કાનૂની સહાય એક જીવાદોરી
ધરપકડ તથા પૂછપરછ દરમ્યાન વકીલની ગેરહાજરી એ ત્રાસ આપવા માટેની નબળાઈ હોઈ શકે છે.
હાલમાં જ ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ભાગેલા ૮ SIMI મેમ્બરના કેદી જેનું બાદ માં પોલીસના હાથે મૃત્યુ થયું જે કસ્ટડીમાં રહેલ વ્યક્તિઓ માટે મુદ્દો ઉભો કરે છે, જેમાં વકીલ મેળવવાનો અભાવ પણ રહેલ છે જે કસ્ટડીમાં રહેલ વ્યક્તિની જીંદગી અને મૃત્યુ વચ્ચે અંતરનો ખ્યાલ આપી શકે. અહેવાલો દર્શાવે છે કે ઉપર દર્શાવેલ તમામ વ્યક્તિ પોલીસના ત્રાસનો ભોગ બન્યા હતા.
એ ચિંતાનો વિષય છે કે પોલીસનો ત્રાસ કોઈના મૃત્યુનું કારણ બને. આપણે રોષે ભરાવું જોઈએ જેથી પોલીસ નેતૃત્વને ખબર પડે કે આ એમની જાણમાં શું થઇ રહ્યું છે. પ્રક્રિયા મુજબ, મૃત્યુના કારણો અને સંજોગો જાણવા માટે પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસ ત્રાસ હોવા છતાં પોલીસ વિભાગ ભાગ્યે જ પોતાના અધિકારીઓને જવાબદાર ઠેરવે છે. મીડિયાની ઝુંબેશ દ્વારા અને ભોગ બનનાર કુટુંબ ની હિંમત દ્વારા ન્યાય સિસ્ટમને કામ કરવા દબાણ કરી શકાય છે.
પોલીસ અધિકારીઓની તાલીમ કાયદાકીય રીતે પુરાવાના આધારે તપાસ થી સજ્જ નથી. તે પણ એક વધુ વૈજ્ઞાનિક શોધ માટે ટેકનીકલ મૃત્યુ હતું. એ ના બોલી સકાય એવી સર્વસંમતી છે કે પોલીસ નું આ કામ ગેરકાયદેસર છે કે ધરપકડ કરતી વખતે પોલીસ સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયાને અવગણે છે.
આમાં બદલાવ લાવી શકાય છે જો લોકો ધરપકડની તુરંત બાદ વકીલ ને રાખી શકે. કાયદાકીય અધિકારો નકારાય છે કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરતા લોકોને બચાવનાર કોઈ હોતું નથી.
કાયદો દરેક વ્યક્તિ જે કસ્ટડીમાં છે તેને ગેરેંટી આપે છે કે તે પૂછપરછ દરમ્યાન વકીલ રાખવાનો અધિકાર આપે છે. આ બાબત ધરપકડ બાદ તુરંત વકીલ રાખવાનો મજબુત સુવિધા આપે છે. પુરાવાઓ રદપાત્ર નથી જ્યારે ધરપકડ થયેલ વ્યક્તિ ત્રાસ માટે ખુબ જ સંવેદનશીલ હોય.
પરંતુ વકીલ ખરેખર પૂછપરછ દરમ્યાન હાજર રહી શકે? તો જવાબ છે ના. પોલીસ ની ડ્યુટી છે કે ધરપકડ થયેલ વ્યક્તિને પોતાના મનપસંદ વકીલ રાખવાનો અધિકાર આપે. Legal Service Authorities Act, 1987 માં દર્શાવ્યું છે કે કસ્ટડીમાં રહેલ વ્યક્તિને મફત કાનૂની સહાય આપવામાં આવે. પરંતુ એવી કોઈ કાયદાકીય સહાય ની યોજનાઓ નથી જે વકીલ ને પોલીસ સ્ટેશન બોલાવી શકાય. એનો મતલબ એ છે કે વ્યક્તિને કોર્ટમાં લઇ જાય ત્યાં સુધી વકીલ રાખવાનો અધિકાર આપવામાં આવતો નથી, અને તેમને પોલીસ કસ્ટડીના શરૂઆતના સમયમાં અતિ સંવેદનશીલ અવસ્થામાં મૂકી દેવામાં આવે છે.
કેટલાક રાજ્યોએ સારી શરૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં “ પોલીસ ધરપકડ ને લગતી હકીકતોને તુરંત જ નજીક ની કાનૂની સહાય સમિતિ ને જાણ કરવામાં આવે છે.” રાજસ્થાન સરકારે ધરપકડ વખતે કાનૂની સહાય માટે સર્ક્યુલર પ્રસિધ્ધ કર્યો છે. પરંતુ યોજનાકીય પ્રક્રિયા ના અભાવે તેનું અમલીકરણ કરી શકાયું નથી.
National Legal Services Authorities એ એવી પ્રક્રિયાઓનું નિર્માણ કરવું જોઈએ કે વકીલો પોલીસ સ્ટેશને રોટેશન પધ્ધતિથી કાર્યરત રહે અથવા તો કોલ દ્વારા ઉપલબ્ધ રહે. પોલીસે દરેક ધરપકડ બાદ તુરંત જ નજીકની કાનૂની સહાય સમિતિનો ફરજીયાત સંપર્ક કરવો તથા વકીલોને કોઈ પણ જાતનો અવરોધ વગર ધરપકડ થયેલ વ્યક્તિ સાથે વિચારવિમર્શ કરવા દેવો અને વકીલને પૂછપરછ દરમ્યાન હાજર રહેવા દેવો. આ વકીલોએ પણ બાકી રહેતી પ્રક્રિયાના ધોરણો ની આકારણી કરવી જ જોઈએ.
Post a Comment