The Union Ministry of Law and Justice
constitutes committee to review Institutionalization of Arbitration Mechanism
in India:-
- કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતમાં આર્બિટ્રેશન પદ્ધતિના સંસ્થાકરણની સમીક્ષા કરવા માટે એક હાઈ લેવલ કમિટી (HLC) ની રચના કરી છે.
- સમિતિનું નેતૃત્વ ન્યાયમૂર્તિ “બી. એન. શ્રીક્રિશ્ના”, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. તે આર્બિટ્રેશન પદ્ધતિ વેગ અને દેશમાં આર્બિટ્રેશન ઇકોસિસ્ટમ મજબૂત કરનારા વિવિધ પરિબળોની તપાસ કરશે.
- તે ચોક્કસ મુદ્દાઓનું પણ પરીક્ષણ કરશે અને "ભારતને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક લવાદ માટે એક મજબૂત કેન્દ્ર” બનાવવા માટે જરૂરી રોડમેપ તૈયાર કરશે.
કમિટીના કર્યો :-
- દેશમાં હાજર આર્બિટ્રેશન પદ્ધતિનું વિશ્લેષણ અને અસરકારકતાની સમીક્ષા કરશે.
- હાલના વૈકલ્પિક વિવાદ નિવારણ (ADR) સંસ્થાઓની સુવિધાઓ, ભંડોળ, સાધનો અને માનવશક્તિની સમીક્ષા કરશે.
- આર્બિટ્રેશન હેતુઓ માટે કામ કરતી સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતા ભંડોળની સમીક્ષા કરશે.
- હાલના કાનૂની માળખાની અસરકારકતા અને લવાદી માટે માહિતી સુધી પહોંચવાનું મૂલ્યાંકન કરશે.
- International Commercial Arbitration (ICA) ને પ્રોત્સાહિત કરવા મમતે કાયદાઓમાં જરૂરી સુધારા કરવા.
- ઝડપથી અને ચોક્કસ સમય મર્યાદામાં આર્બિટ્રેશન પૂરું પાડવા જરૂરી એકસન પ્લાન બનાવશે.
- લવાદીને વધુ વ્યાપક અભ્યાસક્રમ અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ બનાવવા માટે ભલામણ કરશે.
વર્તમાન સ્થિતિ:-
- આર્બિટ્રેશન અને સમાધાન (સુધારો) ધારો, 2015 કરારોનો ઝડપી અમલ, નાણાકીય દાવાઓની સરળ પુનઃપ્રાપ્તિ, કોર્ટ કેસ અનિશ્ચિતતા ઘટાડે છે.
- આ કાયદો આર્બિટ્રેશન મારફતે વિવાદ ઠરાવની પ્રક્રિયામાં ઝડપ લાવવાની માંગ કરે છે, જેથી વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા ભારત એક રોકાણકાર મૈત્રીપૂર્ણ દેશ સરળ કાનૂની માળખું અને ભારતમાં વ્યાપાર સરળતા દર્શાવી શકે.
Bharatiya Jnanpith Navlekhan award 2016 :-
Hindi Writter Shraddha, Ghyansham Kumar Devansh:-
- બે નવા હિન્દી લેખક શ્રધ્ધા અને ધનશ્યામ કુમાર દેવાંશ 2016ના ભારતીય જનનપીઠ નવલેખન એવોર્ડ માટે સિલેક્ટ થયા.
- શ્રધ્ધાને પોતાની સ્ટોરી “હવા મે ફાડફડાતી ચિટ્ટી” માટે મળશે.
- ઘનશ્યામને પોતાની કવિતા “ આકાશ મે દેહ” માટે મળશે.
- આ એવોર્ડ હિન્દીના યુવા લેખકોને પોતાની પ્રથમ રચના માટે મળે છે.
- આ એવોર્ડની શરૂઆત 2006માં ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.
India’s first 700 MW PHWR in Trial run at Kakrapar
(Gujarat) in 2017:-
- 2017ના મધ્યમાં ગુજરાતના કાકરાપાર ખાતે Kakrapar Atomic Power Station (KAPS)માં ભારતમાં પ્રથમ વખત બે 700 MW Pressurised Heavy Water Reactor (PHWR)ની શરૂઆત થશે.
