Current Affairs 07/02/2017

Odisha State Forest & Environment Department carried out Irrawaddy Dolphin Census:-



  • 2016માં ઓડીસા રાજ્યના જંગલ અને પર્યાવરણ વિભાગ દ્વારા ઈરાવદ્દી ડોલ્ફિનની સંખ્યા 181 નોંધાણી.
  • 2016 ની ગણતરી મુજબ ઓડીસામાં 34 હમ્પબેક ડોલ્ફિન, 31 બોટલનોસ ડોલ્ફિન અને 5 પેન્ત્રોપીકાલ સ્પોટેડ ડોલ્ફિન ની નોંધ થઇ છે.
  • બંધિયાર પાણીનું ભારતનું સૌથી મોટું લગુન સરોવર “ચિલિકા લેક” માં ઈરાવદ્દી ડોલ્ફિન ની સંખ્યા 2015 માં 144 હતી તેમાં ઘટાડો થઈને 2016 માં તેની સંખ્યા 134 થઇ છે.
  • ભિતરકનિકામાં 2015માં 58 ડોલ્ફિન જોવા મળી હતી અને 2016 માં 55 ડોલ્ફિન જોવા મળી હતી. ભદ્રક વાઈલ્ડલાઈફ સેન્કચૂરીમાં ફક્ત 5 ઈરાવદ્દી ડોલ્ફિન જોવા મળી હતી.
  • નાશપ્રાય ઈરાવદ્દી ડોલ્ફિન ફક્ત ત્રણ સ્થાનો પરજ જોવા મળે છે જ્યારે હુમ્પબેક, બોટલનેક ડોલ્ફિન રાજ્યમાં એકસમાન રીતે વહેચાયેલ નથી.
  • ઈરાવદ્દી ડોલ્ફિન એ હકીકતમાં નદીની ડોલ્ફિન નથી પરંતુ દરિયા કિનારાની નજીકના બંધિયાર અને નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં અને એસ્ચુરીમાં દક્ષિણ અને દક્ષિણ-એશિયામાં પ્રદેશોમાં જોવા મળે છે.
  • આ ઉપરાંત તેની અલગ-અલગ પ્રજાતિઓ ગંગા નદીમાં અને મેકોંગ નદી તથા ઈરાવદ્દી નદી કે જેનું નામ મળ્યું છે ત્યાંથી મળી આવે છે.
  • તેનો રહેઠાણ વિસ્તાર બંગાળની ખાડી થી લઈને ન્યુ ગિની અને ફિલીપાઈન્સ સુધીનું છે અને ટે સમુદ્ર કિનારાથી દુર રહેવાનું પસંદ કરતી નથી.
  • IUCN દ્વારા તેને તેને સંવેદનશીલ (Vulnerable in Red Data list) માં સામેલ કરવામાં આવેલ છે.

Union Health Ministry launches Measles Rubella vaccination campaign:-

  • સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કર્નાટક નાં બેંગલુરુ થી દેશભરમાં Measles Rubella (MR) vaccination campaign ની શરૂઆત કરવામાં આવી.
  • આ બે રોગોની વિરુદ્ધમાં આ દેશનો સૌથી મોટો કેમ્પેન છે જેને કર્નાટક, તમિલનાડુ, પુડુચેરી, ગોવા અને લક્ષદ્વીપમાં અંદાજીત ૩.6 કરોડ બાળકોને આવરી લેવામાં આવશે. અને ભવિષ્યમાં અંદાજીત 41 કરોડ બાળકોને આવરી લેવામાં આવશે.
  • આ કેમ્પેન અંતર્ગત 9 મહિનાથી 15 વર્ષનાં બાળકોને રોગનાં પ્રમાણ કે અગાઉ રશી અપાયેલ છે કે નહિ તેને ધ્યાનમાં લીધા વગર આ રસીનો એક ડોઝ આપવામાં આવશે.
  • Measles(ઓરી)ની રસી હાલમાં Universal Immunization Programme (UIP) અંતર્ગત આપવામાં આવે છે અને તેમાં રૂબેલાનું નવું એડીશન નવું છે.
  • આ કેમ્પેન નાં સમાપ્ત થયા પછી MR રસીને રૂટીનમાં લાવવામાં આવશે અને ત્યારબાદ 9-12 મહિના અને 16-24 મહિનાના બાળકોને આપવામાં આવશે.
  • ઓરીના રશીનાં પરિણામે પાંચ વર્ષથી નાનાં બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થશે. ઓરી એ ખુબજ ભયાવહ ચેપી રોગ છે જેનાથી બાળકોનું મૃત્યુ પણ થઇ શકે છે. આ રોગ રોગકારક વ્યક્તિની ખાસી અને છીંક થી ફેલાઈ શકે છે.
  • congenital rubella syndrome એ રુબેલાનાં રોગને લીધે થાય છે જેનાથી ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર થાય છે તેનાથી બાળકોને અંધાપો, બહેરાસ, માનસિક રીતે અશક્ત કે હદય રોગગ્રસ્ત બાળક થવાની સંભાવના વધી જાય છે. 


