Aero India 2017 starts at Yelahanka in Bengaluru:-
- આંતરરાષ્ટ્રીય એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયા ની 11 મી દ્વિવાર્ષિક આવૃત્તિ, બેંગલુરુ શહેરમાં Yelahanka ખાતેના એર ફોર્સ સ્ટેશનમાં કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પરિકર દ્વારા શરૂ કરવામાં આવ્યું.
- આ પાંચ દિવસના પ્રદર્શનનું આયોજન Defence Exhibition Organization (DEO) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
- આ પ્રદર્શનમાં 51 દેશોની 279 કંપનીઓ અને ભારતની 270 કંપનીઓ ભાગ લેશે.
- પ્રથમ વખત ચીનના પાંચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ આ પ્રદર્શનમાં ભાગ લે છે.
Gujarat Narmada Valley Fertilizers &
Chemical Limited (GNFC) Township at Bharuch declared India’s first cashless
township:-
- નીતિ આયોગ દ્વારા ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝાર & કેમિકલ લીમીટેડની ભરૂચ ખાતેની ટાઉનશીપને ભારતની પ્રથમ કેશલેસ ટાઉનશીપ જાહેર કરી.
- આ ટાઉનશીપમાં રહેતા લગભગ 10000 લોકોએ પેમેન્ટસ કરવા માટે ડીજીટલ માધ્યમનો ઉપયોગ શરુ કર્યો છે.
- આ ટાઉનશીપમાં આવેલ રેસ્ટોરાં, ફ્લોર મિલ, રિટેલ આઉટલેટ, લોન્ડ્રી શોપ, પાન અને ઠંડા પીણાની દુકાનો, કોલેજો, શાળાઓ, રમતગમત અને મનોરંજન ક્લબ દ્વારા કેશલેસ સોદા માટે POS મશીનો રાખવામાં આવ્યા છે.
Nilesh Shivji Vikamsey appointed as new President
of ICAI:-
- નીલેશ શિવજી વિકામ્સેયની વર્ષ 2017-18 માટે The Institute of Chartered Accountant of India (ICAI)ના નવા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી.
- આ નિમણુંક પહેલા તેઓ આ સંસ્થાના ઉપ-પ્રમુખ હતા. નવીન એન. ડી. ગુપ્તાની નિમણુંક ઉપ-પ્રમુખ તરીકે કરવામાં આવી.
- તેઓ 1985થી ICAI ના સભ્ય છે.
- ICAI ભારતની કાનૂની વ્યાવસાયિક એકાઉન્ટિંગ સંસ્થા છે. તેની દરેક બાબતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949 અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સ, 1988 ની જોગવાઈઓ અનુસાર એક સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
- આ કાઉન્સિલમાં કુલ 32 ચૂંટાયેલા સભ્યો અને 8 નિમણુંક પામેલા સભ્યો હોય છે.
Sandeep Jajodia appointed as new President of
ASSOCHAM:-
- સંદીપ જજોડિયાની ઉધોગ ચેમ્બર ASSOCHAM (Associated Chambers of Commerce of India)ના નવા પ્રમુખ તરીકે કરવામાં આવી.
- તેણે સુનીલ કનોરીયાની જગ્યા લીધી. સંદીપ જજોડિયા Monnet Ispat & Energy Ltd.ના CMD છે.
- ASSOCHAM ભારતનું સર્વોચ્ચ વ્યાપાર મંડળ છે. તે ભારતમાં વેપાર અને વાણીજય પ્રત્યે રૂચી દર્શાવે છે.
- તે નીતિઓને લગતા મુદ્દાઓ અને નવા પગલાઓ પર ઉદ્યોગ, સરકાર અને અન્ય સંબધિત પક્ષકારો વચ્ચે ઇન્ટરફેસ તરીકે પણ કામ કરે છે.
e-Prison project launched by Jammu & Kashmir Government
- જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અટકાયતીઓને અશાંતિ દરમ્યાન શાંત રાખવા માટે રાજ્યના જેલ કેદીઓની ગણતરી રાખવા ઈ-જેલ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો.
