Union Government made Aadhaar mandatory for
University students to avail scholarship:-
- કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે આધાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
- આ પગલું લેવાનો મુખ્ય ધ્યેય સિસ્ટમમાં પારદર્શકતા લાવવા અને લાભાર્થીઓને અનુકુળ અને ખામીરહિત સીધો લાભ આપવાનો છે.
- આ ઉપરાંત, એક આધાર પ્રૂફને કારણે બીજા અનેક જુદાજુદા ઓળખના દસ્તાવેજો રજુ કરવાની જરૂર રહેતી નથી.
- આધાર એક 12 આંકડાનો યુનિક નંબર છે, જે વ્યક્તિગત વસ્તી વિષયક અને બાયોમેટ્રિક માહિતી સાથે જોડાયેલ છે.
‘Science Express’ train to spread climate change
awareness:-
- ક્લાઈમેટ એક્શન સ્પેશિયલ ટ્રેન “Science Express” ને સમગ્ર દેશમાં આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવાવા માટે લીલી ઝંડી આપવામાં આવી.
- આ રેલવે, પર્યાવરણ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયોનો સંયુક્ત પ્રયાસ છે.
- 16 ડબ્બાની આ ટ્રેનનો પ્રવાસ 7 મહિનાનો છે, જે સમગ્ર દેશના 68 સ્ટેશનોને આવરી લે છે.
- આ ટ્રેનના આઠ કોચ માહિતી, જાતિ અભ્યાસ અને આબોહવા પરિવર્તન વિવિધ પાસાંઓ સંબંધિત સામગ્રી માટે સમર્પિત છે.
South Indian Bank wins award for Technical
Security Practices:-
- સાઉથ ઇન્ડિયન બેન્કને પોતાની Information Security Management System (ISMS) માટે ISO 27001:2013 નું સર્ટીફીકેટ આપવામાં આવ્યું.
- આ સર્ટીફીકેશન પ્રક્રિયામાં British Standard Institute દ્વારા ISO 27001 હેઠળ IT ના ડોમેઈનના વિવિધ કાર્યોનું વ્યાપક ઓડીટ કરવામાં આવે છે.
- આ એવોર્ડ SIBનું ટેકનોલોજી માળખું અને પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય ધોરણો અને સુરક્ષા ના શ્રેષ્ઠ પ્રયત્નો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- ISMS એ સંસ્થાની સંવેદનશીલ માહિતીની વ્યવસ્થિત વ્યવસ્થા કરવા માટેની સુયોજિત નીતિઓ અને પ્રક્રિયાઓ છે.
Lata Mangeshkar
honoured with Legendary Award of 2017:-
- મેલોડી ક્વીન લતા મંગેશકરનું 'લિજેન્ડરી એવોર્ડ' 2017ના Brand Laureate અવાર્ડ વડે સન્માન કરવામાં આવ્યું.
- તેને આ એવોર્ડ હિન્દી ફિલ્મ સંગીત માટે તેના પુષ્કળ યોગદાન બદલ મળ્યો.
- The Brand Laureate Awards વિશ્વ કક્ષાએ બ્રાન્ડીંગ માં સિદ્ધિ બદલ વ્યક્તિઓ અથવા કંપનીઓને આપવામાં આવે છે.
- 2012માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ભારતીય સિનેમામાં તેમના ફાળા માટે સુપ્રસિદ્ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Cloud Seeding project to be start by Maharashtra Government:-
- મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2017 માં વરસાદ ની ઘટને પૂરી કરવા માટે રૂપિયા 250 કરોડના ખર્ચે ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવશે.
- આ પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણ વૈજ્ઞાનિકો હવાઈજહાજ દ્વારા પશ્ચિમઘાટ માં આવેલ સોલાપુર જીલ્લો કે જે વર્શાછાયા નાં ભાગમાં આવેલ હોવાથી ત્યાં વરસાદ ઓછો થાય છે ત્યાં રસાયણ નો છંટકાવ વાદળ પર કરવામાં આવશે.
- આ પ્રથમ નિયંત્રિત કાર્યક્રમ હશે કે જે અંતર્ગત વાદળ રહેલ ભેજ પાણી નાં બુંદ જેટલું આકાર લઇ શકે અને વરસાદ ની માફક વર્ષા થાય.
- આ કાર્યક્રમ નું કાર્યન્વન Indian Institute of Tropical Meteorology કરવામાં આવશે.
