WTO’s Trade Facilitation Agreement (TFA) implemented by India:-
- વિશ્વ વ્યાપાર સંગઠનનો Trade Facilitation Agreement (TFA) (વ્યાપાર સુવિધા સમજુતી)ને ભારત સહીત 2/૩ સભ્યો દ્વારા અમલમાં લાવવામાં આવ્યો.
- Trade Facilitation Agreement (TFA) ને 2014 માં સ્વીકારવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ કસ્ટમ્સ ની પ્રક્રિયાને સરળ અને મુખ્યધારામાં લાવી ઉચ્ચ ધોરણે લઇ જવી.
- સામાનની હેરફેર માટેનો Trade Facilitation Agreement (TFA) એ આંતરરાષ્ટ્રીય સ્તરે સામાનની હેર-ફેર કરવા માટેનો વિશ્વ વ્યાપાર સંગઠનનો પ્રથમ વખત બહાર પાડવામાં આવેલ બહુપક્ષીય સમજુતી કરાર છે.
- આ કરાર એ વિશ્વ વ્યપાર સંગઠનની 9 મી બાલી (ઇન્ડોનેશિયા) માં યોજાયેલ મંત્રીઓની બેઠકની વાટાઘાટો નું પરિણામ છે.
- આ કરારમાં વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો
- ઉદાહરણ તરીકે આયાત કર અને કૃષિ સબસિડી નું પ્રમાણ ઘટાડવું જેનાથી વિકાસશીલ દેશો વિકસીત દેશોનાં બજારમાં પોતાની ઉત્પાદનું વેચાણ કરી શકે.
- સખત આયાત મર્યાદા છોડવી : આ અંતર્ગત વિકસિત રાષ્ટ્રો દ્વારા કૃષિનાં પાકોની આયાત પર લગાવવામાં આવતાં ઉચ્ચ કરોને નાબુદ કરવા અને અમુક મર્યાદા બહારજ આ પ્રકારના કરો નાખવા.
- આંતરરાષ્ટ્રીય બોર્ડર્સ પર રેડ ટેપીસ્મ નું પ્રમાણ ઘટાડવું : વિવિધ દેશોનાં પડેલા કસ્ટમ વિવાદો ને ઝડપી ઉકેલવા અને કસ્ટમના નિયમોમાં સુધારો કરવો.
- આ કરાર થી અંદાજીત 1 ટ્રીલીયન અમેરિકી ડોલરનો વ્યાપાર કરવાની ક્ષમતા છે અને તેનાથી 21 મિલિયન જેટલી નવી રોજગારનું સર્જન થશે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે 10 થી 15 % જેટલો વ્યાપારના ખર્ચમાં કાપ લાવશે.
Government expand the Bharat Net Project to
bring High-speed broadband to every village by 2018:-
- કેન્દ્ર સરકારે 2018 સુધીમાં દરેક ગામડામાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ જોડાણ લાવવાની જાહેરાત કરી છે.
- ટેલીકોમ વિભાગ Universal Services Obligation Fund (USOF) હેઠળ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે.
- 2017-18ના બજેટમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે ભારત નેટ પ્રોજેક્ટને ને લંબાવવા માટે રૂપિયા 10000 કરોડ કલાવવાનું નક્કી કરાયું છે.
- ભારત નેટ નો ધ્યેય 2.5 લાખ ગ્રામ પંચાયતોને આવરી લેવાનો છે અને આ માટે તેને USOF માંથી ફંડ પૂરું પાડવામાં આવશે.
- એપ્રિલ 2015માં ભારત નેટ એ નેશનલ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક (NOFN) પ્રોજેક્ટ તરીકે ઓળખાતું હતું.
- USOF ની સ્થાપના 2012માં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ સબસીડીના દરે ટેલીકોમ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. આ ફંડ માટેના નાણાં વિવિધ ટેલિકોમ ઓપરેટરો દ્વારા ચૂકવવામાં આવતી લાઇસન્સ ફીની ટકાવારી તરીકે યુનિવર્સલ એક્સેસ લેવી ચાર્જ મારફતે પાસેથી આવે છે.
