Test drill conducted for first undersea bullet train in India:-
- આજે પ્રથમ વખત ભારતમાં દરિયાની નીચે બુલેટ ટ્રેન માર્ગને બનાવવા માટે ટેસ્ટ ડ્રીલ શરૂ કરવામાં આવી.
- આ 7 કિમી નો દરિયાની નીચેનો માર્ગ એ 508 કિમી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો ભાગ છે.
- આ કોરિડોરમાં અંદાજીત 1 લાખ કરોડનો ખર્ચ થશે જેમાં કેટલાય જમીનની નીચેની સુરંગ અને અન્ડરવોટર પાસ હશે.
Hindi novelist Ved Prakash Sharma passed away
recently:-
- લોકપ્રિય હિન્દી નવલકથાકાર વેદ પ્રકાશ શર્માનું 62 વર્ષની ઉંમરે નિધન થયું.
- તેમની ગણના દેશમાં સૌથી વધુ વેચાતી વાર્તાઓના લેખકોમાં થાય છે અને તેમની નવલકથાઓ ‘દહેજ મે રિવોલ્વર’, ‘દુલ્હન માંગે દહેજ’, અને ‘વિધવા કા પતિ’ જેવા અનન્ય ટાઈટલને કારણે વિખ્યાત હતી.
- શ્રી શર્માએ પોતાની 14 વર્ષની ઉંમરે લખાણની શરૂઆત કરી હતી.
- તેમની પ્રખ્યાત ‘વર્ધીવાલા ગુંડા’ 1993માં પ્રકાશિત થઇ હતી જેની લગભગ 8 કરોડ કોપીઓ વેચાઈ હતી.
- તેમને 176 નવલકથાઓ અને 6 ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી હતી.
Bengali singer Banasree Sengupta passed away
recently:-
- બંગાળી ગાયક બનાશ્રી સેનગુપ્તાનું લાંબી માંદગી બાદ 71 વર્ષની ઉંમરે નિધન થયું.
- તેણીએ 1966થી ઘણા બધા સદાબહાર રોમેન્ટિક ગીતોનું રેકોર્ડીંગ કર્યું હતું.
- તેમણે હિન્દી, બંગાળી, આસામી અને ઉડિયા ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.
- તેણીના સંગીતની કદર કરતા પશ્ચિમ બંગાળ સરકારે તેને સંગીત સન્માન 2012 અને મહાસંગીત સન્માન 2013 આપ્યો હતો.
Khajuraho Dance Festival held at Khajuraho
Temple in Madhya Pradesh:-
- વિશ્વ પ્રખ્યાત ખજુરાહો ડાન્સ ફેસ્ટીવલના 44મી આવૃત્તિ મધ્ય પ્રદેશના છતરપુર જીલ્લામાં આવેલ પ્રખ્યાત ખજુરાહો મંદીર ખાતે યોજાઈ.
- તહેવારની આ આવૃત્તિમાં પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય નૃત્યકો પ્રદર્શન કરશે. તેમાં કથક. કુચીપુડી, ભરતનાટ્યમ અને મોહિનીઅટ્ટમ જેવા રંગબેરંગી અને તેજસ્વી ભારતીય નૃત્યોના પ્રદર્શનનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત આ તહેવાર દરમ્યાન કળા મેળો અને પ્રદર્શન પણ રાખવામાં આવશે.
- ખજુરાહો મંદીર હિંદુ અને જૈન મંદિરોનું એક જૂથ છે જેનું બાંધકામ ઈ.સ. પૂર્વે 950 અને 1950 ની વચ્ચે ચંડેલ વંશ દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે.
Navsari (Gujarat) becomes biggest producer of Sapota
(Chikoos) in India:-
- ગુજરાતનો નવસારી જીલ્લો ભારતમાં સૌથી વધુ ચીકૂનું ઉત્પાદન કરતો જીલ્લો બની ગયો છે. નવસારી બાદ તામિલનાડુનો દિંડીગુલ જીલ્લો આવે છે. ત્રીજા અને ચોથા ક્રમે ક્રમશ: કોલાર (કર્નાટક) અને જુનાગઢ (ગુજરાત) આવે છે.
- રાજ્ય પ્રમાણે ગુજરાતનો ક્રમ ચીકુના ઉત્પાદનમાં કર્નાટક પછી બીજા ક્રમે આવે છે.