- આ પ્રોગ્રામમાં એરક્રાફ્ટ દ્વારા સિલ્વર આયોડાઈડ અને સુકા બરફને 100 વાદળ પર છાંટવામાં આવશે અને તેમને બીજા અન્ય 100 અન્ય વાદળ કે જેમના પર આ છંટકાવ નથી કરવામાં આવ્યો તેમની સાથે તુલના કરવામાં આવશે.
- કુત્રિમ વર્ષા કેવી રીતે થાય છે?
- (1) આ પ્રક્રિયામાં સૌપ્રથમ વાદળ પર સિલ્વર આયોડાઇડ અને સુકા બરફનો છંટકાવ કરવામાં આવશે.
- (2) આ રસાયણ વાદળમાં રહેલ ભેજ ને થીજવવામાં મદદ કરશે.
- (3) આ પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ નાના કણો પાણીની વરાળને પ્રવાહી સ્વરૂપમાં સ્થાયી થવા માટે આશ્રય સ્થાન આપશે.
- (4) આ કણો ઠંડા અને મોટા બનતા તે પાણીનાં બુંદ(વર્ષા) અથવા બરફ સ્વરૂપે જમીન તરફ પ્રયાણ કરશે.
[ads-post]
NRAI gets highest
rating from WHO for Vaccine Regulation:-
- વેક્સીન (રસી) નાં નિયંત્રણ માટે ભારતની સંસ્થા NRAI (National Regulatory Authority of India) ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ને સૌથી વધારે રેટિંગ આપવામાં આવ્યું.
- આ રેટિંગ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા NRAI ની કાર્યપ્રણાલી અને સતર્કતા નાં આધારે WHO NRA Global Benchmarking Tool દ્વારા આપવામાં આવે છે.
- ભારત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ખુબજ અગત્યતા ધરાવે છે અને ભારતને ફાર્માસી ઓફ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ભારત ખુબ મોટા પ્રમાણમાં વેક્સીનનું ઉત્પાદન કરીને સંયુક્ત રાષ્ટ્રની વિવિધ એજન્સીઓ જેવીકે WHO, યુનિસેફ અને PAHO ને પૂરી પાડે છે.
- આ રેટિંગ મેળવતા પહેલા સંસ્થા પાસે અગાઉથી જ આકરણી કરવાની જરૂર પડે છે.
- WHO નાં જીનીવા મુખ્યાલય અને ભારત સ્થિત WHO ઉપરાંત અન્ય તજજ્ઞો અનુસાર થયેલ અનુકરણ નાં અંતે ભારત પરિપકવતાનાં સ્તર -4 પર રહ્યું હતું. અને આ સ્તર 5 કાર્યો ને આધારે થયેલ સર્વેક્ષણ અનુસાર સૌથી ઊંચું સ્તર પ્રાપ્ત કર્યું હતું.
- NRAI : NRAI માં રાજ્ય અને કેન્દ્ર સ્તર પર ઘણા વિભાગો છે જેમાંથી અમુક નીચે મુજબના છે.
- Central Drugs Standard Control Organisation (CDSCO)
- State Drug Regulatory Authorities
- Adverse Events Following Immunization (AEFI)
- Pharmaco-vigilance Programme of India (PvPI)
ISRO successfully test Indian made GSLV Mark-3:-
- ISRO દ્વારા ભારતનું સૌથી મોટું ભારતમાં જ બનેલું GSLV Mark-3 માટેનું ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીન નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- આ પરીક્ષણ તીરુનેલ્વેલી જીલ્લાના મહેન્દ્ર્ગીરી (તમિલનાડુ) ખાતે 10 મિનિટ સુધી કરવામાં આવ્યું હતું.
- C25 એ ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી શક્તિશાળી અપર સ્ટેજ એન્જીન છે જે પ્રવાહી ઓક્સીજન અને પ્રવાહી હાઈડ્રોજન દ્વારા ચાલે છે અને આ બળતણ ને -253 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને ચલાવવામાં આવે છે.
- ક્રાયોજેનિક એન્જીન એ ખૂબ જ જટિલ એન્જીન છે જેને હાલમાં અમુક જ દેશો જેવાકે રશિયા,અમેરિકા,ફ્રાંસ,ચીન,જાપાન અને ભારત જેવા દેશોજ ધરાવે છે.
- આ C25 ક્રાયોજેનિક એન્જીન ની મદદથી ઈસરો 4 ટન વજનનાં ઉપગ્રહને ભૂસ્થીર કક્ષામાં (Geosynchronous Transfer Orbit) કે જ્યાં ઉપગ્રહ પૃથ્વીના પરિભ્રમણ સાથે પૃથ્વીની આસપાસ ચક્કર લાગાવે છે.
