Current Affairs 09/02/2017

India signed Space Agreement with Vietnam:-

  • કેન્દ્ર સરકાર દ્વારા ભારત-વિયેતનામ સ્પેસ કરારની જાણકારી આપવામાં આવી.
  • આ કરાર પર સપ્ટેમ્બર 2016માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • આ કરાર અંતર્ગત બંને દેશો વચ્ચે બહારના અવકાસી વિસ્તાર, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ શાંતિપૂર્વક કરવાં માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • આ કરાર અંતર્ગત પૃથ્વી પરના દેશો અંતર્ગત આવતી અવકાશ, સેટેલાઈટ રીમોટ સેન્સીંગ, ગ્રહો વિશેના સંશોધનનો ઉપયોગ આ હસ્તાક્ષર હેઠળ કરવામાં આવેલ છે.


Surgeon Raghu Ram gets B. C. Roy Award 2016:-

  • સર્જન રઘુ રામને 2016નો બી.સી. રોય એવોર્ડ આપવામાં આવ્યો.
  • ડૉ. પી. રઘુ રામ, Association of Breast Surgeons of India નાં પ્રમુખ  તરીકે કાર્ય કરે છે. આ એવોર્ડ  દર  વર્ષે રાષ્ટ્રપતિ  દ્વારા 1 જુલાય ડોક્ટર દિન નિમિત્તે આપવામાં આવે છે.
  • તેઓ આ એવોર્ડ મેળવનાર  આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના સૌથી નાના સર્જન છે. તેઓને બ્રેસ્ટ હેલ્થ કેર માં અગત્યની સેવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • આ એવોર્ડ મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિને આપવામાં આવતો સૌથી ઉંચો  એવોર્ડ છે.
  • આ એવોર્ડ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા  દ્વારા 1976 થી મહાન ફીજીસિયન અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. બિધન ચંદ્ર રોય ની યાદમાં આવે છે.


India and France signed MoU on Science & Technology and Research
  • કેન્દ્ર દ્વારા ભારત અને ફ્રાંસ વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિક અને સંશોધન બાબતે MoU પ્રસિદ્ધ કરવામાં આવ્યો
  • આ MoU ભારતનાં ઇન્ડિયન ટેકનોલોજી બોર્ડ (ITB) અને ફ્રાંસ વતી ફ્રાંસની જાહેર રોકાણ બેંક BPI ફ્રાન્સ ઉપરાંત ફ્રાંસનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
  • ટેકનોલોજી ડેવેલોપમેન્ટ બોર્ડ (TDB)
  • TDB એ ટેકનોલોજી ડેવેલોપમેન્ટ બોર્ડ અધિનિયમ 1995 અંતર્ગત સ્થાપવામાં આવેલ  સ્થાયી કંપની  છે.
  • તેમાં 11 બોર્ડ સભ્યો છે. આ સંસ્થાનાં મુખ્ય કાર્ય ભારતમાં એટલે કે દેશમાં બનાવેલ અગત્યની ટેકનોલોજીનું વ્યાપારીકરણ કરવાનો છે અને દેશભરમાં નવી ટેકનોલોજીને લાગુ કરવાં માટેનો છે.
  • તે વૈજ્ઞાનિક  સંશોધન અને વિકાસ હેતુ ઇન્ડસ્ટ્રીયલ સંસ્થાઓને આર્થિક સહાય 5% નાં વાર્ષિક દર પર આપે છે.