Food and Agriculture Organization (FAO) of UN called for International collaboration on Wheat Rust:-

  • સંયુક્ત રાષ્ટ્રસંઘ ની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા ઘઉંનાં પાક માં લાગેલા “wheat rust નાં રોગને પરિણામે ઘઉંના વૈશ્વિક જથ્થા પર તેની અસર ઘટાડવા માટે આંતરાષ્ટ્રીય સહયોગની સલાહ આપી.
  • ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નાં મંતવ્ય અનુસાર એશિયા, આફ્રિકા અને યુરોપમાં ઘઉંના પાક પર અલગ-અલગ wheat rust ની જાતોનાં રોગ લાગુ પડી રહ્યા છે.
  • અવલોકન પરથી માલુમ પડ્યું છે કે યેલો રસ્ટ અને સ્ટેમ રસ્ટ વિશ્વના અલગ-અલગ સ્થળોએ લાગી રહી છે.
  • આમ વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર ઘઉંના રોગને પવનથી ફેલાતો રોકવા માટે તાકીદના પગલા લેવાની જરૂર છે. જો આ રોગની પરખ નાં થાય તો પાકના લણવાના અઠવાડિયા પહેલા પાન પીળા પડી કાય છે અને ડાળખીઓ કાળી પડી જાય છે પાકમાં ઘટાડો કરે છે.
  • ઉત્તર-પૂર્વ આફ્રિકા, એશિયાના કેટલાક ભાગોજ દુનિયાના 37 % ઘઉંનું ઉત્પાદન કરે છે.
  • wheat rust શું છે?
  • wheat rust એ એક પ્રકારનો ફૂગજન્ય રોગ છે જેમાં પાન પીળા પડી જાય છે અને પ્રકાસસંશ્લેષણ ની પ્રક્રિયા થંભી જાય છે. આ રોગ Magnaporthe oryzae ફુગથી થાય છે જેની શોધ 1985 માં બ્રાઝિલમાં કરવામાં આવી હતી. આ ફૂગ છોડ નાં પાન પર હુમલો કરે છે અને ક્લોરોફીલ નું ભોજન કરે છે અને પ્લાન્ટ નાં વિકાસ ને નુકશાન પહોંચાડે છે. આનાથી લગભગ 20 % જેટલું પાકનું ઉત્પાદન ઘટી જાય છે.
  • પર્યાવરણમાં જળવાયુ પરિવર્તન નાં તાપમાન વધવાના કારણે આ ફૂગમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે.


