Current Affairs 12/02/2017

World's oldest (162 years old) locomotive Steam Engine Fairy Queen will be restarted by the Indian Railways:-



  • વિશ્વનું સૌથી જૂનુ (162 વર્ષ) વરાળ થી ચાલતું લોકોમોટીવ ફેરી ક્વીન ને ભારતીય રેલ્વે  દ્વારા ફરીથી શરૂ કરવામાં આવશે.
  • આ ટ્રેન પાંચ વર્ષમાં સૌ પ્રથમ વખત  દિલ્હીના કેન્ટોન્મેન્ટ થી હરિયાણાનાં રેવારી સુધીની સફર કરી હતી.
  • આ લોકોમોટીવની રચના ઈંગ્લેન્ડમાં કિટસન, થોમ્પસન અને હેવીસ્ટન દ્વારા 1855માં કરવામાં આવી હતી અને તેને 1855 માં કલકત્તા લાવવામાં આવી હતી.

12th February – Charles Darwin Day:-

  • આજે 12 ફેબ્રુઆરીનાં દિનને ડાર્વિન દિન તરીકે ઉજવવામાં આવે છે.
  • આ વર્ષે ચાર્લ્સ ડાર્વિન ની 207 મી જન્મજયંતી છે (12  ફેબ્રુઆરી 1809)
  • ચાર્લ્સ ડાર્વિન ને તેના ઉત્ક્રાંતિવાદનાં સિદ્ધાંત બદલ ખુબ જાણીતા છે.


12th February – National Productivity Day
  • દર વર્ષે 12 ફેબ્રુઆરી નાં દિવસને રાષ્ટ્રીય ઉત્પાદકતા દિન (National Productivity Day) તરીકે ઉજવવામાં આવે છે. 12-18 ફેબ્રુઆરીનાં દિનને રાષ્ટ્રીય ઉત્પાદકતા અઠવાડિયા તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિનની ઉજવણીનું આયોજન રાષ્ટ્રીય ઉત્પાદકતા કાઉન્સિલ (NPC) દ્વારા હિતાધારકોને ઉત્પાદનના સાધનો અને પદ્ધતિ નાં અત્યાધુનિક માધ્યમોથી વાકેફ કરવા માટે ઉજવવામાં આવે છે.
  • 2017નાં વર્ષ ની થીમ : “From Waste to Profits-through Reduce, Recycle and Reuse”
  • રાષ્ટ્રીય ઉત્પાદકતા કાઉન્સિલ (NPC) : NPC એ રાષ્ટ્રીય સ્તરનું  સ્વયંસંચાલિત સંગઠન છે જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશન ડીપાર્ટમેન્ટ , કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય અંતર્ગત ભારતમાં ઉત્પાદનનાં કાર્યને વેગવંતુ બનાવવા માટેનાં પ્રયાસો કરે છે.
  • જેની સ્થાપના સરકાર દ્વારા ભારતમાં દરેક સ્તર દરેક ક્ષેત્ર માં ઉત્પાદનની પ્રક્રિયાને વેગ આપવા માટે 12 ફેબ્રુઆરી 1958 માં કરવામાં આવી હતી.
  • તે ત્રણ પાયા પર આધારિત બિન-નફાકારક સંગઠન છે જેમાં સરકાર, નોકરીદાતાઓ અને કામદારો ની એકસરખી ભાગીદારી છે.


Government plans to invest Rs. 2200 Cr. in the Electronics Development Fund (EDF):-

  • સરકાર દ્વારા 2200 કરોડનું રોકાણ ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે નવાં સંશોધન કરવા માટેના સ્ટાર્ટ-અપ પર Electronics Development Fund (EDF) અંતર્ગત 2019 સુધીમાં ખર્ચશે.
  • આ ખર્ચ નો મુખ્ય હેતુ ભારતને ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટેનું વૈશ્વિક હબ બનાવવાનો છે.
  • Electronics Development Fund (EDF)
  • આ ફંડ ઈલેક્ટ્રોનિક અને IT ક્ષેત્રે નવાં intellectual property rights (IPR) ને ઉત્પનન કરવા માટે રોકાણ કરતી કંપનીઓને આપવામાં આવશે.


