Current Affairs 16/02/2017

FSSAI appoints panel for Food Fortification:-

  • Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા એક પેનલની રચના કરવામાં આવી છે.
  • આ પેનલ ભારતમાં સામાન્ય અને ખાસ જૂથો ને ધ્યાનમાં રાખીને સમતોલ અને પોષક આહારમાં રહેલી માઈક્રો-પોષકતત્વોની ઉણપ અભ્યાસ કરશે.
  • આ 11 સભ્યોની સમિતિ પોતાના અભ્યાસ બાદ ભારતમાં આહારમાં રહેલી સમતોલ અને પોષક ની ઉણપ ને દુર કરવાનાં જરૂરી પગલાઓનું સુચન કરશે.
  • Food Fortification :- આ એક એવી પ્રક્રિયા છે જેમાં આહારમાં માઈક્રો-પોષકતત્વો અને વિટામીનની ઉણપ હોય તેને આહારમાં સામેલ કરવામાં આવે છે. જેથી શરીરને જરૂરી તમામ પ્રકારનાં પોષકતત્વો અને વિટામીન જરૂરી માત્રામાં મળી રહે.
  • ફૂડ ફોર્ટીફીકેશનનાં પરિણામે રોજીંદા આહાર લેવાની ટેવો અને પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. તેમાં આહારનાં કોઈ ગુણધર્મો માં ફેરફાર કરવાની જરૂર પડતી નથી અને સામાજિક-સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય છે અને તેનાથી ટૂંકા સમયગાળામાં લોકોનાં સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે આ ઉપરાંત તે સસ્તું અને સુરક્ષિત પણ છે.
  • FSSAI :ભારતમાં  ખાદ્યસુરક્ષા ને લગતી બાબતોમાં નિયમન અને નિરીક્ષણ કરીને લોકોનાં સ્વાસ્થ્ય નું જતન અને રક્ષણ કરનારી મુખ્ય સ્થાયી એજન્સી છે. તેની સ્થાપના  Food Safety and Standards Act, 2006  અંતર્ગત થઇ હતી અને  સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા તેને ચલાવવામાં આવે છે.


Union Government approves bill to extends Collection of Statistics Act, 2008 to the state of Jammu-Kashmir
  • કેન્દ્ર સરકાર દ્વારા કલેક્શન ઓફ સ્ટેટીસ્ટીક અધિનિયમ-2008 ની સત્તાનો વધારો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સુધી વધારવાનાં ખરડાને મંજુરી આપી.
  • આ સુધારાની નોંધ ભારતનાં બંધારણનાં સાતમી યાદીમાં કેન્દ્રયાદી લિસ્ટ-1 અને સંયુક્ત યાદી લિસ્ટ-૩ માં સુધારો કરવામાં આવશે ઉપરાંત જમ્મુ અને કાશ્મીર નાં બંધારણ માં બંધારણીય આદેશ,1954 માં સુધારો કરવામાં આવશે.
  • આ અધિનિયમ બનવાથી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં માહિતી એકઠી કરવાની પ્રક્રિયા મજબુત બનશે.
  • આ અધિનિયમ રાજ્યના 1954 નાં આદેશ અંતર્ગત નાં આવતી બાબતો માં જમ્મુ અને કાશ્મીરના બંધારણ સુધી તેનું કાર્યક્ષેત્ર વધારવામાં આવશે.
  • Collection of Statistics Act, 2008 : આ અધિનિયમ સંસદ દ્વારા આર્થિક,સામાજીક, વસ્તી-વિષયક, વૈજ્ઞાનિક અને પર્યાવરણ સાથે સંકળાયેલ બાબતોની માહિતી નાં ડેટા ને એકત્રિત કરવાનું છે. આ કાયદો અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય તમામ રાજ્યોને લાગુ પડતો હતો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્ય દ્વારા રાજ્યના જમ્મુ અને કાશ્મીર કલેક્શન ઓફ સ્ટેટીસ્ટીક એક્ટ, 2010 પસાર કરવામાં આવ્યો હતો જેનું કાર્યક્ષેત્ર આખા રાજ્યમાં લાગુ પડતું હતું.
  • પરંતુ આંકડાવિષયક બાબતો સંયુક્ત યાદીનો વિષય છે આથી ફક્ત કેન્દ્ર કે ફક્ત રાજ્ય તેમાં સુધારો કરી શકે નહિ .આ ઉપરાંત સંયુક્ત યાદી નાં તમામ વિષયો જમ્મુ અને કાશ્મીર નાં બંધારણીય (જમ્મુ અને કાશ્મીર રાજ્ય) આદેશ 1954 તથા બધાજ રાજ્યોને લાગુ પડે છે.