- નિષ્ણાત કહેવા પ્રમાણે નવસારીની ગરમ અને ભેજવાળી આબોહવા તેને ચીકુના વાવેતર માટે શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.
- નવસારીમાં ચીકુનું વાવેતર આખું વર્ષ થાય છે.
Gujarat Government
creates High level Empowered Committee for Land allocation to the Industries:-
- ગુજરાત સરકારે 8મી વાઈબ્રન્ટ પરીસદમાં તથા અગાઉની પરીસદોમાં MOU કરાયેલા ખાનગી પ્રોજેક્ટ્સ માટે તથા અન્ય કેન્દ્રિય પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવવા , પ્રોજેક્ટનું ઝડપી અમલ કરવા તેમજ મોનીટરીંગ કરવા મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની કમિટીનું ગઠન કર્યું છે.
- આ કમિટીમાં કુલ નવ સભ્યો છે. મહેસુલ વિભાગના નાયબ સચિવ સમિતિના સભ્ય સચિવ તરીકે કામગીરી બજાવશે.
- આ સમિતિએ નવા તથા પ્રગતિ હેઠળના ચાવીરૂપ પ્રોજેક્ટ્સ બાબતે નીતિ વિષયક માર્ગદર્શન પૂરું પડવાનું રહેશે.
Road Transport and Highway Ministry to be start
Uniform Accident Recording System for recording and reporting of accident:-
- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા રોડ અકસ્માતની માહિતીનાં રેકોર્ડિંગ અને રીપોર્ટીંગ માટે નવી પદ્ધતિ અપનાવવા માટે સુચન કર્યું.
- યુનિફોર્મ એકસીડન્ટ રેકોર્ડીંગનું ફોર્મેટ વિકસિત દેશો પાસેથી લેવામાં આવ્યું છે. આ પદ્ધતિ મુજબ આ માહિતી તમામ રાજ્ય પોલીસ વિભાગને આપવામાં આવે છે અને વાર્ષિક અકસ્માત ડેટા તૈયાર કરવામાં આવે છે.
- નવી પદ્ધતિ વિષે: નવી પદ્ધતિ મુજબ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ, પોલીસ અને બીજી એજન્સી દ્વારા ફક્ત ડ્રાઈવર પર દોષ ઢોળવાનાં બદલે અન્ય બીજા પાસાઓ જેવા કે રોડની હાલત, દ્રશ્યતા, સિગ્નલ અને હવામાન વગેરે જેવી બાબતો કે જે અકસ્માત નું પહેલું કારણ બને છે તેને પણ ધ્યાનમાં લેવા.
- તપાસ કરનાર સત્તાધારકે (અધિકારીએ) અકસ્માત સાથે સંકળાયેલ પાંચ મુખ્ય બાબતોને ધ્યનમાં લેવાની રહેશે.
- આ પાંચ મુદ્દા માં વાહનની માહિતી, અકસ્માતનું સ્થાન,હવામાન ની સ્થિતિ, ભોગ બનનાર ની માહિતી અને દુર્ઘટના ની પ્રકૃતિ.
- આ નવી પદ્ધતિ ની સલાહ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ, IIT નાં પ્રોફેસરો અને WHO નાં કેટલાય તજજ્ઞો મારફતે બનાવેલી ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
- ભારતમાં પ્રતિદિન 1374 રોડ અકસ્માત થાય છે જેમાં 400 લોકોનું મૃત્યુ થાય છે.
- બીજી રીતે કહીએ તો દર કલાકે 57 અકસ્માત થાય છે જેમાં પ્રતિકલાક 17 લોકોનું મૃત્યુ થાય છે.
Gujarat Assembly passes Gujarat Aadhar Bill,
2017:-
- ગુજરાત વિધાનસભા દ્વારા Gujarat Aadhaar (Targeted Delivery of Financial and Other Subsidies, Benefits and Services) Bill, 2017 પસાર કરવામાં આવ્યું.
- આ બીલ પસાર થવાથી રાજ્ય સરકારને વિવિધ સબસિડી,સહાય અને તમામા પ્રકારનાં લાભ ની વહેંચણી સંપૂર્ણ પણે આધાર નંબરને ધ્યાનમાં લઈને કરવામાં આવશે.
- આધાર નંબરના પરિણામે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય જે-તે નિયત કરેલા લાભાર્થી સુધીજ પહોંચશે.
- આ સહાય RTGS અથવા ચેક દ્વારા આપવામાં આવશે.
