Scientist found
evolutionary way of Carnivorous Plants:-
- Nature Ecology and Evolution ની જર્નલ માં આપેલી માહિતી માં વૈજ્ઞાનિકોએ અમુક છોડવાઓ શા માટે માંસાહાર તરફ વળે છે તેની માહિતી મળી આવી છે.
- નવી માહિતી અનુસાર માંસાહારી છોડવાઓ દુનિયામાં અલગ-અલગ સ્થાનો પર ઉગતા હોવા છતાં તેમના અમુક ગુણો એકસમાન હોય છે.
- માંસાહારી છોડવાઓ સામાન્ય રીતે ખુબજ ઓછા પોષકતત્વો ધરાવતા વિસ્તારમાં ઉગતા હોય છે. અન્ય છોડવાઓની માફક તે પણ ફોટોસિન્થેસીસની પ્રક્રિયા દરમિયાન કાર્બન બનાવે છે.
- તેમના આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે ફોસ્ફરસ અને નાઈટ્રોજનનો અભાવ હોય છે. તેઓ સામાન્ય રીતે અલગ-અલગ પોષકતત્વો અલગ-અલગ જીવ-જંતુઓનું ભક્ષણ કરીને મેળવે છે.
- સામાન્ય રીતે આ પ્રકારની માંસાહારી વનસ્પતિની રચનામાં તેમના પાન ખુબજ ચીકણા અને ઢાળ વાળા હોય છે જેથી તેઓ તેની તરફ આકર્ષાયા બાદ એક વખત તેની ઉપર બેઠા પછી બહાર નીકળી શકતા નથી. આ પ્રકારની રચનામાં છોડવાના અંદરના ભાગમાં રહેલ પાચકરસો તેના સખતમાં સખત ભાગને પણ પચાવી શકે છે.
- આ પ્રકારનાં છોડવામાં ખાસ પ્રકારનાં એન્ઝાઈમ “basic chitinase” હોય છે જે જીવ-જંતુઓના શરીરમાં સખતમાં સખત ભાગને પણ પચાવી પાડે છે. અને છોડવામાં રહેલ purple acid phosphatase કે જે તેમને શિકાર બનેલા જંતુઓના શરીરમાંથી ફોસ્ફરસ ની જરૂરી માત્રા મેળવવામાં મદદરૂપ બને છે.
Arunachal Pradesh
becomes first North-eastern state to implement e-Cabinet Solution:-
- નોર્થ-ઇસ્ટનાં રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બનશે કે જે ઈ-કેબીનેટ સોલ્યુસન ની સ્થાપના કરશે.
- આ એક શક્તિશાળી ઉપાય છે જેની મદદથી નિર્ણય લેવાની ક્ષમતા ઝડપી, સરળ અને પેપરલેસ બનશે અને તેમાં કેબીનેટ નાં સભ્યોને બેઠક પહેલાની જરૂરી નોટ્સ ની માહિતી મેળવી શકશે.
- ઈ-કેબીનેટ પ્રણાલીનો અમલ રાજ્યના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા કરવામાં આવશે.
- કેબીનેટનું સંપૂર્ણ કામ ઈ-કેબિનેટ સોલ્યુસનની મદદથી કરવામાં આવશે. તેનાથી કેબિનેટ મંત્રીઓને બેઠક માટે તૈયાર કરશે અને પેપર વગર માહિતીના વાહનમાં મદદરૂપ બનશે.
- ઈ-કેબિનેટની મદદથી મંત્રી પોતાની કેબિનેટ નોટ્સને દુર સુધી ફેલાવી શકશે અને અગાઉ થી જ તેને યોગ્ય પ્રત્યુત્તર મેળવી શકશે.
- આ પ્રણાલી ને સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને તેને સ્વીકારવાથી બેઠક નો સમય જે 4 થી 5 કલાક હોય છે ઘટીને ૩૦-90 મિનીટ જેટલો થઇ જશે. અને અગત્યની કાગજી કાર્યવાહી કાગળના ઉપયોગ વગર કરી શકાશે.
81st
National Badminton Championship at Patna (Bihar):-
- સૌરભ વર્મા 81મી સીનીયર પુરુષોની સિંગલ્સમાં વિજેતા બન્યો. તેનું આયોજન પટનામાં કરવામાં આવ્યું હતું જેમાં તેણે ફાઈનલમાં લક્ષ્ય સેન ને હરાવ્યો હતો.
- રિતુપર્ણા મહિલાઓની સિંગલમાં રેશ્મા કાર્તિક ને હરાવી જીત મેળવી હતી.
- મહિલાઓની ડબલ્સમાં અપર્ણા બાલન અને પ્રજક્તા સાવંત વિજય થયા હતા.
- પુરુષોની ડબલ્સ માં સાત્વિક સાઈ રાજ અને ચિરાગ શેટ્ટી વિજય બન્યા હતા.
- મિક્સ ડબલ્સમાં સ્વસ્તિક સાઈ રાજ અને મનીષા કે. વિજય બન્યા હતા.
Central
Government starts Pradhan Mantri Gramin Digital Saksharta Abhiyan:-
- કેન્દ્ર સરકાર દ્વાર્રા ગ્રામીણ ડીજીટલ લિટરેશી માટે પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન (PMGDISHA)ની શરૂઆત કરવામાં આવી. આ યોજના અંતર્ગત 2019 સુધીમાં 6 કરોડ ગ્રામીણ લોકોકે ડીજીટલી શિક્ષિત કરવામાં આવશે.