- આ પ્રોજેક્ટ રાજ્યના જેલ વિભાગને માહિતી પ્રક્રિયામાં થતો વિલંબ ટાળવા અને બધી જેલને અસરકારક રીતે સંચાલિત કરવા માટે મદદરૂપ થશે.
- આ પ્રોજેક્ટ હેઠળ પરમ તબક્કામાં રાજ્યની 25 જેલોની સાથે એક કેન્દ્રીય જેલ અને એક પેટા જેલને ડીજીટાઇસ કરવામાં આવશે.
- બીજા તબક્કામાં આ પ્રોજેક્ટ બધી જેલો અને જેલ મુખ્ય મથક, ટેલિ-મેડીકેશન અને જેલોમાં ઈ-કોર્ટ વચ્ચે વિડીયો કોન્ફરન્સીંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Department of Atomic Energy plans to
store Uranium stock which is found in Meghalaya:-
- મેઘાલયમાં મળેલા યુરેનિયમના મોટા ભંડારને ભારતમાં પરમાણુ શક્તિ નાં ઉત્પાદન માટે જરૂર પડતા બળતણ તરીકે સંગ્રહ કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE) દ્વારા યોજના બનાવવમાં આવેલ છે.
- નોર્થ-ઇસ્ટ નાં રાજ્યોમાં દોમિઆસીઅત, લોસ્તોઈન, વાહ્ક્ય્ન વગેરે સ્થળોની આજુબાજુ વિપુલ માત્રા માં યુરેનિયમ મળી આવ્યું છે.
- ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)નાં યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા દોમિઆસીઅત વિસ્તારમાં મળતાં યુરેનિયમના ભંડારનાં કાર્યન્વન માટે Kylleng Phendengsohiong Mawthabah (KPM) Uranium Mining Project ની શરૂઆત કરેલ છે.
- યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL) એ જાહેર ક્ષેત્રની ભારતમાં યુરેનિયમનાં માઈનીગ અને પ્રોસેસિંગ માટેની ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE) હેઠળ કાર્ય કરતી કંપની છે. જેની સ્થાપના 1967 માં કરવામાં આવી હતી. તે આંધ્રપ્રદેશ અને ઝારખંડ ક્ષેત્રમાં આવેલ જદુગોરા,ભાટીન,નર્વાપાહાર, તુરમદિહ, અને બંદુહુરંગ ક્ષેત્રમાં હાલમાં કાર્યરત છે.
Reliance Defence and Engineering Limited
(RDEL) signed “Master Ship Repair Agreement (MSRA)” with America:-
- અનીલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડ (RDEL) દ્વારા અમેરિકી નેવીના જહાજોનાં રિપેર અને જાળવણી માટેની “માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ (MSRA)” કરાર કરવામાં આવ્યો છે.
- આ સાથેજ RDEL એ ભારતની ખાનગી અથવા જાહેર એમ બંને ક્ષેત્રની US મિલીટરી ને લોજીસ્ટીક સપોર્ટ પૂરી પાડનારી પ્રથમ કંપની બની ગઈ છે.
- આ કરાર અંતર્ગત અમેરિકી નાં સાતમી નૌસેના ની ટુકડી કે જે હિન્દ મહાસાગર કાર્ય કરે છે અને તેની ઉપરાંત 100 જેટલા જહાજોને પોતાની સેવા પૂરી પાડશે.
- આ યુદ્ધપોતો ને ગુજરાતનાં પીપાવાવ ખાતે RDEL નાં ખાનગી પોર્ટ પર મરમ્મત કરવામાં આવશે.
Survey of Boston Research Institute says
India’s Air Pollution is highest in the World
- તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં જણાય આવ્યું છે કે ભારતનું હવાનું પ્રદુષણ વિશ્વમાં સૌથી વધારે ભયજનક પ્રદુષણ ધરવતા ચીનનાં પ્રદુષણ કરતાં પણ આગળ વધી ગયું છે.
- આ રીપોર્ટ બોસ્ટન રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા અપાવામાં આવ્યો છે.
