Hindustan Motors has sold iconic Ambassador Car brand to Peugeot:-
- સી. કે. બિરલા ગ્રુપની હિન્દુસ્તાન મોટર્સ દ્વારા ભારતીય કારની બ્રાંડ “એમ્બેસેડર” ફ્રેંચની કાર ઉત્પાદક કંપની Peugeot ને વેચી છે.
- આ સૌદો 80 કરોડ રૂપિયામાં થયો.
- એમ્બેસેડર બ્રાંડ ઈ.સ.1958 માં રજુ કરવામાં આવી હતી.
- એક સમયે આ કાર નેતાઓ અને અધિકારીઓનો સિમ્બોલ બની ગઈ હતી.
- આ કારનું ઉત્પાદન માંગ અને ભંડોળના અભાવે 2014માં બંધ કરી દેવામાં આવ્યું હતું.
Ajay Tyagi
appointed as new Chairman of SEBI:-
- બજાર નિયામક (માર્કેટ રેગ્યુલેટર) SEBI નાં નવા ચેરમેન તરીકે IAS અધિકારી અજય ત્યાગીની નિમણુક કરવામાં આવી. તેઓ આ પદ 5 વર્ષ અથવા 65 વર્ષ સુધી જે પહેલા હશે ત્યાં સુધી પર રહેશે.
- તેમના આ નામનું સુચન સર્ચ-કમ-સિલેકશન સમિતિના પ્રમુખ કેબીનેટ સચિવ અને બીજા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
- તેઓ આ સ્થાન યુ. કે. સિન્હાની જગ્યા લેશે.
- SEBI:- Securities and Exchange Board of India
- સેબીની સ્થાપના 1988 માં થઇ હતી અને તેને SEBI અધિનિયમ,1992 અનુસાર સત્તા આપવામાં આવેલ છે.તેનું મુખ્ય મથક મુંબઈ,મહારાષ્ટ્ર માં આવેલ છે.
- તે અર્ધ-કાયદાકીય, અર્ધ-ધારાકીય અને અર્થ-ન્યાયિક કાર્યો કરે છે.
- તેઓ આ સ્થાન યુ.કે.સિન્હા ની જગ્યાએ લેશે.
2nd Hunar
Haat inaugurated in New Delhi:-
- હુનર હાટની બીજી આવૃત્તિનું નવી દિલ્લી ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું.
- આ હાટની મદદથી લઘુમતી સમુદાયના માસ્ટર કલાકારો અને કારીગરોને આંતરરાષ્ટ્રીય બાઝાર અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
- આ હાટની થીમ :- “હસ્તકલા અને ભોજનનું સંગમ”
- તે દેશના જુદાજુદા ભાગોમાંથી આવેલ હસ્તકલા અને ભોજનની વાનગીઓનું પ્રદર્શન કરશે.
International
Intellectual Property Index 2017:-
- 2017માં International Intellectual Property Index (IIPI)નાં 45 દેશોના સર્વેમાં ભારતનો ક્રમાંક 43મો રહ્યો.
- જેમાં સૌથી આગળ અમેરિકા છે.
11th
February – International Day of Women and Girls in Science:-
- International Day of Women and Girls in Science 11 ફેબ્રુઆરીનાં રોજ ઉજવવામાં આવે છે.
- આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મહિલા અને છોકરીઓને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે વધારેમાં વધારે સામીલ કરી જાતિગત સમાનતા લાવવાનો છે.
Natural Heritage
Festival of UNESCO started at Himachal Pradesh:-
- 2 દિવસનો યુનેસ્કોનાં નેચરલ હેરિટેજ ફેસ્ટીવલની શરૂઆત આજે સાઈ રોપા, હિમાચલપ્રદેશમાં ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક ખાતે કરવામાં આવી.
- ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા 2014 થી વિશ્વ વિરાસત જગ્યામાં સામેલ કરવામાં આવ્યું છે.
National Payment
Corporation of India launched BHIM Application for iOS version:-
- મોબાઈલ પેમેન્ટ એપ્લીકેસન BHIM નાં એન્ડ્રોઈડ વર્ઝનને લોન્ચ કર્યા બાદ આજે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા iOS ડીવાઈઝ માટેનાં વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું.