Lok sabha passes Payment of Wages (Amendment) Bill, 2017:-

  • લોકસભા દ્વારા  Payment of Wages (Amendment) Bill, 2017 પસાર કરવામાં આવ્યું અને આ કાયદા મુજબ કામ આપનાર વ્યક્તિ કારીગરનો પગાર ચેક દ્વારા અથવા સીધો કારીગરના ખાતામાં જમાં કરશે.
  • આ બીલ કાયદો બન્યા બાદ ડિસેમ્બર 2016 નાં રાષ્ટ્રપતિ નાં વટહુકમ ને નાબુદ કરશે અને સાથે સાથે 1936 નાં Payment of Wages Act, 1936 માં પણ સુધારો કરશે.
  • અગાઉના 1936 નાં કાયદા મુજબ કામદારને ચેક  અથવા બેંકખાતા માં પગાર આપવા માટે સરકારની આગવી પરવાનગી  કંપનીએ લેવી પડતી હતી.
  • કારીગરોને પગાર આપવા માટે નિયોક્તા ને લેવી પડતી પરવાનગી વિષે હવે શું થશે?
  • 1 ચેક દ્વારા
  • 2 સીધા કામદારના બેંક ખાતામાં
  • ૩ સિક્કાથી અથવા રોકડથી.
  • ઉપયુક્ત પદ્ધતિ માંથી નિયોક્તા ને ચેક દ્વારા અથવા સીધા કામદારના ખાતામાં પગાર આપવા માટે સરકાર પાસેથી લેવી પડતી આગવી પરવાનગી માંથી છૂટ આ કાયદા અંતર્ગત આપવામાં આવી છે.
  • પરંતુ અહી સરકાર અમુક ઉદ્યમો કે સંસ્થાઓને પગાર ચેક  અથવા બેંક ખાતા  માં આપવાં માટે ફરજ પાડી શકે છે.

[ads-post]
CBDT signed 4 new Advance Pricing Agreements:-

  • Central Board of Direct Taxes (CBDT) દ્વારા રેવન્યુ મંત્રાલય અને નાણા મંત્રાલય હેઠળ નવા ચાર એકપક્ષીય Advance Pricing Agreements (APAs) સ્વીકારવામાં આવ્યા.
  • આ ચાર નવા APA ઉત્પાદન, નાણાકીય અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળયેલા છે.
  • CBDT આ નવા ચાર APA સાથે કુલ 130 APA પર પહોંચી ગયેલ છે.
  • તેમાં 122 એકપક્ષીય અને 8 દ્રિપક્ષીય APA નો સમાવેશ થાય છે.
  • Advance Pricing Agreement ને Income Tax Act હેઠળ મુકવામાં આવી છે, જેમાં કરદાતાઓને ભવો નક્કી કરવા અને આંતરરાષ્ટ્રીય ભાવો અગાઉથી નક્કી કરવાની પધ્ધત્તિઓ વિશે નિશ્ચિતતા આપવામાં આવે છે.
  • APAના ફાયદાઓ:-
  • અર્થતંત્ર અને વ્યાપારની સરળતામાં વધારો કરે છે.
  • બિન વિરોધી કર શાસનને પ્રોત્સાહન આપવાના સરકારના મિશનને મજબૂત કરે છે.
  • પાલન ખર્ચ ઘટાડીને અને કર શાસનને રોકાણ મૈત્રીપૂર્ણ બનાવીને કર કાયદામાં નિશ્ચિતતાનો પરિચય આપે છે.
  • કરદાતા અને કર નિયમનકાર વચ્ચે વિવાદો ટાળવા માટે કરદાતાઓને ટ્રાન્સફર પ્રાઇસિંગ અંગે નિશ્ચિતતા પૂરી પાડે છે.


America celebrates Black History Month in February:-

  • અમેરિકાના વિકાસમાં ફાળો આપનાર આફ્રિકન-અમેરિકનને ધ્યાનમાં લઈને અમેરિકામાં 1976થી ફેબ્રુઆરી મહિનાને “બ્લેક હિસ્ટરી ડે” તરીકે ઉજવવામાં આવે છે.
  • આની શરૂઆત “નેગ્રો હિસ્ટરી વીક” નામની ઇવેન્ટ કે જેની શરૂઆત ઇતિહાસકાર કાર્ટર જી વુડસન દ્વારા કરવામાં આવી હતી.
  • આ મહિનાને પસંદ કરવાનું કારણ એ હતું કે આજ મહિનાના અઠવાડીયમાં અબ્રાહન લિંકન અને ફ્રેડરિક ડગલસ કે જેમને આફ્રિકન-અમેરિકન માટેના અધિકાર માટે પગલા ભર્યા હતા.


