Current Affairs 10/02/2017

Andhra Pradesh is hosting India’s first Riverfront Programme – Global Music & Dance Festival:-

  • પ્રથમ અમરાવતી ગ્લોબલ મ્યુસિક એન્ડ ડાન્સ ફેસ્ટીવલની શરૂઆત કરવામાં આવી.
  • આ ભારતનો પ્રથમ રિવરફ્રન્ટ પ્રોગ્રામ છે. જેમાં કવિતા કૃષ્ણામૂર્તિ અને એલ.સુબ્રમણ્યમ જેવા કલાકારો ભાગ લેશે.
  • આ પ્રોગ્રામ આંધ્ર પ્રદેશના અમરાવતીના ક્રિષ્ના નદીના કિનારે યોજવામાં આવ્યો છે.

Kerala’s Nilambur Teak to get Geographical Indication (GI) tag:-

  • કેરળના નીલામ્બુર ટીક ને જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન નું ટેગ આપવામાં આવશે.
  • બ્રિટીશરો દ્વારા પ્રથમ વખત શ્રેષ્ઠ અને યુનિક પ્રકારનાં ગુણો ધરાવતાં ટીક ની જાણકારી કેરળ નાં જંગલોમાંથી મળી હતી અને ત્યારબાદ ટીક નાં સપ્લાય માટે વિશ્વમાં આ વિસ્તારનો અગત્યનો ભાગ ભજવ્યો હતો.
  • આ ઉપરાંત બીજા અનેક GI કેરળમાંથી મળેલ છે જેવા કે પોક્કલી ચોખા, વાઝાકુલમ અનાનસ, તીરુર બેટેલ વાઈન , વયનાદન ચોખા, ત્રાવણકોર ગોળ, ચેન્ગાલીકોડન નેન્દ્રન કેળાની જાત વગેરે.
  • ખાસિયત અને વિવિધ ગુણો ધરાવતી વસ્તુઓને ખાસ ક્ષેત્રીય મહત્વને ધ્યાનમાં લઇ GI માં સામેલ કરવામાં આવે છે જેથી તેનાં વાસ્તવિક ઉત્પાદ ને બનાવતી ઉત્પાદ થી બચાવી શકાય, કાયદાકીય રક્ષણ અને ગ્રાહકોને સાચી વસ્તુ મળી રહે.
  • GI સાથે સંકળાયેલ કાયદાકીય સત્તા : આ સત્તા Paris Convention for the Protection of Industrial Property અંતર્ગત બૌદ્ધિક સંપદા હક (IPR) હેઠળ આપવામાં આવે છે.
  • આંતરાષ્ટ્રીય સ્તર પર GIની કાર્યવાહી વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)નાં કરાર Trade-Related Aspects of Intellectual Property Rights (TRIPS) અંતર્ગત કરવામાં આવે છે.
  • ભારતમાં GI નું નામાંકન Geographical Indications of goods (Registration and Protection) Act, 1999 અંતર્ગત કરવામાં આવે છે જેનો અમલ 2003 થી શરૂ થયું હતું અને દાર્જીલિંગ ચા ને પ્રથમ વખત GI તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.


RBI to set up Inter-disciplinary Standing Committee on Cyber Security:-

  • RBI દ્વારા સાયબર સુરક્ષા માટે inter-disciplinary Standing Committee on cyber security ની સ્થાપના કરવામાં આવશે.
  • આ સમિતિ સાયબર સુરક્ષા વિશેના ખતરાઓ વિશેની જાણકારી આપશે અને તેનાથી બચવાના ઉપાયો વિશેનું પણ સુચન કરશે.
  • આ સમિતિ  સ્થાપવાનું  સુચન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધ્યયન અને સાયબર સુરક્ષા વિભાગના પ્રમુખ મીના હેમચંદ્રા દ્વારા કરવામાં આવી હતી.