Government starts TAMRA Portal and Mobile Application for mining activity:-

  • સરકાર દ્વારા TAMRA પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેસન ની શરૂઆત કરવામાં આવી.
  • ખાણ મંત્રાલય (Ministry of Mines) દ્વારા ખાણ ની બાબતોમાં પારદર્શિતા અને વૈધાનિક મંજુરી મેળવવા માટે Transparency, Auction Monitoring and Resource Augmentation (TAMRA) પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન ની શરૂઆત કરવામાં આવી.
  • GDPમાં માઈનીંગ નો હિસ્સો બમણો કરવા અને વ્યાપાર કરવાની લવચિકતા (Ease of Doing Business) નાં ભાગ હેઠળ મોટાભાગની ખનીજ સંપત્તિ ધરાવતા 12 રાજ્યમાં આ એપ્લીકેશન ની શરૂઆત કરવામાં આવી છે.
  • આ પોર્ટલ અને એપ્લીકેશનથી રાજ્ય મુજબ, તાલુકા મુજબ અને ખનિજ મુજબની હરાજીની માહિતી મળી રહેશે.
  • આ પારસ્પરિક જોડાવાનું પ્લેટફોર્મ છે જેનાથી માઈનીંગ બ્લોકનાં વૈધાનિક મંજુરી વિશેની માહિતી રસ દાખવતાં લોકોને જરૂરી માહિતી ઝડપથી પારદર્શી રીતે પહોંચાડશે.
  • અમુક સંજોગોમાં જો વૈધાનિક મંજુરી મેળવવામાં જો અડચણ ઉત્પન્ન થશે તો તે જવાબદાર અધિકારીનો સંપર્ક સાધશે અને જરૂરી પગલાં ભરવા વિશે જણાવશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા TAMRA પોર્ટલ પર જરૂરી મજુરી નું સ્ટેટસ પર બતાવવામાં આવશે.


Jean-Pierre Lacroix appointed as new Secretary-General of UN peacekeeping Operations:-

  • તેઓ Herve Ladsous ની જગ્યા લેશે જે માર્ચ 2017 માં 6 વર્ષની સેવા પૂરી કાર્ય બાદ નિવૃત્તિ લેશે.
  • Lacroixનો પોતાના પદ પરનો સમયગાળો 1 વર્ષનો રહેશે.
  • હાલમાં તેઓ ફ્રાન્સના વિદેશ મંત્રાલયના UN ખાતેના ડીરેક્ટર છે.


Annual Cobra Gold Exercise commenced in Thailand:-

 આ આર્મી અભ્યાસ થાઈલેન્ડના ચોન્બુરી ખાતે શરુ કરવામાં આવ્યો.
  • આ અભ્યાસની યજમાની અમેરિકા અને થાઈલેન્ડ બંને સાથે મળીને કરી છે.
  • આ અભ્યાસ એશિયાની સૌથી મોટી બહુરાષ્ટ્રીય ડ્રીલ છે.
  • આ વખતે 29 દેશોના 8300 કરતા પણ વધારે જવાનો ભાગ લેશે.