Central Government oppose the Report of Parliamentary Standing Committee on CBI:-
  • સંસદની સ્થાયી સમિતિના નવા રીપોર્ટમાં CBIનાં નિયમોમાં ફેરફાર કરવાના સુચનનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
  • સંસદની સ્થાયી સમિતિ દ્વારા CBI ને લાગુ પડતાં  દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ 1946 ને દુર કરવાનું સુચન કર્યું હતું.
  • DSPE એક્ટ અંતર્ગત CBI ને આપવામાં આવતી સત્તા અને પાવર બદલાતાં સમય સાથે બદલવાની જરૂર છે કે જે અપરાધને રોકવમાં, તપાસમાં અને કાર્યવાહીમાં ખુબ અગત્યનું કામ કરે છે.
  • સરકારના મત અનુસાર CBI માં કરવામાં આવતો સુધારો બંધારણના સમવાયી માળખાં સાથે સુમેળ સાધતો નથી.
  • સંસદ દ્વારા કરવામાં આવતો સુધારો એ બંધારણમાં આવેલ સાતમી અનુસૂચી નાં લિસ્ટ-2 આવેલ એન્ટ્રી-2 કે જે રાજ્યો અંતર્ગત આવે છે તેની સાથે ટકરાવ થાય છે .
  • આ પ્રકારનાં કેસમાં CBI ને તપાસ માટે આપવામાં આવતી સત્તા એ રાજ્યોની પોલીસ સાથે ટકરાય છે.
  • CBI વિષે ટૂંકમાં માહિતી
    • CBI એ તપાસ માટેનું સંગઠન છે. જે બિન-બંધારણીય અને બિન-સ્થાયી સંસ્થા છે.
    • તેની સ્થાપના 1941 માં ખાસ પોલીસ અંતર્ગત કરવામાં આવી હતી. અને તેને 1963 માં હાલનું ચાલુ નામ આપવામાં આવ્યું હતું.
    • મુખ્યમથક :દિલ્હી
    • સિદ્ધાંત: Industry, Impartiality, Integrity.
    • તેને Delhi Special Police Establishment Act, 1946 સત્તા આપવામાં આવેલ છે.
    • તેની પ્રશાસનિક કાર્યવાહી Department of Personnel and Training (DoPT), Ministry of Personnel અંતર્ગત આવે છે.


Reserve Bank to set up separate Enforcement Department:-


  • RBI દ્વારા અલગથી એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટની રચના કરવામાં આવશે.
  • RBI દ્વારા બેંકો પર નિગરાની રાખવા અને બેંક દ્વારા કરવામાં આવતાં નિયમો નાં ઉલ્લંઘન પર નજર રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
  • આ ડીપાર્ટમેન્ટ 1 એપ્રિલ 2017 થી કાર્ય કરવાનું શરૂ કરશે. આ ડીપાર્ટમેન્ટ નું મુખ્ય કાર્ય બેંકો દ્વારા કરવામાં આવેલ નિયમોના ઉલ્લંઘન પર કરવામાં આવતા દંડ પર ધ્યાન આપશે.
  • હાલમાં બેંક દ્વારા કરવામાં આવતાં નિયમોના ઉલ્લંઘન પર  દંડ અને પેનલ્ટી પર નક્કી કરવાનું કામ  નોન-બેન્કિંગ અને બેન્કિંગ સુપરવિઝન નાં વિભાગો દ્વારા કરવામાં આવે છે.
  • આ એન્ફોર્સમેન્ટ વિભાગ બેંક પર નાખવામાં આવેલ દંડ પર કેન્દ્રીય વિભાગ તરીકે કાર્ય કરે છે અને ટે RBI ને બેંકોનાં કામકાજનો  નાં રેકોર્ડ રાખવામાં મદદરૂપ બનશે.

[ads-post]
UK’s House of Commons passed resolution for Brexit Process:-

  • UK નાં હાઉસ ઓફ કોમન્સ દ્વારા Brexit પ્રક્રિયા શરૂ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જેથી UKનાં વડાપ્રધાન થેરેસા મેય આધિકારીક રીતે Brexitની પ્રક્રિયા શરૂ કરી શકે.
  • આ પ્રક્રિયા હોઉસ ઓફ કોમન્સ દ્વારા પસાર કર્યા બાદ તેને આ મહિનાના અંત સુધીમાં હાઉસ ઓફ લોર્ડ્સને રજુ કરવામાં આવશે.