Girls name on house Nameplate started in Madhya Pradesh:-

  • મધ્યપ્રદેશનાં મંદસૌર જીલ્લામાં છોકરીની ઓળખ ઉભી કરવા અને જાગૃતતા લાવવા માટે ઘરની બહાર લાગેલી નેમપ્લેટ પર છોકરીનું નામ લખવામાં આવશે.
  • આ પગલાની શરૂઆત મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ છે.


Rajiv Singh appointed as new CEO of Prasar Bharati:-

  • ભારતની જાહેર સેવા બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીના નવા CEO તરીકે રાજીવ સિંઘની નિમણુક કરવામાં આવી.
  • તેઓ સુરેશ પંડાની જગ્યા લેશે.
  • પ્રસાર ભારતી દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીઓ ચલાવે છે.
  • રાજીવ સિંઘ આ અગાઉ ભારત સંચાર નિગમ લીમીટેડમાં હતા.


Malayalam film Sexy Durga wins The Hivos Tiger Award at IFFR:-

  • રોટ્ટરડેમમાં યોજાયેલ આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ ઓફ રોટ્ટરડેમમાં મલયાલમ “Sexy Durga” ફિલ્મને હિવોસ ટાઈગર એવોર્ડ મળ્યો.
  • આ ફિલ્મ સનલ સસીધરન દ્વારા બનાવવામાં આવેલ છે.
  • આ અવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.


Anish Kapoor wins $1 Million Genesis Prize 2017:-

  • યહૂદી માન્યતાઓ પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધતા બદલ ભારતમાં જન્મેલ બ્રિટીશ નાગરિક અનીસ કપૂરને ઇઝરાયેલનું $1 million Genesis Prize નું ઇનામ આપવામાં આવ્યું.
  • આ એવોર્ડને યહૂદી નોબલ તરીકે ઓળખવામાં આવે છે અને આ એવોર્ડ તેમને શરણાર્થીઓ પ્રત્યેની ઘૃણાસ્પદ સરકારી નીતિઓ ના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા બદલ આપવામાં આવ્યો છે.


China becomes highest producer of solar energy in the world:-

  • ચીન દ્વારા જર્મનીને પાછળ છોડીને દુનિયામાં સૌથી વધારે સૂર્યઊર્જા ઉત્પન્ન કરનાર દેશ બન્યો.
  • ચીન દ્વારા ગયા વર્ષે  66.2 બિલીયન કિલોવોટ ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
  • આ ઉપરાંત 2020 સુધીમાં તે હાલનાં ઉત્પાદનથી બમણી ઊર્જા ઉત્પન્ન કરવાનો નિર્ધાર કરેલ છે.


China conduct exercise with DF-16 Medium-range Ballistic Missile
  • ચીનની આર્મ ફોર્સ દ્વારા ટ્રેનીંગ અભ્યાસમાં રજુ થયેલા વિડીઓમાં DF-16 medium-range ballistic missile ની પહોંચ ક્ષમતા ભારત, જાપાન અને US સુધીની બતાવવામાં આવી.
  • આ મિસાઈલની પહોંચ 1000 કિમી સુધીની છે.


Colonel of Indian National Army and Driver of Netaji Subhas Chandra Bose Nizamuddin passed away:-

  • નેતાજી સુભાષચંદ્ર બોસના ડ્રાઈવર અને ભારતીય નેસનલ આર્મીના ભૂતપૂર્વ કર્નલ નીઝામુદ્દીન નું 116 વર્ષની વયે નિધન થયું.
  • તેમનું મૂળ વતન આઝમગઢના ઢાકવા ગામ હતું.
  • તેઓ ભારતીય નેશનલ આર્મીમાં 1943 થી 1945 સુધી સેવા આપી હતી.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.