Indian Seed Congress 2017 held in Kolkata:-

  • આ વખતની Indian Seed Congress પશ્ચિમ બંગાળના કલકત્તામાં યોજાશે.
  • આ વખતની થીમ :- “Seed of Joy”
  • તે નવી ટેકનોલોજી તથા ટેકનોલોજી વિકાસ અને પરિચય માટે અવરોધો પર ચર્ચા કરશે.
  • તે બિઝનેસનો સારો વિકાસ કરવા માટે નવી ઉત્પાદન શ્રેણી, સેવાઓ અને નેટવર્કનું પ્રદર્શન કરશે.


Nature Heritage Festival of UNESCO started at Himachal Pradesh:-

  • The UNESCO (United Nations Educational Scientific and Cultural Organization) દ્વારા બે દિવસીય Nature Festival નું આયોજન હિમાચલ પ્રદેશના કુલ્લુ જીલ્લાના સાઈરોપા ખાતેના ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કમાં શરુ કરવામાં આવ્યો છે.
  • આ ફેસ્ટીવલની શરૂઆત ભારતની વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ સાથે મળીને કરવામાં આવી.
  • ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા 2014 થી વિશ્વ વિરાસત જગ્યામાં સામેલ કરવામાં આવ્યું છે.


Union Cabinet gives permission to start Food Legumes Research Platform (FLRP) in Madhya Pradesh
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની યુનિયન કેબીનેટ દ્વારા શિહોર, મધ્યપ્રદેશનાં અમ્લાહા ખાતે Food Legumes Research Platform (FLRP) ની સ્થાપના માટેની મંજુરી આપવામાં આવી આ ઉપરાંત તેનાં અન્ય બે પેટા કેન્દ્રો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ ઉભા કરવામાં આવશે.
  • આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંધના United Nations (Privileges and Immunities) Act, 1947 ની ધારા-૩  હેઠળ તેને આંતરરાષ્ટ્રીય સ્ટેટસ પણ કેન્દ્ર કેબિનેટ દ્વારા આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વતી આ સાહસ ને આગળ વધારવા માટેની જરૂરી સત્તા ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (DARE) ને આપવામાં આવી છે.
  • ખાદ્ય સુરક્ષામાં ઉત્પન્ન થતાં પડકારોને પહોંચી વળવા માટે International Centre for Agricultural Research in Dry Areas (ICARDA) અંતર્ગત FLRPની વ્યવસ્થા કરવામાં આવશે.
  • તેનાં અતર્ગત International Centre for Agricultural Research in Dry Areas (ICARDA) ની બહુ-વિષયક વૈજ્ઞાનિકો નું જૂથ જમીનની પાક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પશુધન વધારવા માટેનાં જરૂરી પગલાઓ ભરશે.
  • ખાદ્ય સુરક્ષાને લગતી વિવિધ સમસ્યાઓ ને ધ્યાનમાં લેતાં તેનાં સમાધાન માટે જરૂરી સંશોધન માટે બહારનાં વૈજ્ઞાનિકોની મદદ મળી રહેશે.
  • International Centre for Agricultural Research in Dry Areas (ICARDA) : આ બિન-નફાકારક ખેતી-વિષયક સંગઠન છે જે સુકા વિસ્તારમાં સંશાધનોનાં અભાવ ધરાવતાં વિસ્તારમાં લોકોની આજીવિકા વધારવા માટે પ્રયાસરત છે.જેની સ્થાપના 1977 માં થઇ હતી.
  • આ નવાં પાકોની જાતો, કૃષિ સંવર્ધન, જળ સંચય, નવી ઉત્પાદન પ્રણાલી અને પશુધન સંવર્ધન, પાકની ફેર-બદલી વગેરે જેની બાબતોને મહત્વ આપે છે.
  • ICARDA એ નવાં સંશોધનો અને બદલાતાં જળવાયું સામે સ્થિતિસ્થાપક ટેકનોલોજી જેવી કે સુકા વિસ્તારમાં ધાન્ય ઉત્પાદન પ્રણાલી જેવી બાબતોનો ખુબ સારો રેકોર્ડ ધરાવે છે.