Central Government plan to introduce Scheme Indradhanush 2.0 for Re-capitalization in Public Sector
  • જાહેર ક્ષેત્રે રોકાણકર્તાનાં રીકેપિટલાઈઝેસન માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દ્રધનુષ 2.0 ની યોજનાનું આયોજન કરવામાં આવ્યું.
  • માર્ચ 2017 Asset Quality Review (AQR) સમાપ્તિ બાદ RBI દ્વારા ઇન્દ્રધનુષ 2.0 ને નક્કી કરવામાં આવશે.
  • જેનો મુખ્ય હેતુ જાહેત ક્ષેત્રની બેંકો Basel-II નાં વૈશ્વિક મૂડી પર્યાપ્તતા ધોરણો સાથે સામેલ થઇ જાય અને તેને અનુસરવાનું શરૂ કરે.
  • AQR એકસરસાઈઝને ડિસેમ્બર 2015માં શરૂ કરવામાં આવી અને માર્ચ 2017માં તેને પૂર્ણ કરવામાં આવશે.
  • આ પરીક્ષણ દ્વારા બેંક ને જણાવવામાં આવ્યું હતું કે તે અમુક ડિફોલ્ટીંગ ખાતાઓને NPA તરીકે જાહેર કરે અને તેના દ્વારા તેની વિરુદ્ધમાં થયેલ કાર્યવાહી અને પગલાઓની માહિતી આપે.
  • 2015માં ઇન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય દ્વારા ચાલતી બેંકો માં 70,000 કરોડ આવનારા ચાર વર્ષ માટે આપવાની જાહેરાત કરી હતી.
  • બેંકો ને પણ પોતાની મૂડી જરૂરીયાત પૂરી કરવા માટે બજારમાંથી 1.1 લાખ કરોડ ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી.
  • 2015-16નાં વર્ષમાં યોજના અનુસાર 25,000 કરોડ અને તેટલા જ ચાલુ નાણાકીય વર્ષ 2016-17 માટે અને આ ઉપરાંત બીજા 10000 કરોડ 2017-18 અને અન્ય 10000 કરોડ 2018 -19 માટે આપવામાં આવશે.
  • બેસેલ-૩એ વૈશ્વિક, સ્વૈચ્છિક નિયામક તંત્ર છે જે બેંકની મૂડી જરૂરિયાત, બજારમાં નાણા ની તરલતા નો જોખમ અને તણાવ પરીક્ષણ પર કાર્ય કરે છે. તેની સહમતી 2010-11  માં Basel Committee on Banking Supervision (BCBS) નાં સભ્યો દ્વારા આપવામાં આવી  હતી.
  • તે સામાન્ય રીતે બેંકને ચલાવવામાં લાગતા ભય, અલગ-અલગ પ્રકરાના ની જમાં થાપણો  અને ઉધારો પર ધ્યાન  કેન્દ્રિત કરે છે.
  • તે બેસેલ-1 અને બેસેલ-2 નાં નિયમોને પ્રતિસ્થાપિત કરતાં નથી પરંતુ તે તેને સમાંતર કામ કરે છે.માર્ચ 2014 માં બેસેલ-૩ માટેની અંતિમ તારીખ ને 31 માર્ચ,2018  થી લંબાવીને 31 માર્ચ,2019 કરવામાં આવી હતી.
  • બેસેલ શ્રેણી માટેનાં નિયમો BCBS દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેથી નાણાકીય  સંસ્થાઓ પાસે જરૂરી  મૂડીની વ્યવસ્થા હોય કે જેથી તે આવનાર નુકશાન અને અવઢવો સામેં ટકી શકે.

[ads-post] 
International Spice Conference organized at Thiruvananthapuram:-

  • International Spice Conferenceની શરૂઆત થીરુવનાન્થપુરમ જીલ્લાના કોવાલમ ખાતે યોજાઈ હતી.
  • આ સંમેલન માં 800 થી વધારે દેશી-પરદેશી લોકો એ ભાગ લીધો હતો.
  • આ વર્ષની થીમ : 21st Century Spic Industry-Disrupt or be Disrupted
  • આ ત્રણ દિવસ નાં સંમેલ્લન માં મસાલા પર આધારિત ખેડૂતોની આવક વધારવા માટે નવી આધુનિક યોજના અને ટેકનોલોજી અને બીજી અન્ય બાબતો પર ચર્ચા થશે.


16th Federal Convention of Germany:-

  • 16મી ફેડરલ કન્વેન્શનમાં ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના 12માં રાષ્ટ્રપતિ તરીકે ફ્રાંક-વોલ્ટર સ્ટીનમિઅરને ચૂંટવામાં આવ્યા.


Neelu Rohmetra appointed as new Director of IIM-Sirmaur by Government:-

  • IIM, સિરમૌરનાં નવા ડાયરેક્ટર તરીકે સરકાર દ્વારા નીલુ રોહમેત્રાની નિમણુક કરવામાં આવી. 
  • આ સાથે જ તે ભારતની અગત્યની 20 બીઝનેસ સ્કુલમાંનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર બન્યા.


India's first Airborne Early Warning and Control System (AEW & C) system will be delivered to the Indian Air Force:-

  • ભારતમાં બનાવવામાં આવેલ પ્રથમ IOC કન્ફિગ્યુરેશન ની Airborne Early Warning and Control System (AEW&C) ની પ્રણાલીને બેંગલુરુનાં યેલાહંકા બેઝ પર 14 ફેબ્રુઆરીએ આયોજિત Aero India 2017 દરમિયાન ભારતીય હવાઈ દળને સોંપવામાં આવશે.
  • આ પ્રણાલીને "Eye In The Sky" તરીકે પણ ઓળખવામાં આવે છે.


England’s Cricketer Stuart Broad get Honor of British Empire:-

  • ઇંગ્લેન્ડનાં સ્ટુઅર્ટ બ્રોડ ને બકિંઘમ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ દ્વારા Honor of British Empireથી નવાજવામાં આવશે.


India won Blind Cricket World Cup 2017
  • ભારતે બેંગલોરમાં પાકિસ્તાનની ટીમને હરાવીને T20 Blind Cricket World Cup જીતી લીધો.




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.