Current Affairs 21/02/2017

Jammu & Kashmir to observe 2017 as “Year of Apple”:-



  • જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી દ્વારા સ્થાનિક અને વિદેશી બજારોમાં પ્રખ્યાત કાશ્મીરી સફરજનને પ્રમોટ કરવા માટે 2017ના વર્ષને “એપલ વર્ષ તરીકે જાહેર કર્યું છે.
  • તેણે આ જાહેરાત શ્રીનગરમાં સફરજનના વાવેતરની ઘનતા વધારવાની સ્કીમની જાહેરાત બાદ કરી હતી.
  • આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને ઉચ્ચ ઘનતા વાળા સફરજનના છોડ પૂરા પાડશે અને સરકાર 50% સબસિડી આપશે.
  • ઉચ્ચ ઘનતા વાળા છોડ પ્રતિ હેક્ટર 50-60 મેટ્રિક ટન ઉપજ આપશે.
  • જમ્મુ અને કાશ્મીર સફરજનના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને તે ભારતના કુલ ઉત્પાદનના 71 % ઉત્પાદન કરે છે.

SBI rebrands its corporate website as bank.sbi”:-

  • ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાની હાલની તેના કોર્પોરેટ વેબસાઇટ “sbi.co.in માંથી 'bank.sbi' તરીકે રિબ્રાન્ડ કરી રહી છે.
  • નવું ડોમેન નામ “bank.sbi” એ સૌથી વધુ ડોમેન પ્રોટોકલ જેનરિક ટોપ લેલ ડોમેન (gTLD) તરીકે ઓળખાય છે.
  • આ સાથે, gTLD વાપરનાર SBI ભારતની પ્રથમ બેન્કિંગ સંસ્થા બની જે પોતાની ઓનલાઇન હાજરી અને તેના ગ્રાહકોને સુરક્ષા અને ખાતરીનો એક વિશિષ્ટ અનુભવ પૂરો પાડશે.
  • gTLD સંસ્થાને પોતાના કોર્પોરેટ નામને વેબ્સાઈટ તરીકે ઉચ્ચ સ્તરે ઓળખ આપે છે.

India has been world’s largest importer of major arms – SIPRI report:-

  • Stockholm International Peace Research Institute (SIPRI)ના નવા રીપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ભારત મોટા હથીઆરો આયાત કરનાર વિશ્વનો સૌથી મોટો દેશ છે.
  • ભારત, જે મોટાભાગના હથિયારો રશિયા પાસેથી મેળવે છે જે હથિયારોની વૈશ્વિક આયાતના 13 % છે.
  • SIPRI ના માટે અમેરિકા પણ હથિયારોના આયાતમાં ઉપર છે.


Kerala Government to start Anti-Corruption Induction Training compulsory for government officials
  • કેરલ સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે Anti-Corruption Induction Training ફરજીયાત કરવામાં આવી છે.
  • આ પ્રકારની ટ્રેનીગ દેશની પ્રથમ ટ્રેનીંગ છે. અને આ ટ્રેનીંગના અભ્યાસક્રમમાં સુશાસન, કરપ્સન વિરોધી કાયદો અને કરપ્સન ઘટાડવાના ઉપાયોનો સમાવેશ થાય છે.


A famine declared in South Sudan:-

  • દક્ષિણ સુદાનમાં ત્રણ વર્ષ સુધી ચાલેલા આંતરિક યુધ્ધના પરિણામે ત્યાના 1 લાખથી પણ વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે જેના કારણે ત્યાં દુકાળ (ખોરાકની ખુબ જ અછત) જાહેર કરી દેવામાં આવ્યો છે.
  • યુએન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે હજુ 10 લાખ લોકો દુકાળની અણી પર છે.
  • આ દુકાળ 2011 ના સોમાલિયાના દુકાળ પછી પ્રથમ વખત જાહેર કરાયો છે. સોમાલિયાના દુકાળ દરમ્યાન 25 લાખ લોકો મુત્યુ પામ્યા હતા.


