ્થા “અન્નામ્રીતા” ને બીજી વાર IMC Ramkrishna Bajaj National Quality Award નો NGO માટેનો એવોર્ડ આપવામાં આવ્યો .
  • આ સંસ્થા દ્વારા દરરોજ 12 લાખ થી વધારે બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન પૂરું પાડે છે.


Today, Sarojini Nayadu’s 138th Birth Anniversary:-

  • આજે ભારતની બુલબુલ તરીકે પ્રખ્યાત સરોજીની નાયડુનો 138 મી જન્મજયંતી છે .
  • તેઓ આઝાદ ભારતના ઉત્તરપ્રદેશ નાં પ્રથમ રાજ્યપાલ (મહિલાઓમાં પણ પ્રથમ) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
  • આ ઉપરાંત તેઓ INCનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પણ રહી ચુક્યા છે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.