ન્યાયાધીશો ની નિમણુંક માટેની કોલેજીયમ પધ્ધતિ

કોલેજીયમ (અધિશાસક મંડળ અથવા સમિતિ) એટલે શું?


             એક એવી પ્રણાલી કે જેમાં ન્યાયાધીશોની નિમણુંક અને બદલી સુપ્રીમ કોર્ટના નિર્ણય 
અનુસાર થશે, નહિ કે સંસદના કાયદાથી કે બંધારણની જોગવાઈ અનુસાર.
  • સર્વોચ્ય અદાલતની કોલેજીયમ નું નેતૃત્વ CJI (Chief Justice Of India) કરશે અને તેમાં બીજા ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ (Senior Most Judge) હશે.
  • ઉચ્ચ ન્યાયાલય ની કોલેજીયમ પ્રણાલીનું નેતૃત્વ CJH (Chief Justice of High-Court) કરશે અને બીજા ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હશે.
  • ઉચ્ચ ન્યાયાલયની કોલેજીયમ દ્વારા નિમણુંક માટે સુચવાયેલા નામ સરકાર, CJI અને સર્વોચ્ય અદાલતની કોલેજીયમની મંજુરી બાદ જ સુચન થશે.
  • ઉચ્ચ ન્યાયાલય માં ન્યાયાધીશોની નિમણુંક કોલેજીયમ પ્રણાલી દ્વારા જ થશે અને સરકારની ભૂમિકા કોલેજીયમ દ્વારા નામ નક્કી થયા બાદ નું જ હશે. 
  • કોઈ વકીલ ને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નામાંકિત કરવામાં આવશે તો સરકારની ભૂમિકા ફક્ત IB દ્વારા જે તે ન્યાયાધીશ ની માહિતી મેળવવા પુરતું સિમિત રહેશે.
  • સરકાર કોલેજીયમની પસંદગી સામે વાંધો ઉઠાવી શકશે અને પસંદગી બાબતે સ્પષ્ટતા પણ માગી શકશે. પરંતુ જો કોલેજીયમ ફરીથી પુનરોચ્ચાર કરશે તો બંધારણીય બેંચના નિર્ણય અનુસાર તે વ્યક્તિને ન્યાયાધીશ તરીકેનિમણુંક કરવા માટે સરકાર બંધાયેલી છે.

ન્યાયાધીશો ની નિમણુંક બાબતે બંધારણનો મત શું છે?

                       સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા અનુક્રમે અનુરછેદ ૧૨૪(૨) અને ૨૧૭ દ્વારા થશે. અને રાષ્ટ્રપતિ જરૂર પડ્યે સર્વોચ્ચ્ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની સાથે જરૂરી ચર્ચા કરશે. 
  • અનુરછેદ ૧૨૪(૨) ચીફ જસ્ટીસ સિવાયના ન્યાયાધીશોની નિમણુંકમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા નીસાથે સલાહ લેવામાં આવશે.
  •  અનુચ્છેદ ૨૧૭ :- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક CJI, CJH અન જે તે રાજ્યના ગવર્નર સાથે ચર્ચા કાર્ય બાદ કરવામાં આવશે અને CJH ની નિમણુંક માટે જે તે રાજ્યના ગવર્નર અને CJI ની ચર્ચા કાર્ય બાદ કરવામાં આવશે.
                 બંધારણ માં કોલેજીયમ પ્રણાલીનું અસ્તિત્વ ના હોવા છતાં પણ શા માટે કોલેજીયમ પ્રણાલી ની ભૂમિકા જોવા મળે છે? કોલેજીયમ પ્રણાલીની ઉત્પતિ વિવિધ “ JUDGES CASES” ના ક્રમબધ્ધ બંધારણીય અર્થઘટન ના આધારે થઇ છે.