Union Government launches SAATHIYA Resource Kit and SAATHIYA SALAH mobile app for adolescents:-

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK)ના  ભાગ તરીકે કિશોરો માટે સાથીયા રિસોર્સ કીટ અને સાથીયા સલાહ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે.
  • આ કીટ અને એપ્લિકેશન RKSK પ્રોગ્રામ હેઠળ સમાવવામાં આવેલ શિક્ષકો (સાથીયાઓ)ને મદદ કરશે.
  • સાથીયાઓ કિશોર આરોગ્ય સેવાઓની માંગ ઉભી કરવા અને તેમને તેની ઉંમર મુજબ સ્વાસ્થ્ય અંગે જ્ઞાન આપવા ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
  • જરૂરિયાત
  • ભારત વિશ્વમાં સૌથી વધુ 253 મીલીયન કિશોરો ધરાવે છે. તેમનું આરોગ્ય અને સુખાકારીને અગ્રતા આપવી પડે કારણ કે તેઓ દેશના અર્થતંત્રની સૌથી મોટી અને અગત્યની મૂડી છે.
  • Key Facts
  • રિસોર્સ કીટ United Nations Population Fund (UNFPA) અને Population Foundation of India (PFI) દ્વારા વિકસાવવામાં આવી છે.
  • આ કીટમાં i) Activity Book, ii) Bhranti-Kranti Game, iii) Question-Answer Book and iv) Peer Educator Diary નો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • તે કેળવણીકારોને કિશોર આરોગ્યની મહત્વની માહિતી સાથે રજુ કરે છે જે ગ્રામ્ય કક્ષાએ કિશોરો સાથે જોડીને માહિતીનું આદાન પ્રદાન કરશે.
  • વધુમાં, “સાથીયા સલાહ” મોબાઈલ એપ્લિકેશન કિશોરોને માહિતીનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને તે ટોલ-ફ્રી સાથીયા હેલ્પલાઇન જે ઈ-કાઉન્સેલર તરીકે કાર્ય કરશે.
  • રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) વિશે:-
  • આ કાર્યક્રમ દેશના કિશોરોના આરોગ્ય અને વિકાસની જરૂરિયાત માટે જાન્યુઆરી, 2014માં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવ્યો હતો.
  • RKSK કિશોરો માટે છ વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ ઓળખાવે છે:
  • (i) પોષણ, (ii) સેક્શુઅલ અને રિપ્રોડક્ટિવ સ્વાસ્થ્ય (SRH), (iii) બિન સંચારી રોગો (NCD), (iv) પદાર્થનો દુરુપયોગ, (v) ઇજાઓ અને હિંસા (લિંગ આધારિત હિંસા સહિત) અને (vi) માનસિક સ્વાસ્થ્ય.
  • આ કાર્યક્રમના અમલીકારના માર્ગદર્શન માટે UNFPA સાથે મળીને National Adolescent  Heaalth Strategy બનાવવામાં આવી છે.
  • આ વ્યૂહરચના 10-14 તથા 15-19 વર્ષના તમામ વય જૂથના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે શાળા અને શાળાની બહારના, શહેરી અને ગ્રામીણ, પરણિત અને અપરણિત સ્ત્રીઓ અને પુરુષોને આવરી લે છે.


[ads-post] 
Government announce expansion of rotavirus vaccine under Universal Immunisation Programme in 5 states:-