Union Cabinet clears merger of SBI with its subsidiary banks:-

  • કેબિનેટ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને તેની પાંચ સહયોગી / પેટા બેંકો સાથે વિલય કરવાનું નક્કી કર્યું.
  • આ પાંચ સહયોગી / પેટા બેંકો સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ પટીઆલા, સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ ત્રાવાન્કોર છે.
  • આ ઉપરંત કેબિનેટ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(સહયોગી બેંક) અધિનિયમ,1959 અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અધિનિયમ,1956 ને રદ્દ કરવાની પરવાનગી આપી હતી.

[ads-post] 
Scientist mapped 3-dimensional molecular structure of Epta Protein:-

  • વેસ્ટર્ન યુનિવર્સીટી ઓફ ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ એન્ટીબાયોટીક્સની વિરુદ્ધ સુપરબગ્સ માટે શિલ્ડ (ઢાલ)ની માફક વર્તતા Epta પ્રોટીનનાં ત્રિ-પરિમાણીય (થ્રી-ડાયમેન્સનલ) આણ્વીય સંરચનાને ઓળખી કાઢેલ છે.
  • Epta પ્રોટીન એ બેક્ટેરિયાને આશ્રય આપીને એક કરતાં વધારે દવાઓની (એન્ટીબાયોટીક્સ) અને માનવ રોગપ્રતિકારક તંત્રનાં વિરુદ્ધમાં કાર્ય કરે છે.  
  • આ પ્રોટીનનાં બંધારણને સમજવા માટે X-ray crystallography ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • Epta પ્રોટીન એ સંક્રમણની વિરુદ્ધમાં વપરાતી છેલ્લી એન્ટીબાયોટીક (colistin):- તેને બધા જ એન્ટીબાયોટીકમાં સંક્રમણ સામે રક્ષણ પાડતું છેલ્લી એન્ટીબાયોટીક કહેવામાં આવે છે અને તે અમુક પ્રકારો બેક્ટેરિયાને પણ નિષ્ક્રિય કરી નાખે છે.
  • આ શોધ નું મહત્વ :- આ શોધ ખૂબ જ મહત્વની એ માટે છે કે તેનાથી દવાઓની અસર નાબુદ કરતા સુપરબગ્સ ની સામે નવી દવાઓનાં શોધમાં મદદરૂપ બનશે. આમ આ શોધ થયા બાદ સુપરબગ્સનાં એન્ટીબાયોટીક્સને નિષ્ક્રિયતા સામે લડવા માટેના ખુલ્લા પડકારને પાર પાડી શકાય છે અને તેને સુપરબગ્સ સામે લડવા માટેનું વિશ્વનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે.


70th Raising Day celebrated by Delhi Police:-

  • દિલ્હી પોલીસ દ્વારા આજે 70 મો Raising Day ની ઉજવણી કિંગ્સવે કેમ્પ ખાતે કરવામાં આવી.
  • 16 ફેબ્રુઆરી(1948) ને દિલ્હીના પહેલા IG D. W. મેહરા નાં સન્માનમાં Raising Day તરીકે ઉજવવામાં આવે છે.


Bihar Government ban on government employees to consuming Alcohol
  • બિહાર સરકાર દ્વારા આજે સરકારી કર્મચારીઓનાં રાજ્ય સેવા નિયમોમાં ફેરફાર કરીને સરકારી કર્મચારીઓને રાજ્યમાં આલ્કોહોલ નાં સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
  • આ પહેલા સેવા નિયમોમાં ફક્ત ડ્યુટીમાં રહેલા કર્મચારી પરજ આલ્કોહોલ લેવા પર પ્રતિબંધ હતો પરંતુ હવે કર્મચારી સેવા પર હોય કે નાં હોય તે આલ્કોહોલ નું સેવન કરી શકશે નહિ.
  • આ પગલું ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં રાજ્યમાં લગાવેલ દારૂબંધી બાદ લેવામાં આવ્યું છે.