◈ પ્રથમ જજીસ કેસ :-

          S.P.GUPTA Vs Union of India 1891, Supreme Court
  • સર્વોચ્ચ ન્યાયાલયના મોટાભાગના નિર્ણયોમાં નિર્દેશ થાય છે કે CJI ની મહત્તાનો ખ્યાલ બંધારણમાં હકીકતમાં ક્યાય જોવા મળતો નથી. અનુરછેદ ૨૧૭ મુજબ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશોની નિમણુંક બંધારણીય સંસ્થા દ્વારા થવી જોઈએ નહિ કે અન્ય દ્વારા. 
  • બંધારણીય બેન્ચના મત અનુસાર અનુરછેદ ૧૨૪ અને ૨૧૭ અનુસાર “ પરામર્શ “ શબ્દ નો અર્થ “સંમતિ” એમ નથી થતો. અર્થાત રાષ્ટ્રપતિ આ પદાધિકારીઓની સાથે પરામર્શ કરે તેમ છતાં રાષ્ટ્રપતિનો નિર્ણય છેલ્લો હોય.
  • આ નિર્ણય અનુસાર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક ની સત્તાનું સંતુલન કારોબારી ની પસંદગી           અનુસાર થતું હતું અને આ પરિસ્થિતિ આગળ ૧૨ વર્ષ સુધી ચાલુ રહી.
◈ દ્વિતીય જજીસ કેસ:-

          The Supreme Court Advocates-on-Record Association Vs Union of India, 1993
  • નવ જજો ની બેંચ માં S.P.Gupta ના કેસ ના નિર્ણયને નામંજૂર કરીને એક નવી ખાસ પ્રણાલીનું ઘડતર કરવામાં આવ્યું “કોલેજીયમ પ્રણાલી” કે જેનું કાર્ય ઉપરના ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નીમાંનુકાને બદલી કરવાનું હતું.
  • તેમાં ન્યાયપાલિકાને ન્યાયતંત્રની એકતા અને રક્ષણ ની સાથેસાથે સ્વતંત્રપણે કામ કરવા પર ભાર મુક્યો.
  • કોલેજીયમ પ્રણાલીને ધ્યાનમાં લઈએ તો ન્યાયાલયના મત અનુસાર ભારતના ચીફ જસ્ટીસ ની તેના બે સીનીઅર મોસ્ટ સાથીદારોની પરમશ દ્વારા ભલામણ થવી જોઈએ અને કારોબારી દ્વારા તેનો અમલ થવો  જોઇએ. અને કારોબારી માટે પણ સવાલ પુછવાનો અને આ બાબતને ફરિથિ૮ વિચારણા માટે પાછો મોકલવાનો અધિકાર છે.
  •  પરંતુ જો કોલેજીયમ દ્વારા ફરીથી તેમના નામ ની ભલામણ કરવામાં આવે તો કારોબારી તે નિમણુંક કરવા માટે  બંધાયેલ રહેશે.
◈ તૃતીય જજીસ કેસ:-