- ભયાનક હવાના પ્રદુષણને પરિણામે થતાં અકાલ મૃત્યુનો આંક ચીનમાં સ્થિર થાય ગયો છે પરંતુ ભારતમાં તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
- અંદાજીત 1.1 મિલિયન લોકો હવામાં રહેલ પાર્ટિક્યુલેટ(કાન) પદાર્થનાં પરિણામે દર વર્ષે મૃત્યુ પામે છે જે 1990 થી 2015નાં સમયમાં ભારતમાં પાર્ટિક્યુલેટ પદાર્થ નાં પરિણામે થતાં મૃત્યુમાં 50 % નો વધારો છે.
- વૈશ્વિક સર્વે અનુસાર દક્ષિણ એશિયામાં હવાનાં પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે જ્યારે અમેરિકા અને યુરોપમાં સુધારો નોંધાયો છે.
- ઉદ્યોગીકરણમાં 1990 બાદ અમેરીકા અને યુરોપમાં લેવાયેલા અગત્યનાં પર્યાવરણની જાળવણીનાં પ્રયાસોના પરિણામે હવામાં PM (પાર્ટિક્યુલેટ મેટર) પ્રદુષણમાં ઘટાડો થયો છે.
- અમેરીકામાં વાર્ષિક 27 % નો ઘટાડો PM (પાર્ટિક્યુલેટ મેટર)માં નોંધાયો છે જ્યારે યુરોપમાં પણ થોડાઘણે અંશે ઘટાડો નોંધાયો છે.
- પાર્ટિક્યુલેટ મેટર: પાર્ટિક્યુલેટ મેટર એટલે હવામાં રહેલા વાળની જાડાઈ ની આસપાસ નાં કણો જે મુખ્યત્વે ડીઝલ વાહનો, ઉદ્યોગો અને કુદરતી રીતે રેતી નાં કણો માંથી ઉત્પન્ન થાય છે.
- જેના પરિણામે સ્ટ્રોક, હદયરોગ, ફેફસાના રોગો, અસ્થમા, ન્યુમોનિયા થવાનો ભય રહે છે.
Supreme Court revealed that it is not
required to be stand up when the national anthem was played at a movie or a
documentary:-
- સર્વોચ્ચ અદાલત દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રગીત વખતે ઉભું થવું જરૂરી નથી જો તે કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રીમાં વગાડવામાં આવતું હોય.
- થોડા સમય પહેલા જ સર્વોચ્ચ અદાલત દ્વારા ફિલ્મ શરૂ થયા પહેલા રાષ્ટ્રગીત ને વગાડવાની સુચના આપી હતી.
Terrorist Commander Yehiya Sinwar
declared Prime Minister of Gaza by Terror Organization Hamas:-
- પેલેસ્ટાઇનનાં સુન્ની-ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન હમાસ દ્વારા આતંકવાદી કમાંડર યેહિયા સીન્વારને ગાઝાનો નવો વડાપ્રધાન જાહેર કરવામાં આવ્યો છે.
Gurbanguly
Berdymukhamedov re-elected as president of Turkmenistan:-
- તુર્કમેનિસ્તાનનાં હાલનાં રાષ્ટ્રપતિ તરીકે નવા 7 વર્ષના સમયગાળા માટે Gurbanguly Berdymukhamedov ચૂંટાઈ આવ્યા છે.
- Gurbanguly Berdymukhamedov દ્વારા રાષ્ટ્રપતિના સમયગાળાને પાંચ વર્ષ થી વધારીને 7 વર્ષ કરવામાં આવ્યો હતો.
Edappadi K
Palanisamy declared new leader of legislative party of AIDMK:-
- AIDMK નાં જરનલ સેક્રેટરી વી.કે. શશીકલા ને ચાર વર્ષની સજા થયા બાદ AIDMK નાં નવા ધારાકીય પાર્ટી લીડર તરીકે Edappadi K Palanisamy નું નામ જાહેર કરવામાં આવ્યું.
Jehan Daruvala
wins New Zealand Grand Prix 2017:-
- ભારતનાં યુવા રેસર જેહાન દારૂવાલાએ ન્યુઝીલેન્ડ ગ્રાન્ડ પ્રીક્ષ 2017 જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.
India to be host ITTF
World Tour Event at New Delhi:-
- ભારત પ્રથમ વખત નવી દિલ્હી ખાતે 16-19 ફેબ્રુઆરીના રોજ ITTF World Tour ઇવેન્ટનું આયોજન કરશે.
Post a Comment