Government announces compensation fund for
children who are victim of sexual crimes:-
- કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક જે બાળકો POSCO એક્ટ હેઠળ જાતીય ગુનાનો ભોગ બનેલા હોય તેને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક વળતર ફંડ (Compensation Fund)ની જાહેરાત કરવામાં આવી.
- આ ફંડ માટેનું ભંડોળ નિર્ભયા ફંડમાંથી લેવામાં આવશે.
- જાતીય સતામણી અને બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે વર્ષ 2012 માં Protection of Children from Sexual Offences (POSCO) નો કાયદો બનાવવામાં આવ્યો હતો.
- હાલમાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ વળતર યોજનાઓ છે જે માત્ર બળાત્કારના ભોગ બનનાર માટે છે પરંતુ બાળકો સામેના જાતીય ગુના માટે નથી. મહારાષ્ટ્ર, ઓડીસ્સા અને દિલ્લી જેવા રાજ્યોએ પોતાની વળતર યોજનાઓમાં સુધારો કરીને POSCO એક્ટ હેઠળના કેસોનો સમાવેશ કર્યો છે.
- રૂપિયા 1000 કરોડના ભંડોળ સાથે નિર્ભયા ફંડ સરકાર દ્વારા સ્ત્રીઓ અને બાળકોના સશક્તિકરણ, સલામતી અને સુરક્ષા માટે શરુ કરવામાં આવ્યું છે.
Kerala becomes first state to launch sex
offender registry:-
- કેરળ સરકાર જાતીય અપરાધીઓની એક રજિસ્ટ્રી લોન્ચ કરશે.
- આ પ્રકારની રજિસ્ટ્રી દેશની પ્રથમ રજિસ્ટ્રી હશે.
- આ રજિસ્ટ્રીમાં જાતીય અપરાધીઓની ઓળખ વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવશે અને તેને જાહેર ડોમેઈનમાં રાખવામાં આવશે.
- આ ઉપરાંત જાતીય ગુનાના ભોગ બનેલા બાળકો અને પુખ્ત વયના લોકોને વચગાળાની રાહત આપવા માટે રાજ્ય સરકારે એક Comprehensive Victim Relief Fund ની શરૂઆત કરવામાં આવી છે.
Nobel Prize winner economist Kenneth J. Arrow
passed away recently:-
- નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી કેનેથ જે એરોનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના પાલો અલ્ટોમાં 95 વર્ષની ઉંમરે નિધન થયું.
- તેઓ આધુનિક સામાજિક પસંદગીના સિદ્ધાંતનો પાયો નાખનાર તરીકે જાણીતા હતા.
- તેમણે સામાજિક પસંદગી અને વ્યક્તિગત વેલ્યુ પર Arrow’s Impossibility Theorem (General Possibility Theorem) લખ્યા હતા.
- 51 વર્ષની ઉંમરે, તેમણે સૌથી નાની વયે સામાન્ય સમતુલા સિદ્ધાંત પર તેમના ગાણિતિક કાર્યને લીધે આર્થિક વિજ્ઞાનમાં નોબેલ પ્રાઇઝ જીત્યો હતો. તેઓએ જોહ્ન હિક્સ સાથે સંયુક્ત નોબેલ જીત્યો હતો.
India’s 1st Gramin Khel Mahotsav to
be held in New Delhi:-
- ભારતનો સૌ પ્રથમ “ગ્રામીણ ખેલ મહોત્સવ” 25 થી 31 માર્ચ 2017 દરમ્યાન નવી દિલ્લી ખાતે યોજાશે.
- આ મહોત્સવમાં કુલ પાંચ રમતો યોજાશે, જેમ કે એથલેટીક્સ, વોલી બોલ, ખુસ્તી, કબ્બડી અને ખો-ખો.
- આ તહેવાર મોટી સંખ્યામાં ગ્રામીણ યુવાનોને ભાગ લેવા અને તેમને શ્રેષ્ઠતા મેળવવા અને તંદુરસ્ત જીવન શૈલી અપનાવવા પ્રોત્સાહિત કરશે.