Government approves Revenue Insurance Scheme for Plantation Crops (RISPC)
  • છોડ આધારિત પાકો માટે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા  Revenue Insurance Scheme for Plantation Crops (RISPC) ની શરૂઆત કરવામાં આવી.
  • તેનો  હેતુ ખેડૂતોને આ પ્રકારનાં પાક પર જીવાતોની અસર, પાક નાશ, ભાવ ઘટાડો જેવાં ભય થી બચાવી શકાય.
  • Revenue Insurance Scheme for Plantation Crops (RISPC) ની જાહેરાત સપ્ટેમ્બર 2016 માં Price Stabilization Fund (PSF) Scheme, 2003 કે જેને 2013 માં બંધ કરવામાં આવી હતી તેને આગળ વધારવામાં આવેલ છે.
  • આ અંતર્ગત ચા, કોફી, રબર, એલચી, તંબાકુનાં પાકને આવરી લેવામાં આવશે.
  • આ યોજનાને 2018 સુધી એટલે કે 2 વર્ષ સુધી કેરળ, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, સિક્કીમ અને તમિલનાડુમાં લાગુ પાડવામાં આવશે અને ત્યારબાદ તેને આગળ વધારવામાં આવશે.


ISRO develops Telemetry and Telecommand Processor under Make in India Programme:-

  • ઈસરો દ્વારા ભારતમાં જ ટેલીમેટ્રી એન્ડ ટેલીકમાંડ પ્રોસેસર (TTCP) બનાવવામાં આવ્યું અને ભારતમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવશે.
  • આ પ્રોસેસર ભારતનાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવેલ છે.
  • TTCP ની રચના બેંગલુરુમાં રહેલ ISRO સેટેલાઈટ સેન્ટર (ISAC) ઉપરાંત ISAC નાં  સ્પેસક્રાફ્ટ ચેકઆઉટ ગ્રુપનાં સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવેલ છે.
  • તેનો ઉપયોગ Integrated Spacecraft Testing of Low Earth Orbit, Geostationary Orbit and Interplanetary Spacecraft માટે કરવામાં આવશે.
  • આ સ્વદેશી વિકસિત પ્રોસેસર પ્રથમ વખત સફળતાપૂર્વક GSAT-19 પર તૈનાત કરવામાં આવી છે., જે GSLV-MK III-D1 પર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

[ads-post] 
HRD Ministry constitute Central Advisory Board of Education on issue of Girl’s education
  • HRD મંત્રાલય દ્વારા બાળકીઓના અભ્યાસને ધ્યાનમાં લઈને Central Advisory Board of Education (CABE)ની સ્થાપના કરવામાં આવશે.
  • આ સમિતિની આગેવાની તેલંગાણા નાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી કડીયામ શ્રી હરિ કરશે.
  • તે એક વર્ષમાં પોતાનો અહેવાલ રજુ કરશે.


10th January – National Deworming Day:-

  • આજે 10 જાન્યુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ( National Deworming Day) છે .
  • આ દિવસ નાના અને સ્કુલે જતા બાળકોને પરજીવી કૃમિઓથી થતાં રોગો સામે જાગૃતતા લાવવા માટે ઉજવાય છે.
  • Soil-Transmitted Helminths (STH) એ પ્રકારનાં પરજીવી કૃમિ નો પ્રકાર છે કે જેમાં આવતાં અલગ-અલગ રાઉન્ડવોર્મ્સ નાં કારણે helminth infection (helminthiasis) ફેલાય છે.
  • આ પ્રકારના ઇન્ફેકશન દુનિયામાં સૌથી વધારે ફેલાય છે જેનું મુખ્ય માધ્યમ મળ-મૂત્ર જેવા પદાર્થો છે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધારે ભારતમાં  Soil-Transmitted Helminths (STH) નો ભોગ બને છે જેમાં 1-14 વર્ષના લગભગ 220 મિલિયન બાળકોનો સમાવેશ થાય છે. 