Government take initiative to provide pre-loaded SIM cards to foreign tourists arriving on e-Visa:-

  • કેન્દ્ર સરકાર દ્વારા ઈ-વિઝા પર આવનારા વિદેશી પર્યારકોને પ્રિ-લોડેડ સીમકાર્ડ આપવાની પહેલની શરૂઆત કરવામાં આવી છે.
  • આ સાહસનું આયોજન સરકાર દ્વારા ચાલતી કંપની BSNL અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે.
  • આ સીમકાર્ડ માં 50 રૂપિયાનું ટોકટાઈમ અને 50 MB ઈન્ટરનેટ અગાઉથીજ આપવામાં આવશે અને સીમકાર્ડ ને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ટુરીસ્ટ લોકો ત્વરિત સેવા મેળવી શકે.


Vikas Swarup appointed as High Commissioner of India to Canada:-

  • વિદેશી બાબતોનાં મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપની નિમણુક કેનેડાના નવાં હાઈ-કમિશ્નર ઓફ ઇન્ડિયા તરીકે નિમણુક કરવામાં આવી.
  • તેઓ 1986 થી IFS અંતર્ગત સેવા બજાવી રહ્યા છે અને તેમણે ઓસ્કાર વિનીંગ ફિલ્મ સ્લમડોગ મીલીઓનર માટેની પ્રેરણા મળી ટે બુક “Q & A” લખેલી છે.


Edappadi K Palanisamy was today sworn in as the Tamil Nadu Chief Minister by Governor:-

  • AIADMK નાં પ્રમુખ શશીકલા નટરાજન દ્વારા તમિલનાડુ નાં નવા મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદગી એદાપ્પદી કે પાલાનીસામી પર ઉતારી છે જેનાં પગલે તેમણે રાજ્યપાલ વિદ્યાસાગર રાઓ પાસે ૩૦ કેબીનેટ મંત્રી સાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
  • તેમને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.


Matt Idema appointed as Chief Operating Officer of WhatsApp:-

  • ફેસબુક દ્વારા ખરીદવામાં આવેલ WhatsApp દ્વારા 2009 માં તેની શરૂઆત બાદ પ્રથમ વખત Matt Idema ને Chief Operating Officer (COO) તરીકે નિમણુક કરવામાં આવી છે.


AIIMS, New Delhi won Centre’s Kayakalp Award for maintaining high standards of Sanitation:-

  • કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલમાં ઉચ્ચ પ્રકારની સ્વચ્છતા અને સફાઈ માટે ધોરણો જાળવવા બદલ કેન્દ્રનો કાયાકલ્પ એવોર્ડ AIIMS (All India Institute of Medical Sciences), New Delhi ને આપવામાં આવ્યો.
  • શિલોંગ માં આવેલ North Eastern Indira Gandhi Regional Institute of Health and Medical Sciences ને બીજો નંબર અને ચંડીગઢ માં આવેલ  PGIMER ને ત્રીજો નંબર આપવામાં આવ્યો છે.


4th Yash Chopra Memorial Award to be hand over to Shahrukh Khan:-

  • 25 ફેબ્રુઆરીના રોજ આયોજીત કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેત્રી રેખા દ્વારા અભિનેતા શાહરૂખ ખાનને ચોથો યસ ચોપરા મેમોરીયલ એવોર્ડ આપવામાં આવશે.


India's foodgrain production is expected to rise by 8.1% from last year:-

  • ભારતનું અનાજનું ઉત્પાદન ગયા વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે 271.98 મિલિયન ટન સાથે 8.1% વધારે રહેશે.
  • ચાલુ વર્ષે ચોમાસું સારું રહેતા અનાજનાં ઉત્પાદન માં વધારો નોંધાયો છે. ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષની સાપેક્ષે 96.64 મિલિયન ટન સાથે 4.7 % વધારે નોંધાયું છે.


TATA Motors signed agreement with Microsoft to develop Cloud Connected Cars:-

  • ટાટા મોટર્સ દ્વારા આજે ભારતની પ્રથમ ક્લાઉડ-કનેક્ટેડ સ્માર્ટ કાર્સને વિકસાવવા માટે ટેકનોલોજીમાં મોટું નામ ધરવતા માઈક્રોસોફ્ટ સાથે કરાર કર્યા.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.