- આ એપ્લીકેશનમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 10000ની અને પ્રતિ દિન 20000ની મર્યાદા રાખવામાં આવેલ છે અને તેમાં આધાર નંબરની મદદથી પેમેન્ટ અને SPAM રીપોર્ટ જેવી સુવિધા આપવામાં આવેલ છે.
World’s highest
online exam conduct by Indian Railway
- ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 18,000 જેટલી જગ્યાઓ ભરવા માટે તેણે અંદાજીત 92 લાખ વિધાર્થિઓની ઓનલાઈન પરિક્ષા લીધેલ છે જે વિશ્વમાં સૌથી મોટી ઓનલાઇન પરિક્ષા છે.
14th
February to be celebrated as Parents’ Day in Chhattisgarh:-
- છત્તીસગઢ સરકાર દ્વારા 14th ફેબ્રુઆરીના દિવસને “માતૃ-પિતૃ દિવસ” (parents’ day) તરીકે ઉજવવામાં આવશે.
- આ દિવસને શાળાઓમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની જાગૃતતા ફેલાવવા માટે ઉજવવાનું નક્કી કર્યું.
Union Government to set up Defence Procurement
Organization (DPO)
- કેન્દ્ર સરકાર દ્વારા Defence Procurement Organisation (DPO) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ પેનલ ડિફેન્સ માટેની જરૂરિયાતને પૂરી કરવા માટે લાગતી લાંબી પ્રક્રિયા પર અંત લાવશે અને આર્મીના ત્રણે પક્ષોને જરૂરી સંશાધનો ઝડપથી પૂરા પાડવાની વ્યવસ્થા કરશે.
- આ સંગઠનની રચનાથી સંશાધનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનશે.
- આ સમિતિના પ્રમુખ IIM-લખનૌનાં ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ.પ્રિતમ સિંઘ બનશે. જે તેના રીપોર્ટ સીધા સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર ને સોંપશે.
[ads-post]
Cabinet Committee
on Security approves increase in dealing limit of Defense Ministry up to 2000
cr.
- કેબીનેટ કમિટી ઓન સિક્યોરીટી (CCS) કે જેના પ્રમુખ વડાપ્રધાન હોય છે તેની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે પહેલા સંરક્ષણ મંત્રી જે અંદાજીત 500 કરોડ સુધિની ડીલ કરી શકતા હતા જેની મર્યાદા હવે 2000 કરોડ કરવામાં આવી છે જેથી પ્રક્રિયા ઝડપી કરી શકાય.
- 2000 થી ૩૦૦૦ કરોડ ડીલ માટે સંરક્ષણ પ્રધાન અને નાણામંત્રી બંને સાથે મળીને નિર્ણય લેશે.
- અને ફક્ત 3000 કરોડથી મોટી ડીલ જ કેબીનેટ કમિટી ઓન સિક્યોરીટી (CCS) પાસે મોકલવામાં આવશે.
ISRO plans to
launch 104 satellites in single run:-
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા એક મિશન અંતર્ગત 104 ઉપગ્રહોને 15 ફેબ્રુઆરીનાં રોજ આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા મથક પરથી પ્રક્ષેપિત કરવામાં આવશે.
- આ મિશન અંતર્ગત ISRO નું પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ એક Cartosat-2 series ઉપગ્રહ અને બીજા અન્ય 103 ઉપગ્રહો અવકાશમાં તરતા મુકશે.
- આ 103 ઉપગ્રહોમાંથી 101 નેનો-સેટેલાઈટ છે.
India successfully
test-fired the Advanced
Air Defence (AAD) interceptor missile “Ashwin” :-
- ભારત દ્વારા આજે હવામાં જ દુશ્મન દેશોની મિસાઈલને નાશ કરી શકે તેવી મિસાઈલ “અશ્વિન”નું સફળતાપૂર્વક ઓડીસાનાં કિનારા પર આવેલ અબ્દુલ કલામ ડીફેન્સ બેઝ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- આ પરીક્ષણથી ભારત AAD કક્ષાના દેશોની સાથે આવી ગયું છે જેમાં US, રશિયા અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે.