- ક્રાયોજેનિક એન્જીન એ ખૂબ જ જટિલ એન્જીન છે જેને હાલમાં અમુક જ દેશો જેવાકે રશિયા,અમેરિકા,ફ્રાંસ,ચીન,જાપાન અને ભારત જેવા દેશોજ ધરાવે છે.
- આ પરીક્ષણ આ એન્જીનને ઉપયોગ માં લેતા પહેલાનું અંતિમ પરીક્ષણ હતું અને એપ્રિલ-2017 માં તેનો ઉપયોગ કરવામાં આવશે.
- GSLV Mark -3 રોકેટ એ GSLV Mark-2 ની જગ્યા લેશે જેને પ્રથમ વખત 2001 માં PSLV કરતાં વધારે વજનનાં ઉપગ્રહને અવકાશમાં છોડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
Indian
Coast Guard Ship (ICGS) AYUSH was commissioned at Kochi:-
- ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ (ICGS) આયુષ ને વાઈસ એડમાઈરલ એ.આર. કાર્વે (Flag Officer Commanding-in- Chief, Southern Naval Command) દ્વારા કાર્યરત કરવામાં આવ્યું.
- ICGS આયુષ એ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ 20 જહાજોમાનું છેલ્લું ફાસ્ટ પેટ્રોલ જહાજ (Vessels) છે.
Indian Railway Minister Suresh Prabhu will attend
Nepal Infrastructure Summit 2017:-
- ભારતના રેલ્વેમંત્રી સુરેશ પ્રભુ એ નેપાળની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી.
- આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ નેપાળમાં Confederation of Nepalese Industries (CNI) દ્વારા આયોજિત Nepal Infrastructure Summit 2017 ની શરૂઆતમાં પ્રવચન આપ્યુ.
- તેઓને આ આમંત્રણ નેપાળના રાષ્ટ્રપતિ શ્રીમતી બીધ્યા દેવી ભંડારી અને વડાપ્રધાન પુષ્પા કમલ દહલ (પ્રચંડ) દ્વારા આપવામાં આવ્યું હતું.
2nd International Women’s Trade Expo
at Kathmandu in Nepal:-
- આજે નેપાળના કાઠમાંડૂ માં બીજા International Women's Trade Expo નું આયોજન કરવામાં આવ્યું.
- આ એક્ષ્પો માં દક્ષિણ એશિયામાં ભારત સહીત ની મહિલા સાહસિકો ભાગ લેશે.
- પાંચ દિવસ ચાલનારા આ એક્ષ્પો નું ઉદઘાટન નેપાળના નાયમ રાષ્ટ્રપતિ નંદ બહાદુર પુન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન Federation of Women's Entrepreneurs of Nepal (FWEAN) દ્વારા કરવામાં આવ્યું હતું.
- Federation of Women's Entrepreneurs of Nepal (FWEAN) એ નેપાળમાં મહિલા સાહસિકો નું સૌથી મોટું સંગઠન છે.
- આ એક્ષ્પો નાં આયોજન નું મુખ્ય કારણ મહિલા સાહસિકો ને પ્રોત્સાહન આપવું અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવી.
- આ એક્ષ્પો ની થીમ : “Work Together, Win Together”
South Asian Speakers’ Summit at Indore (MP)
attend by Sumitra Mahajan:-
- લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા 2 દિવસની 'Achieving Sustainable Development Goals (SDG)' માટેની South Asian Speakers' Summit નો સુભારંભ ઇન્દૌર ખાતે કરવામાં આવ્યો.
- આ સમીટ માં વિવિધ દેશોનાં સંસદના અધ્યક્ષ ભાગ લેશે. જેમાં પાકિસ્તાન અને મ્યાનમાર દ્વારા ભાગ લેવામાં આવ્યો નહતો.
- આ સમીટ નાં અંતે “ઇન્દોર ડિક્લેરેશન” ને પસાર કરી સ્વીકારવામાં આવશે.
Former Member of Parliament Jambuvantrao Dhote
passed away recently:-
- નાગપુરના ભૂતપૂર્વ સાંસદ જામ્બુવંતરાઓ ધોતે (78) કે જેમણે “વિદર્ભ નાં સિંહ” તરીકે પણ ઓળખવામાં આવે છે નું નિધન થયું.
- તેઓ 1972 માં લોકસભા માં ચૂંટાઈ આવ્યા હતા અને તેઓ અલગ વિદર્ભ રાજ્યના પ્રબળ હિમાયતી હતા.
Post a Comment