- આ તહેવાર સમગ્ર દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં રમત-ગમતને પ્રોત્સાહન આપશે.
Sikkim becomes 22nd state to join Ujwal DISCOM Assurance Yojana (UDAY):-
- કેન્દ્ર સરકારની Ujwal DISCOM Assurance Yojana (UDAY) યોજનામાં જોડાનાર સિક્કીમ 22મું રાજ્ય બન્યું.
- આ પ્રસંગે સિક્કીમ નાં પાવર વહેંચણી વિભાગ ની કાર્યપદ્ધતિમાં સુધારો લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે MoU કરવામાં આવ્યો.
- આ MoU પાવર પહોંચાડવાની પદ્ધતિમાં સુધારો આવશે. જેનાથી રાજ્યને અંદાજીત 356 કરોડનો ફાયદો થશે.
- AT & T લોસ અને ટ્રાન્સમીશન લોસ માં રાજ્યમાં ફરજીયાત ટ્રાન્સફોર્મર મીટરીંગ અને કન્ઝ્યુમર ઇન્ડેક્ષિંગ અને GIS મેપિંગ ની મદદથી ઘટાડો કરવામાં આવશે. અને ટ્રાન્સફોર્મર અને મીટર્સ ને અપગ્રેડ કરવામાં આવશે.
- Ujwal DISCOM Assurance Yojana (UDAY) : આ યોજના કેન્દ્ર સરકારની મીનીસ્ટ્રી ઓફ પાવર દ્વારા રાજ્યમાં પાવર ની વહેંચણી કરતાં વિભાગ ની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યો હતો.
- આ યોજનાનો મુખ્ય હેતુ પાવર વહેંચણી કરતી કંપનીની આથિક હાલતમાં સુધારો કરવાનો અને તેની કાર્યક્ષમતા વધારવાનો છે.
- આ યોજનાનો ભાગ બન્યા બાદ રાજ્યની DISCOM (ડીસ્ટ્રીબ્યુશન કંપની) નાં દેવાને રાજયના બોન્ડ સ્વરૂપે કરવા અને તેની કાર્યપદ્ધતિમાં સુધારો કરવામાં આવે છે.
- આ આમ યોજના દ્વારા સરકારનો નિર્ધાર દરેક ગામમાં 100 % વિજળી 24*7 મળી રહે તે માટેનો છે.
Central Board of
Excise and Customs (CBEC) launches mobile application for latest updates of GST:-
- Central Board of Excise and Customs (CBEC) દ્વારા GST ની લેટેસ્ટ અપડેટ્સ લોકો સુધી મળી રહે તે માટે એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.
- આ એપ્લીકેશન ભારત સરકારનાં ડીજીટલ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત કરવામાં આવેલ છે. જે કરદાતાઓને GST પર લેટેસ્ટ અપડેટ્સ આપી નવાં સુધારાઓથી વાકેફ કરવાશે.
- આ એપ્લીકેશનમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવશે જેવીકે FAQ (GST પર જરૂરી સવાલ-જવાબ), વિવિધ GST પરના વિડીઓ અને આર્ટીકલ, નિયમો,રજીસ્ટ્રેશન માટેનાં નિયમો, હેલ્પડેસ્ક, ઈ-મેઈલ કોન્ટેક્ટ, GST કાયદો, IGST કાયદો, GST કમ્પેનશેસન કાયદો વગેરે.
- Central Board of Excise and Customs (CBEC) : તે કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, નાર્કોટીક્સ જેવા પરોક્ષ કર ની બાબતોનો વહીવટ કરતી મુખ્ય સંસ્થા છે.
- હાલમાં તે કેન્દ્ર સરકારનાં નાણા મંત્રાલય હેઠળના રેવન્યુ (કર) વિભાગ હેઠળ કાર્ય કરે છે.
- તેની સ્થાપના 1855 માં ત્યારના બ્રિટીસ ગવર્નર જનરલ ઇન્ડિયા દ્વારા કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ ડીપાર્ટમેન્ટ તરીકે કરવામાં આવી હતી.
