ભારતની બંધારણસભા
[1] ભારતની બંધારણસભાનો સૌ પ્રથમ ઉલ્લેખ કોને અને ક્યારે કર્યો હતો?
- ઈ.સ.1922 માં મહાત્મા ગાંધી
[2] "કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બીલનો" મુસદ્દો ક્યારે તૈયાર કરવામાં આવ્યો હતો?
- 24 એપ્રિલ, 1923 ના રોજ તેજબહાદુર સપ્રુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સંમેલન દરમ્યાન.
[3] ભારતના બંધારણની રચનાનો સૌ પ્રથમ પ્રયત્ન ક્યારે કરવામાં આવ્યો હતો?
- 10 ઓગષ્ટ, 1928 ના નેહરુ રીપોર્ટ દ્વારા
[4] ભારતના બંધારણની "બ્લુ પ્રિન્ટ" કોને કહેવામાં આવે છે?
- 1928 ના નેહરુ રીપોર્ટને
[5] કોંગ્રેસના કયા અધિવેશનમાં બંધારણ નિર્માણનું સૌ પ્રથમ આહવાન કરવામાં આવ્યું હતું?
- 17 મે, 1927 ના મુંબઈ અધિવેશન માં મોતીલાલ નેહરુ દ્વારા
[6] નેહરુ રીપોર્ટ બનાવનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા?
- મોતીલાલ નેહરુ
[7] બંધારણ સભા રચવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો?
- ઈ.સ. 1934 માં માન્વેન્દ્રનાથ રોયને
[8] સૌ પ્રથમ વખત બંધારણસભાની રચનાની માંગ કોણે અને ક્યારે કરી હતી?
- ઈ.સ. 1935 માં જવાહરલાલ નેહરુ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી. (જેમાં પુખ્તવય મતાધિકારના ધોરણે કોઈ પણ પ્રકારની બાહ્ય દાખલ વગર બંધારણસભાની માંગણી કરી હતી.)
[9] વયસ્ક મતાધિકારના આધારે સૌ પ્રથમ ચૂંટણી ક્યારે થઇ હતી?
- ઈ.સ.1937 (આ ચુંટણીમાં કોંગ્રેસે વિજય મેળવીને બંધારણ રચવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.)
[10] બ્રિટન દ્વારા સૌ પ્રથમ વખત બંધારણસભાની રચનાની માંગ ક્યારે સ્વીકારી હતી?
- ઈ.સ. 1940 માં "ઓગષ્ટ પ્રસ્તાવ" દ્વારા
[ads-post]
[11] ભારતમાં ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું હતું?
- ઈ.સ. 1942 માં સ્ટેફર્ડ ક્રિપ્સ ના નેતૃત્વ હેઠળ
[12] ક્રિપ્સ મિશનને ગાંધીજીએ શું બિરુદ આપ્યું હતું?
- "પોસ્ટ ડેટેડ ચેક"
[13] કેબિનેટ મિશન ભારત માં ક્યારે આવ્યું હતું?
- ઈ.સ. 1946
[14] કેબિનેટ મિશનના સભ્યો કોણ હતા?
- ત્રણ સભ્યો - પેન્થીક લોરેન્સ (અધ્યક્ષ), એ.વી.એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ
[15] બંધારણસભાની રચના ક્યાં મિશન ના પ્રસ્તાવ અનુસાર થઇ હતી?
- 1946 ના કેબિનેટ મિશન
[16] બંધારણસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી?
- 389 સભ્યો
[17] બંધારણ સભાના ચૂંટાયેલા સભ્યો કેટલા હતા?
- 296 (292- બ્રિટીશ ભારતમાંથી અને 4 સભ્યો કમિશનર ક્ષેત્રમાંથી)
[18] બંધારણ સભામાં નિમણુક પામેલા સભ્યો કેટલા હતા?
- 93 સભ્યો (દેશી રજવાડાઓમાંથી)
[19] બંધારણ સભાના સભ્યોને કેટલા ભાગમાં વહેચવામાં આવ્યા હતા?
- 3 ભાગમાં (સામાન્ય, મુસ્લિમ અને શિખ)
[20] બંધારણ સભાની બેઠકોનું વિસ્તરણ કયા આધારે કરવામાં આવ્યું હતું?
- પ્રત્યેક 10 લાખની વસ્તી પર 1 બેઠક
[21] બંધારણસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે બોલાવવામાં આવી હતી?
- 9 ડિસેમ્બર, 1946 ના રોજ.
[22] બંધારણસભાના સૌ પ્રથમ અને અસ્થાયી અધ્યક્ષ કોણ હતા?
- ડૉ. સચ્ચિદાનંદ સિંહા
[23] બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા?
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (11 ડિસેમ્બર,1946 ની બીજી બેઠકમાં)
[24] બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા?
- એચ.સી.મુખર્જી
[25] બંધારણ સભામાં બંધારણીય સલાહકાર કોણ હતા?
- બી.એન.રાવ
Post a Comment