- આ પ્રોજેક્ટ NPCIL (Nuclear Power Corporation of India) દ્વારા શરુ કરવામાં આવશે.
- NPCIL દ્વારા ભારતના રાજ્યો ગુજરાત અને રાજસ્થાન બંનેમાં બે-બે 700 MWના PHWRs શરુ કરવામાં આવશે.
[ads-post]
Transgender School opens in Kerala - India’s
first:-
- ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર શાળા, સહજ ઇન્ટરનેશનલનું કેરળના કોચી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ એક વૈકલ્પિક શિક્ષણ કેન્દ્ર હશે જે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન લર્નિંગ સાથે મળીને કામ કરશે.
- આ શાળાના પ્રથમ બેચમાં 10 વિદ્યાર્થીઓ છે અને તેનું નેતૃત્વ TransIndia ફાઉન્ડેશન સાથે કામ 6 ટ્રાન્સજેન્ડરો દ્વારા કરવામાં આવશે.
- આ શાળા એવા ટ્રાન્સજેન્ડરોને જેણે અગાઉ શાળા છોડી દીધી હોય તેને, વર્ગ X અને XII પરીક્ષા આપાવવા માટે મદદ કરશે અને નેશનલ ઓપન શાળા સિસ્ટમનું પાલન કરશે અને આ ઉપરાંત અભ્યાસક્રમના ભાગરૂપે વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો આપશે.
Per Capita Income (PCI) :- Delhi registers
India’s highest PCI during 2015-16:-
- ભારતના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્લી ` 2,80,000 સાથે વર્ષ 2015-16માં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે.
- દિલ્લીની માથાદીઠ આવક રાષ્ટ્રીય એવરેજ માથાદીઠ આવક ` 93,293 કરતા ત્રણ ગણી છે.
- દિલ્લી બાદ ચંડીગઢ (` 2,42,386) અને સિક્કિમ (` 2,27,465) આવે છે.
Sheikh Rafik Mohammed (Indian origin) appointed as Major
General in Kyrgyzstan:-
- Sheikh Rafik Mohammed મૂળ ભારતના કેરલના છે.
- તેઓની નિમણુંક Kyrgyzstanના રક્ષા વિભાગના ઉચ્ચ હોદ્દા પર થઇ છે.
- આવું પ્રથમ વખત બન્યું છે કે કેરળનો વતની વિદેશની આર્મીમાં ઉચ્ચ હોદ્દો ગ્રહણ કર્યો હોય.
- તેમણે નાની ઉમરે જ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને જ કેરલ છોડીને મુંબઈ જઈને ધંધાકીય પ્રવૃતિઓ શીખ્યા હતા. અને તેમણે UAE, Iran, Saudi Arabia અને Kyrgyzsstan માં કામ કર્યું છે.
Biotechnology Policy 2016 of Gujarat:-
- ગુજરાત સરકારે ‘બાયોટેકનોલોજી નીતિ 2016” રાજ્યને બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે યોગ્ય સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે જાહેરાત કરી હતી.
- આ પોલીસીનો મુખ્ય ધ્યેય બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સનું વાર્ષિક ટર્નઓવર આવતા ૩ થી ૪ વર્ષમાં 4500 કરોડ થી વધારીને 15000 કરોડ કરવાનું છે.
- રાજ્ય સરકાર બાયોટેકનોલોજી (BT) પાર્ક વિકસાવવા માટે કુલ રોકાણ પર ` 25 Cr. સુધી મૂડી સબસિડી પૂરી પાડશે.
- BT પાર્ક વિકાસકર્તા લીઝ અથવા પાર્ક બનાવવા માટે જમીન વેચાણ પર ચૂકવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર 100% સુધી ભરપાઈ માટે પાત્ર રહેશે.
- BT પાર્ક ડેવલપર માટે વીજળી કર પર પાંચ વર્ષના સમયગાળા સુધી ચૂકવણી માટે 100% ભરપાઈ આપવામાં આવશે.
- આ ઉપરાંત BT પાર્કના વિકાસકર્તાઓને લોનના વ્યાજ પર 5% સુધી વ્યાજ સબસીડી માટે અધિકૃત રહેશે.
Post a Comment