Union Government approved to development Bet Dwarka Darshan Circuit
under Heritage City Development and Augmentation Yojana (HRIDAY):-
- કેન્દ્ર સરકારનાં શહેરી મંત્રાલય દ્વારા Heritage City Development and Augmentation Yojana (HRIDAY) અંતર્ગત 6 કિમી લાંબા બેટ દ્વારકા દર્શન સર્કિટ ની રચના કરશે.
- આ નિર્ણય શહેરી વિકાસ નાં સચિવ દ્વારા HRIDAY National Empowered Committee ની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
- આ સર્કિટ દ્વારકા જીલ્લામાં 16.27 કરોડના ખર્ચે પ્રખ્યાત દ્વારાકાધીસ હવેલી અને હનુમાન દાંડી ( હનુમાનજી અને તેનાં પુત્ર મકરધ્વજ નું એકમાત્ર મંદિર) ને જોડશે.
- આ સર્કિટ માં બે જળસ્થાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શાન્ખુધાર તળાવ અને રણછોડ તળાવનો સમાવેશ થાય છે.
- HRIDAY યોજનાનો પ્રારંભ જાન્યુઆરી 2015 માં કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ હેરિટેજ શહેરોનો વિકાસ કરવાનો હતો.
- આ યોજના અંતર્ગત હેરીટેઝ શહેરોમાં બુનિયાદી સેવાઓને મજબુત કરવી અને ધરોહારોની જાળવણી કરવાનો છે. આ યોજનામાં હાલ સુધીમાં 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અજમેર, અમરાવતી, દ્વારકા, બદામી, ગયા, મથુરા, પૂરી, કાંચીપુરમ, વારાણસી, વેલાન્કાન્ની અને વારાંગલ નો સમાવેશ થાય છે.
1st Strategic Dialogue between India
and China was recently held at Beijing:-
- ભારત અને ચીન વચ્ચે દ્રિપક્ષીય સંબંધો માટેની પ્રથમ વ્યુહાત્મક વાતચીત માટેની બેઠકનું આયોજન ચીનની રાજધાની બેઈજિંગમાં કરવામાં આવ્યું.
- આ બેઠકમાં ભારતનાં વિદેશ સચિવ એસ. જયશંકર અને ચીનનાં વિદેશમંત્રી ઝ્હાંગ યેસુઈ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
Afghanistan declared criminalization to the
practice of “Bacha Bazi”:-
- અફઘાનીસ્તાનમાં એક કુ-પ્રથા “બચા બાઝી” કે જેમાં છોકરાઓને જાતીય રીતે ગુલામ બનાવવામાં આવે છે જેને પ્રથમ વખત ઇતિહાસમાં ગુનાહિત પ્રવૃત્તિ ગણવામાં આવશે.
- બચા બાઝીમાં નાના બાળકોને ગુલામ બનાવીને તેમને જાતીય મનોરંજન માટે ખરીદવામાં આવે છે અને તેઓને અમાનવીય પ્રવૃત્તિ કરવા માટે મજબુર કરવામાં આવે છે.
United Nations-sponsored peace talks started at
Geneva for resolving Syrian conflict:-
- સીરિયાના સંઘર્ષનો અંત લાવવા માટે UN દ્વારા આયોજિત શાંતિમંત્રણા ની શરૂઆત શિરીયામાં કરવામાં આવી.
- આ મંત્રણા નાજુક યુદ્ધવિરામ બાદ શરુ કરવામાં આવી છે.
- આ મંત્રણામાં બળવાખોરોની મુખ્ય ભૂમિકા હશે એવી ધારણા છે.
24th February – Central Excise Day:-
- આજે 24 ફેબ્રુઆરી કેન્દ્રીય એક્સાઈઝ દિવસ છે.
- આ દિવસની ઉજવણી એક્સાઈઝ વિભાગ દ્વારા સંપૂર્ણ ભારતમાં સામાનના ઉત્પાદનમાં ભ્રષ્ટાચાર ને નાબુદ કરવા અને એક્સાઈઝ વિભાગની સર્વશ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે કર્મચારીઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
Brahan Natyanjali dance began at Thanjavur
(Tamil Nadu):-
- તમીલનાડુનાં થાન્જવુંરમાં આવેલા ભગવાન બ્રગદિસ્વરરનાં મદિરમાં “બ્રાહન નાટ્યનજલી” કાર્યક્રમ આઠ દિવસ માટે ઉજવવામાં આવશે.