  • Universal Immunisation Programme (UIP) અંતર્ગત રોટાવાઈરસ રશી વધારાના બીજા પાંચ રાજ્યોમાં પણ આપવામાં આવશે. આ રાજ્યો તમિલનાડું, ત્રિપુરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસામ છે.
  • આ જાહેરાત પ્રથમ વખત ચાર રાજ્યોના 38 લાખ બાળકોને આપવામાં આવી છે જેમાં હરિયાણા, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઓડીશા નો સમાવેશ થાય છે.
  • રોટાવાઈરસ એ 2 વર્ષથી નાની ઉમરના બાળકોમાં ડાયેરિયા(ઝાડા) નું કારણ બને છે અને તે ભારતમાં બાળકોનાં મૃત્યુ પાછળનું એક મોટું કારણ છે.
  • તે અંદાજીત 78,000 બાળકોનાં મૃત્યુનું કારણ બને છે. ૩૨ લાખ બાળકોને ડોક્ટર ની મુલાકાત લેવા મજબુર કરે છે અને 9 લાખ બાળકોને દવાખાનામાં દાખલ કરવા પડે છે.
  • દવાખાનામાં દાખલ કરવા પડતા બાળકોમાં લગભગ 40 % બાળકોને રોટાવાઇરસ નાં લીધે દાખલ કરવા પડે છે તેમાં ઘટાડો થશે.
  • oral rehydration solution (ORS), ઝીંક સુપ્લીમેન્ટેશન (બહારથી ઝીંક ની દવાઓ આપવી), સ્વચ્છતા, ખોરાક પહેલા હાથ ધોવા જેવી વિવિધ સાવચેતીઓથી મૃત્યુ અને રોગિષ્ઠ મનોવૃત્તિ ને ઘટાડી બાળકોમાં ડાયેરિયાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • રોટાવાઇરસ એ Reoviridae પરિવારનો ડબલ-સ્ટાનડર્ડ ધરવતો વાયરસ છે.
  • તે 11 મહિનાથી નાના બાળકોમાં moderate-to-severe diarrhoea (MSD) નું કારણ બને છે ને 5 વર્ષથી નાનાં બાળકોના મૃત્યુનું કારણ બને છે.
  • ટ્રાન્સમીશન (ફેલાવો) : આ વાયરસ નો ફેલાવો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રદુષિત પાણી અને ખોરાક થી  બેક્ટેરિયા અને બીજા અન્ય રીતે થાય છે.
  • સ્વાસ્થ્ય પર અસર : તે gastroenteritis( જઠરમાં બળતરા અને ઉલટી) થાય છે અને ટે નાના આંતરડા ને પણ નુકસાન પહોંચાડે છે અને બાળકોના વિકાસને રૂંધે છે આ ઉપરાંત તે બાળકોમાં માનસિક વિકાસમાં અડચણ ઉત્પન્ન કરે છે.
  • UIP (Universal Immunisation Programme) : આ પ્રોગ્રામ અંતર્ગત 11 જીવલેણ રોગોની વિરુદ્ધમાં દેશભરમાં બાળકોને વિનામૂલ્યે રસી આપવામાં આવે છે.
  • આ રોગોનું નામ નીચે મુજબનું છે.
  • Tuberculosis, Pertussis, Diphtheria, Tetanus, Hepatitis B, Polio, Pneumonia and Meningitis due to Haemophilus Influenzae type b (Hib), Measles, Rubella, Rotavirus diarrhoea and Japanese Encephalitis (JE).
  • (Rubella, JE and Rotavirus vaccine are given in selected states and districts)

National Biodiversity Congress – 2017 held in Kerala:-

  • નેસનલ બાયોડાયવર્સીટી કોંગ્રેસ-2017 (NCB-2017) નું આયોજન કેરલ માં કરવામાં આવ્યું.
  • આ કોંગ્રેસ નું આયોજન કેરલ ની રાજધાની થીરુવનન્તપુરમ માં કરવામાં આવ્યું. આ આયોજન કેરલ સ્ટેટ બાયોડાયવર્સીટી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
  • NBC દેશની ખુબજ અગત્યની ઇવેન્ટ છે. તેનો મુખ્ય હેતુ કોઈપણ આયોજનની ક્રિયાને ક્ષેત્રિય ધોરણે પુરાવા આધારિત  અધ્યયન નાં અનુસાર ટેકો આપવાનું છે.
  • આ વર્ષની થીમ : “Mainstreaming Biodiversity for Sustainable Development”
  • આ આયોજન દરમિયાના પ્રદર્શન, કોન્ફરન્સ, ક્ષમતા નિર્માણ વર્કશોપ ઉપરાંત બાળકોની બાયોડાયવર્સીટી કોંગ્રેસ નું પણ આયોજન છે.