- પસાર કરવામાં આવેલ બિલને કેન્દ્ર આધાર અધિનિયમ કે જેને સંસદ દ્વારા 2016 માં પસાર કરવામાં આવ્યો હતો તેના મુજબનું છે.
Union Ministry
of Textile and Ministry of Social
Justice & Empowerment signed MoU for welfare of Handicraft Artisans
belonging to SC:-
- અનુસુચિત જાતિના કારીગરો (શિલ્પી,વણકર અને અન્ય) નાં આર્થિક વિકાસ અને કલ્યાણ માટે કેન્દ્ર સરકારનાં કાપડ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય વચ્ચે મંત્રણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે.
- આ મંત્રણા પર કાપડ મંત્રાલય વિકાસ કમિશ્નર(હસ્તકલાના) અને સામાજિક ન્યાય મંત્રાલયના National Scheduled Castes Finance and Development Corporation (NSFDC-CPSU) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
NATO plan to
build Anti-terrorism Headquarters in Italy:-
- NATO દ્વારા ઈટાલીમાં આતંકવાદી વિરોધી મુખ્યાલય (anti-terrorism headquarters) બનાવવાની યોજનાને મંજુરી આપવામાં આવી છે. જેનું મુખ્ય કાર્ય યુરોપમાં ફેલાતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવાનું અને તેને અટકાવવાનું છે.
- આ મુખ્યાલય ઈરાક અને લીબિયા જેવા દેશોની સરકારને પણ માહિતી પૂરી પાડશે.
- નાટો નાં સેક્રેટરી જનરલ તરીકે હાલમાં Jens Stoltenberg કાર્યરત છે.
Today, Statehood
Day of Arunachal Pradesh and Mizoram
- અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ દ્વારા આજે રાજ્યત્વ(Statehood) દિનની ઉજવણી કરવામાં આવશે.
- બંને રાજ્યો 1987નાં રોજ બન્યાં હતા. આ પહેલા તેઓ કેન્દ્રશાષિત પ્રદેશના ભાગ તરીકે હતા.
“Break the Bloody
Taboo” campaign start at Govt. Schools in Delhi by Sachchi Saheli NGO:-
- દિલ્હીમાં સચ્ચી સહેલી NGO દ્વારા 70 સરકારી શાળાઓમાં છોકરીઓ/મહિલાઓમાં માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અને બાળકીઓને જાગૃત કરવાં માટે “Break the Bloody taboo” કેમ્પેન કરશે.
Shurhozelie
Liezietsu elected as new Chief Minister of Nagaland:-
- રવિવારે નાગાલેંડના મુખ્યમંત્રી પદેથી ટી.આર. ઝેલીઆંગ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
- ત્યારબાદ આજે નેશનલ પીપલ્સ પાર્ટીનાં પ્રમુખ Shurhozelie Liezietsu ને નવાં મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
Sarah Al Suhaimi
appointed as new CEO of Saudi Stock Exchange:-
- સાઉદી સ્ટોક એક્ષચેન્જ દ્વારા સારાહ અલ સુહૈમી (જે હાલમાં ઇન્વેસ્ટમેન્ટ બેંક NCB કેપિટલ નાં CEO) છે ) ની નિમણુક પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કરી છે.
- તેઓ પ્રથમ મહિલા છે જેમણે દેશના આટલાં મોટા નાણાકીય સંસ્થા નાં પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.
SpaceX
successfully launched its Dragon Spacecraft:-
- એલોન મુસ્ક દ્વારા શરૂ કરવામાં આવેલ અવકાશી શોધખોળ માટેનાં સ્ટાર્ટઅપ SpaceX દ્વારા સફળતા પૂર્વક પ્રક્ષેપિત કરવામાં ડ્રેગોન સ્પેસક્રાફ્ટ દ્વારા નાસા આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અંદાજીત 2,500kg નાં વજનનાં કાર્ગો ને પહોંચાડવામાં આવશે.
- માઈક્રોગ્રેવિટીનાં અભ્યાસ માટે આ માટે તેન્બી સાથે MRSA સુપરબગને પણ મોકલવામાં આવેલ છે.
- આ માટે ઉપયોગમાં લેવામાં આવેલ લોન્ચપેડ નો ઉપયોગ નાસા દ્વારા પ્રથમ વખત ચંદ્ર પર માણસ ને મોકલવા માટે કરવામાં આવ્યો હતો.