Sir Peter
Mansfield passed away recently:-
- શરીરની સ્કેનીંગ માટેની અગત્યની પદ્ધતિ Magnetic Resonance Imaging (MRI)માં ખુબ અગત્યનો ફાળો આપનાર સર પીટર મેન્સફિલ્ડનું નિધન થયું.
- તેમને 2003 માં ફિઝીયોલોજી અને મેડિસિન ક્ષેત્રે MRIમાં શોધખોળ બદલ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
Martina Robledo becomes first transgender to work as trophy handler at
Grammy Award
- ટ્રાન્સજેન્ડર મોડેલ માર્ટીના રોબ્લેડો પ્રથમ ટ્રાન્સજેન્ડર બનશે કે જે આવનાર ગ્રામી એવોર્ડમાં ટ્રોફી હેન્ડલર તરીકે કામ કરશે.
- ગ્રામી એવોર્ડ સંગીત ક્ષેત્રે આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે.
Fashion Designer Manish Arora to be invited for representing India at
Reception in London:-
- પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ અરોરાને લંડનના બકિંઘમ પેલેસમાં આયોજીત રીસેસ્પ્સનમાં ભારતનાં પ્રતિનીધી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
- આ ખાસ રીસેપ્સનનું આયોજન ભારત-ઇંગ્લેન્ડનાં સંસ્કૃતિ વર્ષ તરીકે ઉજવવા માટે કરવામાં આવ્યું છે.
Sudarshan Patnaik named in Guinness Book of World Record for his Sand Art:-
- પ્રખ્યાત સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટ્ટનાઈક દ્વારા બનાવવામાં આવેલ વિશ્વનાં સૌથી મોટા રેતીના મહેલને (48 ફૂટ અને 8 ઇંચ ઊંચાઈ) બનાવીને પોતાનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોધાવ્યું છે.
Maradona appointed as Ambassador for FIFA:-
- આર્જેન્ટિના નાં ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી ડીઆગો મેરાડોના ફિફાની ગવર્નિંગ બોડી દ્વારા એમ્બેસેડરીયલ રોલ આપવામાં આવ્યો છે.
Double sanctuary made by Padam Bahadur in Blind Cricket World Cup
- નેપાળનાં ઓપનર ખેલાડી પદમ બહાદુર બદૈલા દ્વારા બ્લાઈંડ ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડની ટીમ સામે બેવડી સદી ફટકારવામાં આવી.
Union Government to set up Inter-Departmental Task Force
- કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલયના વિવિધ ડીપાર્ટમેન્ટનાં સભ્યો ભેગા કરીને ઇન્ટર-ડીપાર્ટમેન્ટલ ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું મુખ્ય કાર્ય બેનામી કંપનીઓને ઉજાગર કરવાનું રહેશે.
- સરકાર દ્વારા ડીમોનેટાઈઝેસન બાદ વિવિધ કંપનીઓમાં મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરી જેવા બનાવોને પકડવા માટેનું આ સૌથી મોટું પગલું છે.
- આ ટાસ્ક ફોર્સના પ્રમુખ રેવન્યુ સેક્રેટરી અને કોર્પોરેટ અફેર્સનાં સેક્રેટરી (સચિવ) બનશે.
- આ સંસ્થા વિવિધ કંપનીઓના બેનામી ખાતાઓ પકડશે અને તેના પર પ્રતિબંધ લગાવશે અને બેનામી ટ્રાન્ઝેક્શન(પ્રોહિબીસેન-નિષેધ) સુધારો અધિનિયમ, 2016 નું અમલીકરણ કરશે.
Aman Exercise 2017 of Pakistan Navy starts at Karachi:-
- પાકિસ્તાન નેવી દ્વારા તેની આંતરરાષ્ટ્રીય દ્રીમાસિક નવલ યુદ્ધ અભ્યાસ અમન 2017ની કરાચીમાં શરૂઆત કરવામાં આવી.
- આ યુદ્ધ અભ્યાસમાં 37 દેશો ભાગ લેશે.
- થીમ :- “together for peace”
Post a Comment