International Mother Language Day – 21st February:-

  • આ દિવસ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીનાં દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેને 17 મી વખત ઉજવવામાં આવશે.
  • આ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ એ છે કોઈ પણ વ્યક્તિ દ્વારા તેની ભાવનાઓને દર્શાવવામાં તેની માતૃભાષા ખુબજ અગત્યની છે. કોઈપણ દેશની માતૃભાષા ટે દેશની આઝાદીની ખુબજ અગત્યની નિશાની છે.
  • 2017 નાં વર્ષની થીમ : Towards Sustainable Futures through Multilingual Education
  • આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવા માટેની શરૂઆત 2007 સંયુક્ત રાષ્ટ્ર ની સામાન્ય સભા નાં ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. અને તેને ત્યારબાદ દરવર્ષે ઉજવવામાં આવે છે.
  • આ ઠરાવમાં આ દિવસ ઉજવવાનો હેતુ રજુ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વભરમાં લોકો દ્વારા બોલવામાં આવતી અલગ-અલગ ભાષાઓનું જાળવણી અને રક્ષણ કરવું.
  • United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) દ્વારા નવેમ્બર 1999માં પ્રથમ વખત તેની ઘોષણા કરવામાં આવી હતી.
  • IMLD એ બાંગ્લાદેશ માં ખુબજ અગત્યટા ધરાવે છે જ્યાં 1952 માં પૂર્વી-પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) માં ઉર્દુ ભાષાને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી હતી અને બેન્ગાલી ભાષાને બાજુ પર કરવામાં આવી આમ  તેનાં વિરોધમાં ઢાકા યુનિવર્સીટી માં રહેલા વિદ્યાર્થીઓ અને તજજ્ઞો અને ક્રાંતિકારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેને ભાષા આંદોલન પણ કહેવામાં આવે છે અને પાકિસ્તાન આર્મી દ્વારા દયાહીન રીતે આંદોલનકારીઓની હત્યા અને દમન કરવામાં આવ્યું.
  • આમ આ અંદોલન ને ભાષા આંદોલન પણ કહેવામાં આવે છે.


Lt. Gen. Herbert Raymond McMaster appointed as new National Security Advisor of US:-

  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે લેફ્ટનન્ટ જનરલ હર્બર્ટ રેમન્ડ મેકમાસ્ટરની નિમણૂક કરી છે.
  • હાલમાં, તેઓ આર્મી ક્ષમતાના ઇન્ટીગ્રેશન કેન્દ્રના નિયામક તરીકે સેવા આપે છે.
  • તેમની નિમણુંક માઈકલ ફ્લાયનની જગ્યાએ કરવામાં આવી છે.


Iran – Military exercise Grand Prophet 11:-

  • ઈરાનના ક્રાંતિકારી ગાર્ડ દ્વારા એક લશ્કરી કવાયત “ગ્રાન્ડ પ્રોફેટ 11 દરમ્યાન આધુનિક સ્માર્ટ અને અદ્યતન રોકેટ લોન્ચ કરવામાં આવ્યું.
  • ત્રણ દિવસની આ કવાયત ઈરાનના કેન્દ્રીય રણમાં યોજાઈ હતી.
  • આ પરીક્ષણમાં, 100 કિમી કરતા વધુ રેંજ ધરાવતી તેમજ Fajr-3, Fajr-4 અને Fajr-5 જે 100 કિમી કરતા ઓછી રેંજ ધરાવે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • આ ટેસ્ટ અગાઉની બેલીસ્ટીક મિસાઈલના ટેસ્ટ દરમ્યાન અમેરિકાની નોટીસ મળવા છતાં કર્યું હતું.


Microsoft announced strategic cloud partnership with Flipkart:-

  • સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા  ફ્લિપકાર્ટ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
  • આ ભાગીદારી હેઠળ Flipkart પોતાની જાહેર કલાઉડ કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મ માટે Microsoftનું Azure નો ઉપયોગ કરશે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.