Milind Soman
successfully completed 517.5 km Ultraman Florida Challenge:-
- અભિનેતા અને મોડેલ મિલિન્દ સોમને અલ્ટ્રામેન ફ્લોરિડા ચેલેન્જ કે જેને વિશ્વની સૌથી કઠણ (સહનશક્તિ) વાળી દોડ કહેવામાં આવે છે જેમાં અંદાજીત 517.5 કિમી લાંબુ અંતર કાપવાનું હોય છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
Amitabh Bachchan
and Ratan Tata offered fund to cancer survivor Neelam Kumar’s comic book:-
- અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગકાર રતન ટાટાએ કેન્સરમુક્ત થનાર નીલમ કુમારની કોમિક બુક કે જેમાં સફળતાપૂર્વક કેન્સર જેવાં રોગમાંથી મુક્તિ મેળવનાર લોકોની વાર્તા છે તેનાં માટે ફંડ આપવાની તૈયારી બતાવી.
Government
launched OR (Quick Response) code based payment system “BharatQR”:-
- ભારત સરકાર દ્વારા આજે ક્વિક રિસ્પોન્સ (QR) કોડ પર આધારિત પેમેન્ટ સોલ્યુસન “ભારતQR” ની શરૂઆત કરી જેનાથી કાર્ડ ને સ્વાઇપ કર્યા વગર કેસલેસ ચુકવણી કરી શકાશે.
- ભારતQR ને માસ્ટરકાર્ડ, વિસા અને રૂપેય દ્વારા સાથે મળીને બનાવવામાં આવેલ છે.
- અહી ગ્રાહક ભારતQR કોડ નું સ્કેનીગ કરીને સીધું તેનું પેમેન્ટ વેપારીને કરી શકશે.
- હાલમાં ભારતQR ને ICICI બેંક અને HDFC બેંક ની પોકેટ એપ માં સામેલ કરવામાં આવેલ છે.
Maximum withdrawal
limit form saving account increased to Rs. 50000
- આજથી બચતખાતામાં અઠવાડીયમાં પૈસા ઉપાડવાની મર્યાદા ને 24000 રૂપિયાથી વધારીને 50000 કરવામાં આવેલ છે.
- 13 માર્ચ બાદ આ મર્યાદા સંપૂર્ણપણે દુર કરવામાં આવશે.
Cash purchase of
jewellery exceeds Rs. 2 lakh will attract 1% TCS:-
- 1 લી અપ્રીલથી, જો રૂપિયા 2 લાખ કરતા વધુની જ્વેલરી રોકડેથી ખરીદવામાં આવે તો તેના પર 1 % Tax Collected at Source ભરવો પડશે. રોકડેથી જ્વેલરી ખરીદવાની લીમીટ પહેલા રૂપિયા 5 લાખ હતી.
- જો નાણાકીય ખરડો, 2017 પસાર થઇ જાય તો જ્વેલરીને સામાન્ય માલ તરીકે ગણવામાં આવશે.
- આ નિર્ણય સરકારે અગાઉના 3 લાખથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતીબંધના નિર્ણયને આધારે લીધો છે.
Virat Kohli
becomes first Indian athlete to sign a deal worth above Rs. 100 Cr.:-
- વિરાટ કોહલી 100 કરોડથી મોટી ડીલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ (રમતવીર) બનશે. આ ડીલ તે Puma સાથે કરશે.
- આ ડીલ પર હસ્તાક્ષર કરવાની સાથે જ તે ઉસૈન બોલ્ટ, અસાફા પોવેલ, થીએરી હેન્રી સાથે Pumaનો વૈશ્વિક એમ્બેસેડર બનશે.
Shahid Afridi
announced retirement from T-20 International Cricket:-
- પાકિસ્તાન નાં ભૂતપૂર્વ કપ્તાન શાહિદ આફ્રીદી દ્વારા આજે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ ની જાહેરાત કરી છે અને આ સાથે તેને 21 વર્ષની કારકિર્દી બાદ સન્યાસ લીધેલ છે.
Mohammad Nabi
becomes first Afghan cricketer to join IPL:-
- IPL માં જોડાનાર મોહમ્મદ નાબી અફધાનીસ્થાનની ટીમમાંથી IPL માં ભાગ લેનાર પ્રથમ ખેલાડી બનશે.
- નાબી સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમમાં રમશે.
Post a Comment