- અંદાજીત વિશ્વભરમાંથી 600 જેટલા કલાકારો આ તહેવારમાં ભાગ લેશે. આ તેહવાર શિવરાત્રીના સમયે ઉજવવામાં આવે છે.
- આ કાર્યક્રમમાં કથક, ભારતનાટ્યમ, ઓડીસ્સી, મોહિનીયટ્ટમ અને કુચીપુડી નું આયોજન કરવામાં આવે છે.
Haryana Government made compulsory for all
private school to install solar system:-
- હરિયાણા સરકાર દ્વારા તમામ શાળાઓમાં ફરજીયાત સોલાર પ્રણાલી સ્થાપવા માટે આદેશ આપવામાં આવ્યો.
- આ માટે સરકાર તરફથી 1 કિલોવોટ્ટ પ્રણાલી માટે 20000 ની ગ્રાન્ટ આપવામાં આવશે.
TATA Consultancy Service (TCS) has been ranked
third in the world by Brand Valuation firm Brand Finance:-
- બ્રાંડ વેલ્યુએશન ફર્મ બ્રાંડ ફાયનાન્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભારતની IT સેવા પૂરી પાડનાર મોટી કંપની “તાતા કન્સલ્ટન્ટસી સર્વિસ (TCS)” વિશ્વમાં IT ક્ષેત્રે ત્રીજા નંબરની કંપની જાહેર કરવામાં આવી.
- IBM પ્રથમ ક્રમાંક પર આવી અને Accenture બીજા નંબર રહી.
- આ ઉપરાંત ભારતની ઈન્ફોસીસ અને HCL પ્રથમ 10 કંપનીઓ સામેલ થઇ છે.
Private sector employees will be able to get up to Rs. 20 lakh
tax-free Gratuity
- કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કર મુક્ત ગ્રેચ્ચુટી 20 લાખ સુધી કરી દેવામાં આવશે. આ નિર્ણય સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સરકારી કર્મચારી જેટલો લાભ આપવા માટે લેશે.
- હાલમાં, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સતત પાંચ વર્ષની નોકરી બાદ કર મુક્ત ગ્રેચ્ચુટીની લીમીટ 10 લાખ સુધીની છે.
Pooja Ghatkar has won bronze in
the Women's 10-metre air rifle:-
- નવી દિલ્હીમાં ડૉ. કરની સિંઘ શુટિંગ રેન્જમાં આયોજિત International Shooting Sports Federation World Cup નાં પ્રથમ દિવસે ભારતની પૂજા ઘાત્કારે મહિલાઓની 10 મીટર એર-રાઈફલ ની સ્પર્ધામાં કાંસ્યપદક મેળવ્યો.
Ravichandran Ashwin become the highest
wicket-taker for India in a domestic Test season:-
- ડોમેસ્ટિક ટેસ્ટ સિઝનમાં 64 ટેસ્ટ વિકેટ મેળવીને રવિચંદ્રન અશ્વિને ભૂતપૂર્વ ભારતીય કપ્તાન કપિલદેવ નાં રેકોર્ડ ને તોડી નાખ્યો.
India played Tests at 80th
different venue which is most by any team
- ભારત સૌથી વધુ જુદા જુદા સ્થળોએ ટેસ્ટ રમનાર દેશ બની ગયો છે.
- પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ ભારતની ટેસ્ટ નું 80મું સ્થળ છે જ્યાં હાલમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ રમાય છે.
- ભારત પછી બીજા નંબરે પાકિસ્તાન છે જેને 79 જુદા જુદા સ્થળોએ ટેસ્ટ રમી ચુક્યું છે.
- ભારત કલકત્તાના ઇદન ગાર્ડન પર સૌથી વધુ વખત 40 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે.
Post a Comment