         President K.R.Narayan Issued 9, 1998 
  • ૧૯૯૮ માં રાષ્ટ્રપતિ કે. આર. નારાયણ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયને સવાલ પૂછવામાં આવ્યો કે અનુરછેદ ૧૪૩ અંતર્ગત “પરામર્શ” માં કોનો મત લેવો જોઈએ?
                               માત્ર ભારતના ચીફ જસ્ટીસ નો જ કે
                               ભારતના ચીફ જસ્ટીસ ની સાથે બીજા ન્યાયાધીશોનો પણ
  • આ પ્રશ્ન ના જવાબ માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ૯ માર્ગદર્શિકા રજુ કરી અને આ માર્ગદર્શિકા દ્વારા કોલેજીયમ ની હાલની પ્રણાલી રજુ થી કે જેમાં ભારતના ચીફ જસ્ટીસ અને બીજા ચાર વરીષ્ઠતમ ન્યાયાધીશો હશે.
  •  અને એ પણ કહેવામાં આવ્યું છે કે જો ચારમાંથી બે ન્યાયાધીશો નો મત નકારાત્મક હશે તો ભારતના ચીફ જસ્ટીસ તે નામની ભલામણ સરકારને કરશે નહિ.
કોલેજીયમ પ્રણાલીની ટીકા:-
  • ટીકાકારોના મત અનુસાર પ્રણાલી અપારદર્શક છે અને તેમાં કોઈ અધિકારી પદ્ધતિ કે સચિવોનો સમાવેશ થતો નથી.અને આ એક એવી છુપી પ્રક્રિયા છે જેમાં પસંદગી કે લાયકાત ના ધોરણો નક્કી કરવામાં આવ્યા નથી.
  • અને તેમાં ક્યારે અને કેવી રીતે બેઠક મળશે અને શું નિર્ણય લેશે તે નક્કી હોતું નથી. વકીલોને પણ તેનો ખ્યાલ હોતો નથી કે તેમના નામને ધ્યાનમાં લેવામાં આવે છે કે નહી.
આવી બાબતોમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ:-
  • NDA સરકાર દ્વારા બે નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં તેમણેકોલેજીયમ પ્રણાલીને દુર કરીને NJAC (National Judicial Appointment Commission) ની સ્થાપના કરી.
  • ૧૯૯૮-૨૦૦૩ ના ગાળામાં ભાજપ સરકારે Shri M. N. Venkatachaliah ના નેતૃત્વ હેઠળ એક કમિશન નું ગઠન કર્યું. અને તેનું મુખ્ય કાર્ય કોલેજીયમ પ્રણાલી માં બદલાવ ને લગતી હતી.
  • આ કમિશન દ્વારા સુચન કરવામાં આવ્યું કે કોલેજીયમમાં ભારતના ચીફ જસ્ટીસ ની સાથે બીજા બે વરીથ્તમ ન્યાયાધીશ અને કાયદા મંત્રી તથા અન્ય એક વ્યક્તિ જે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના ચીફ જસ્ટીસ સાથે પરામર્શ કાર્ય બાદ નક્કી કરાયો હોય એમ કુલ મળીને પાંચ સભ્યો હોવા જોઈએ.
  • NDA-2 દ્વારા National Justice Appointment Commission (NJAC) Act પસાર કરવામાં આવ્યો અને આ કાયદા વિરુદ્ધ ન્યાયાપલીકામાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફારોની વિરુધ્ધ છે તેમ વિરોધ થયો.
તો ત્યારબાદ NJAC ની શું થયું?
  • ગયા વર્ષે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ બંધારણીય સુધારાને ગેરબંધારણીય ગણાવ્યો કે જેમાં કારોબારી દ્વારા ઉચ્ચ ન્યાયતંત્રમાં થતી નિમણુંક ની કલ્પના હતી. અને તેમાં બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે ન્યાયાધીશોની નિમણુંક કોલેજીયમ પ્રણાલી દ્વારા જ થશે જેમાં અંતિમ ચુકાદો ભારતના ચીફ જસ્ટીસનો હશે.
  • આ બેંચ માં એક મોટો મત રજુ કરવામાં આવ્યો કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણુંક અને બદલીની બાબતોમાં ન્યાયતંત્રની મહત્તા ના હોય તેવી બીજી કોઈ પ્રક્રિયાને સ્વીકારવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી.
અત્યારે કઈ પ્રણાલી મુજબ નિમણુંક થાય છે?
  •  હાલમાં કોલેજીયમ પ્રણાલી અનુસાર જ ન્યાયાધીશોની નિમણુંક અને બદલી થાય છે અને ૨૦૧૫ માં Memorandum of Procedure (MoP) દ્વારા લાયકાત અને પારદર્શિતાની બાબતો ધ્યાનમાં લેવામાં આવી.
  • બેંચ દ્વારા સરકારને ભારતના ચીફ જસ્ટિસની સાથે મળીને નવું MOP ઘડવા માટે જણાવવામાં આવ્યું, પરંતુ સરકારની નિમણુંકમાં ધીમી પ્રક્રિયા અને બીજા અન્ય કારણોસર નવો MOP બની શકતો નથી અને આ બાબતને સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણુંકને લગતા લાંબા ગળાને લગતી પીટીસન દાખલ કરીને ઉજાગર કરવામાં આવી.

Post a Comment

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.