Current Affairs 13/01/2017

India’s First Solar Power Boat “Aditya”:-


  • ભારતની પ્રથમ સોલર પાવર પર આધારિત બોટ “આદિત્યા” નું કેરળમાં કોચીના વેન્બનાડ તળાવમાં મુકવામાં આવી.
  • આ બોટ 75 બેઠક ક્ષમતા ધરાવે છે અને તે દિવસમાં 2.5 km નાં 22 ફેરા કરવામાં સક્ષમ છે.
  • આ બોટ 14 કિમી/કલાક ની ઝડપે ચાલશે જેમાં વાયબ્રેશન કે અવાજની સમસ્યા નહિ હોય.


Airtel Payment Bank (India’s First):-

  • ભારતી એરટેલ દ્વારા ભારતમાં એરટેલ પેમેન્ટ બેંક ની શરૂઆત કરવામાં આવી.
  • આ ભારતની પ્રથમ પેમેન્ટ બેંક છે.
  • આ બેંક 29 રાજ્યોમાં અલગ અલગ 2.5 લાખ એરટેલ રીટેલ સ્ટોર અને બેંકિંગ પોઈન્ટ્સ પર કાર્યરત હશે.
  • MD અને CEO : શશી અરોરા


Biometric Authentication Based Phone Banking started by Citi Bank India:-

  • Citi Bank India દ્વારા અવાજ આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેસન પર આધારિત ફોન બેંકિંગ પ્રણાલી શરુ કરેલ છે.
  • આ ટેકનોલોજી થી વપરાશકર્તા ને અલગ-અલગ પાસવર્ડ કે પીન નંબર યાદ રાખવાની જરૂર નહિ પડે અને તે ફક્ત વ્યક્તિના અવાજ પર કામ કરશે.


Natarajan Chandrasekaran – New Chairman of TCS (TATA Group):-

  • TCS નાં એક્ઝીક્યુટીવ ઓફિસર અને મેનેજીંગ ડાઈરેક્ટર નટરાજન ચંદ્રસેકરન કંપનીના નવા ચેરમેન બનશે.
  • તેઓ આ સ્થાન સાયરસ મિસ્ત્રીની જગ્યાએ લેશે.
  • નટરાજન ચંદ્રસેકરન એ કંપનીના પ્રથમ નોન-પારસી વ્યક્તિ છે કે જેઓને આ સ્થાન આપવામાં આવ્યું છે.
  • TCS દ્વારા રાજેશ ગોપીનાથન ને નવા CEO તરીકે નિમણુક કરવામાં આવ્યા છે અને તેઓ આ સ્થાન નટરાજન ચંદ્રસેકરન નાં બદલે લેશે.


[adds-post] 
મુંબઈ પોલીસ દ્વારા રોડ સેફટી વિક નાં પ્રચાર માટે ટ્વીટર પર “Alert is Aliveકેમ્પેન શરુ કરવામાં આવ્યું.


એરલાઈન કંપની એર ઇન્ડિયા દ્વારા આજે દરેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં એકલા મુસાફરી કરતી મહિલા મુસાફરો માટે ત્રીજી લાઈનમાં 6 જગ્યાઓ અનામત રાખવાનું નક્કી કરેલ છે.


Automatic Sanitary Napkin Machine installed in all Colleges of Haryana:-

  • સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ને ધ્યાનમાં લેતા યુવા કિશોરીઓ માટે હરિયાણા સરકાર દ્વારા રાજ્યની તમામ કોલેજોમાં ઓટોમેટીક સેનેટરી નેપ્કીન મેળવવા માટેના મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.


ગુજરાત સરકાર અને રેલ્વે મંત્રાલય વચ્ચે મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 77,000 કરોડ નાં MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.


જાપાન અને ઇન્ડોનેશિયા નાં આર્થિક અને રાજકીય સંબંધોમાં વધારો કરવા માટે જાપાનના રાષ્ટ્રપતિ સીન્જો અબે દ્વારા 1 ટ્રીલીયન ની આર્થિક સહાય આપવા માટે સહમતી દર્શાવી છે.


Sarita Devi becomes India’s First Woman Professional Boxer:-

  • ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સરિતા દેવી ભારતના પ્રથમ મહિલા પ્રોફેસનલ બોક્સર બનશે.
  • તેઓ પ્રથમ વખત હંગેરીના સોફિયા બેડો વિરુદ્ધ 29 જાન્યુઆરીના રોજ રમશે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.