National Woman's Parliament to be organized by Andhra Pradesh:-

  • આંધ્રપ્રદેશ ધારાસભા દ્વારા આયોજિત ૩ દિવસની રાષ્ટ્રીય મહિલા સંસદનું આયોજન રાજધાની અમરાવતીમાં કરવામાં આવ્યુ.
  • આ સંસદમાં ઈન્ટરનેસનલ વુમન આઇકોન ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ ઉપરાંત અન્ય એવોર્ડ પણ આપવામાં આવશે.
  • 2017 ની રાષ્ટ્રીય મહિલા સંસદની થીમ : Empowering Women — Strengthening Democracy
  • હેતુ :- મહિલાઓમાં સશક્તિકરણ માટે નવા વિચારો, સિદ્ધાંતોનું નિર્માણ કરવું.
  • દ્રષ્ટિકોણ :- સમાજના રાજકીય,સામાજિક અને આર્થિક એમ દરેક સ્તર પર મહિલાઓનું સશક્તિકરણ કરવું અને પ્રોત્સાહન આપવું.


Aadhaar Card is compulsory to get benefit of subsidy under Food Safety Act:-

  • ખાદ્યસુરક્ષા કાયદા અંતર્ગત 1.4 કરોડ સબસિડી ધારકોને યોગ્ય રીતે પહોંચી વળવા માટે સબસિડીની મદદથી મળતાં અનાજને મેળવવા માટે આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું.
  • સરકાર દ્વારા જે લોકો પાસે આધારકાર્ડ ન હોય તે લોકો માટે ૩૦ જુન સુધીનો સમયગાળો આપાવામાં આવ્યો હતો આ ઉપરાંત ગેસ સબસિડી મેળવવા માટે પણ આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે.


Union Government implement pilot project to establish Passport Service Center in Head Post Offices
  • કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય પોસ્ટ ઓફીસને પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર તરીકે શરૂ કરવાના કાર્યક્રમની તૈયારી બતાવી છે.
  • આ માટેનો પાઈલોટ પ્રોજેક્ટ 25 જાન્યુઆરી થી કર્નાટક નાં મૈસુર અને ગુજરાતનાં દાહોદમાં શરૂ કરવામાં આવ્યો છે.


World’s first full Braille atlas for visually impaired persons launched by Government of India:-

  • વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને અર્થ સાયન્સ મંત્રાલયના મંત્રી શ્રી ડૉ હર્ષ વર્ધન દ્વારા અંધ લોકો માટેનાં અંગ્રેજી બ્રેઇલ ભાષામાં “Atlas for Visually Impaired (India)” નું અનાવરણ કરવામાં આવ્યું.
  • બ્રેઇલ એટલાસ ની રચના નેસનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) અંતર્ગત વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા કરવામાં આવી છે.
  • આ નકશો દુનિયામાં અંધ લોકો માટેનો પ્રથમ નાક્શો છે.
  • આ નકશો બનાવવા માટે બનાવવા માટેની સિલ્ક-સ્ક્રીન પેઈન્ટીંગ ટેકનોલોજી ની શરૂઆત પણ ભારત દ્વારા જ કરવામાં આવેલ છે.

Indian Cricket Team becomes first team in the cricket history who makes more than 600 runs in continue 3 matches:-

  • ભારતીય ટીમ ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ મેચોમાં 600 કરતાં વધારે રન કરનારી પ્રથમ ટીમ બની છે.
  • વિરાટ કોહલી સતત ચાર ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બલ્લેબાજ બન્યો.
  • આ ઉપરાંત એક જ સિરીજમાં ત્રણ બેવડી સદી ફટકારીને તેણે રાહુલ દ્રવિડ અને ડોન બ્રેડમેનનાં વિક્રમની સરખામણી કરી હતી.


China starts taking fingerprint of the persons aged between 14 to 70 years at Shenzhen International Airport
  • ચીન દ્વારા બોર્ડર સુરક્ષાને ધ્યાનમાં લેતા શેન્ઝેન આંતરાષ્ટ્રીય હવાઈમથક પર આવતા 14 થી 70 વર્ષના તમામ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ લેવાનું શરૂ કર્યું.
  • વિદેશનાં ડીપ્લોમેટીક પાસપોર્ટ ધરાવતાં લોકોને અને હોંગકોંગ, મકાઉ અને તાઈવાનનાં લોકોને આ પ્રક્રિયામાંથી છૂટ આપવામાં આવી છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.