Google starts first Wi-Fi project (Google Station) in Pune:-

  • ગુગલ દ્વારા પ્રથમ વખત આખા શહેરમાં (સિટી-વાઈડ) વાઈ-ફાઈ પ્રોજેક્ટ કે જેને ગુગલ સ્ટેશન કહેવામાં આવશે તેની શરૂઆત પુણેમાં કરવામાં આવશે.
  • આ પ્રોજેક્ટ માટે 150 કરોડની ડીલ પુણે સ્માર્ટ સિટી ડેવેલોપમેન્ટ કોર્પોરેશન સાથે ગુગલે IBM, લાર્સન એન્ડ ટર્બો , રેલટેલ સાથે કરવામાં આવેલ છે.


Centre to set up committee for Namami Gange Project of Purification of Ganga:-

  • કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ અગત્યના મંત્રાલયનાં સચિવ (જળ સંશાધન, પર્યાવરણ અને જંગલ, પીવાનું પાણી અને સ્વચ્છતા) સાથે મળીને એક સમિતિ બનાવી છે જે નમામી ગંગે પ્રોગ્રામ અંતર્ગત ગંગાના પાણીને આવતા વર્ષે સ્વચ્છ અને કચરામુક્ત કરશે.
  • જળ સંશાધન મંત્રાલયનાં મંત્રી શ્રીમતી ઉમા ભારતી દ્વારા આ જાહેર કરવામાં આવેલ છે. આ ત્રણ મંત્રાલય નાં સચિવ પખવાડિયામાં ઓછામાં માં ઓછા એક વાર બેઠક કરશે.


Ashok Gulati, Manish Sabharwal and Rajiv Kumar appointed as non-official Director of RBI:-

  • ભારત સરકાર દ્વારા અશોક ગુલાટી, મનીષ સભ્રવાલ, રાજીવ કુમાર ને RBI નાં બિન-આધિકારીક ડાયરેક્ટર તરીકે ચાર વર્ષ માટે નિમણુક કરવામાં આવી છે.


Kumar Mangalam Birla becomes chairman of Combine project of Vodafone and Idea:-

  • આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા વોડાફોન અને આઈડિયાનાં જોડાણથી બનેલ સાહસના ચેરમેન  બનશે.


Gurmeet Ram Rahim wins Bright Award 2017 for Best Actor and most versatile personality of the year:-

  • બ્રાઈટ એવોર્ડ 2017 નો Best Actor and Most Versatile Personality of the Year નો એવોર્ડ ગુરમીત રામ રહીમ સિંઘને આપવામાં આવ્યો.
  • આ એવોર્ડ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડન્વીશ દ્વારા આપવામાં આવ્યો.


Booker Prize winner Salman Rushdie, unveiled his new novel, "The Golden House":-

  • બુકર પ્રાઈઝ વિજેતા સલમાન રશ્દી તેની નવી નોવેલ “ધી ગોલ્ડન હાઉસ” નું અનાવરણ કર્યું.
  • આ બુક US નાં છેલ્લા આઠ વર્ષ નાં રાજનીતિ વિશેનું છે અને તેમાં 2008 માં અમેરિકી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં થી લઈને હાલનાં અમેરિકી હાલન ની દાસ્તાન નું વર્ણન કરેલ છે.


India defeats Nepal in Blind T-20 Cricket Match
  • અંધ લોકોની T-20 મેચમાં ભારતે નેપાળને 152 રનથી હરાવીને સતત છઠ્ઠો વિજય મેળવ્યો.


Anindita Chakraborty wins Senior National Table Tennis Championship:-

  • પશ્ચિમ બંગલાની 39 વર્ષીય અનીન્દીતા ચક્રબર્તી એ 19 વર્ષ બાદ સિનીયર નેસનલ ટેબલ ટેનીસ ચેમ્પીયનશીપ જીતી.
  • આ સાથે તેણે પોતાની કારકિર્દી નું 7 મુ ટાઈટલ જીત્યું.

  


Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.