- PMGDISHAએક અંદાજ મુજબ વિશ્વનો સૌથી મોટો ડીજીટલ શિક્ષા આપવાનો કાર્યક્રમ છે જેની જાહેરાત 2016-17 નાં બજેટ માં કરવામાં આવી હતી.
- આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2016-17 માં 25 લાખ લોકો, 2017-18 માં 275 લાખ લોકો અને 2018-19 માં 300 લાખ લોકોને 2351.38 કરોડના ખર્ચે ડીજીટલ શિક્ષા આપવામાં આવશે.
- જરૂરી વિસ્તારોમાં પહોંચી વળવા માટે 250,000 ગ્રામ પંચાયત દ્વારા અંદાજીત 200-300 કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવશે.
- આ કાર્યક્રમ હેઠળ શિક્ષા મેળવનાર વ્યક્તિને કોમ્યુટર ચલાવતા, મોબાઈલમાંથી ડીજીટલ વહીવટ ઉપરાંત માહિતી શોધતા અને સરકારની જરૂરી સેવાઓની ઓનલાઇન માહિતી, વેબ બ્રાઉસર વાપરતા અને કેસલેસ વહીવટ કરતાં શીખવવામાં આવશે.
- આ યોજનાનું કાર્યન્વન ઈલેક્ટ્રોનિક્સ અને IT દ્વારા રાજ્ય/કેન્દ્રશાષિત પ્રદેશો માં રાજ્યસરકારની કાર્ન્યાવિત એજન્સી દ્વારા અને જીલ્લા ઈ-ગવર્નેન્સ સોસાયટી દ્વારા કરવામાં આવશે.
- 71 NSSO નાં શિક્ષણ સર્વે દરમિયાન માહિતી જ્ઞાત થઇ જે ગ્રામીણ વિસ્ર્તારમાં ફક્ત 6% લોકો પાસે કોમ્યુટર છે એટલે કે 16.85 કરોડ લોકોમાંથી 15 કરોડ (94 %) લોકો પાસે કોમ્યુટર નથી.
RBI keeps rates unchanged in the bi-monthly Monetary Policy review:-
- રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy Committee (MPC)) દ્વારા પોલિસી રેટમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. જેના પ્રમુખ તરીકે RBI નાં ગવર્નર ઉર્જીત પટેલ છે.
- 2016-17 નાં નાણાકીય વર્ષની અંતિમ અને છઠ્ઠી દ્રીમાસિક પોલિસી નિર્ધારિત કરવાની પોલિસીમાં બધાજ 6 સભ્યો દ્વારા નાણાકીય નીતિ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ચાલુ રાખવા સહમતી દર્શાવી.
- ચાલુ નાણાકીય વર્ષ માટે GDP નો અંદાજીત દર 6.9 % જેટલો RBI જેટલો અંદાજવામાં આવ્યો છે.
- આ ઉપરાંત 2017-28 માટે GDP નો દર 7.4 % જેટલો અંદાજવામાં આવ્યો છે.
- પોલિસી રેટ નીચે મુજબ છે.
Repo rate under the liquidity
adjustment facility (LAF)
|
6.25
|
Reverse repo rate under the LAF
|
5.75
|
Reserve Ratios Cash Reserve Ratio
(CRR) of scheduled banks
|
4.0
|
Marginal standing facility (MSF)
|
6.75
|
Statutory Liquidity Ratio (SLR)
|
20.75
|
Bank Rate
|
6.75
|
Russian President Vladimir Putin approved
amendments to the elimination of domestic violence:-
- રશિયન રાષ્ટ્રપતિ વ્હાલ્દીમીર પુતિન દ્વારા ઘરેલું હિંસાને દુર કરવા માટેનાં સુધારાને મંજુરી આપી.
- રશિયામાં દર 40 મિનિટ પર એક રશિયન મહિલાનું મૃત્યુ ઘરેલું હિંસાને લીધે થાય છે.
Ilahiganj becomes first village of Paschim
Bangal to ban on Alcohol & Narcotics
- પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ જીલ્લાનું ઈલાહિગંજ ગામ આલ્કોહોલ અને નાર્કોટિકનાં વેચાણ પર પ્રતિબંધ મુકનાર બંગાળનું પ્રથમ ગામ બન્યું.
Assam government presented a proposal to join
health maintenance of older with workers’ pay by.
- આસામ સરકાર દ્વારા વૃધ્ધોનાં સ્વાસ્થ્યની જાળવણી માટે ત્યાંના કામદારોનાં પગારને વૃદ્ધોનાં સ્વાસ્થ્ય સાથે જોડાવાનો પ્રસ્તાવ રજુ કર્યો.
- બજેટ ની રજૂઆત દરમિયાન રાજ્યનાં નાણામંત્રી બિસ્વા શર્મા દ્વારા કહેવામાં આવ્યું કે દરેક સરકારી કર્મચારીએ પોતાના માતા-પિતાની સંભાળ લેવી જોશે નહીતર તેમના પગારનો અમુક હિસ્સો સીધો તેમના માતા-પિતા ને આપવામાં આવશે.
Ethiopian athlete Genzebe Dibaba breaks world
record in women’s 2000 meter:-
- ઈથોપિયાની મહિલા દોડવીર Genzebe Dibaba એ સ્પેનના ઇન્ડોર અરેનામાં 2000 મીટરની દોડ 5 મિનીટ 23.75 સેકન્ડમાં દોડીને મહિલાઓનાં 2000 મીટરના દોડના રેકોર્ડને તોડી નાખ્યો.
Post a Comment