Current Affairs 06/01/2017

India’s first center for disabled Sportsmen will be started at Gandhinagar (Gujarat):-
  • ભારતનું પ્રથમ વિકલાંગ રમતવીરોની શ્રેષ્ઠતા માટેનું કેન્દ્ર ગુજરાતના ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે.
  • આ કેન્દ્ર ભારતની સ્પોર્ટ્સ ઓથોરીટી (SAI) સાથે સંકળાયેલ હશે.
  • તે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિતના વિવિધ આંતરરાષ્ટ્રીય રમત-ગમત સ્પર્ધાઓમાં માટે પેરા એથ્લેટ્સને તાલીમ આપશે.

Neurocalyx Calycinus plant discovered by Jawaharlal Nehru Tropical Botanical Garden and Research Institute:-

  • જવાહરલાલ નેહરુ ટ્રોપિકલ બોટાનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિકોએ એક કરતા વધારે થેરાપીમાં ઉપયોગી થઇ શકે તેવાં ગુણધર્મો ધરાવતી વનસ્પતિ Neurocalyx calycinus ની ખાતરી કરી.
  • આ વનસ્પતિ શ્રીલંકા અને પશ્ચિમ ઘટમાં પ્રાપ્ત થાય છે. આ વનસ્પતિની થેરાપ્યુટિક ગુણધર્મો વિશેનું જ્ઞાન કેરળમાં રહેલ સંવેદનશીલ આદિવાસી સમૂહ ચોલાનૈકન પાસેથી મળ્યું કે જેઓ આ વનસ્પતિ નો ઉપયોગ દાઝેલા ઝખમો અને  ઘાવ પર કરતા હતા.
  • આ છોડવાના ખાસ પ્રકારનાં ગુણધર્મો જેવા કે વિટામીન-ઈ નું ઉચ્ચ પ્રમાણ અને કેન્સર વિરોધી તરીકે પણ કાર્ય કરે છે.
  • આ ઉપરાંત તે વિવિધ પ્રકારનાં અન્ય ખાસ ગુણધર્મો પણ ધરાવે છે જેવા કે burn-healing, wound-healing, anti-cancer, analgesic, immuno-enhancing, anti-inflammatory, platelet-augmentation and anti-oxidant effects વગેરે.


National Testing Agency (NTA) will be set up to conduct higher and secondary examination:-
  • માનવ સંશાધન મંત્રાલય દ્વારા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ માટે પરિક્ષા લેવા માટે ટૂંક સમયમાં National Testing Agency (NTA)ની સ્થાપના કરવાનું નક્કી કરેલ છે.
  • National Testing Agency (NTA)એ એક સત્તા ધરાવતું સંગઠન હશે જે JEE, NEET, અને NET અને બીજી અગત્યની પરીક્ષાઓ લેશે.
  • NTA ની રચનાથી CBSE, AICTE અને બીજી સંસ્થાઓને પરીક્ષા લેવાની પ્રક્રિયામાંથી મુક્ત કરવામાં આવશે અને આ બધી સંસ્થાઓને પોતાના શૈક્ષણિક કાર્યો કરવામાં જરૂરી સમય પ્રાપ્ત થશે.
  • આ સંગઠન સ્થાપવાનું મુખ્ય કાર્ય શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવાનો છે. શરૂઆતનાં સમયમાં IIT, NIT ઉપરાંત અન્ય યુનીવર્સીટીઓની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે. અને ત્યારબાદ માધ્યમિક શાળાઓની પરીક્ષા પણ NTA દ્વારા લેવામાં આવશે.
  • શરૂઆતમાં CBSE નાં કર્મચારીઓ તેમાં કાર્ય કરશે અને ત્યારબાદ બીજા ખાસ કર્મચારીઓની નિમણુક તેમાં કરવામાં આવશે.


The International Day of Zero Tolerance in protest of Female Genital Mutilation (FGM- female genital mutilation) is celebrated on 6th February:-

  • આજે 6 ફેબ્રુઆરીએ Female Genital Mutilation (FGM- સ્ત્રી જનનાંગ અંગછેદન)નાં વિરોધમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિન ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વભરમાં FGM ની પ્રથાનો વિરોધ કરવો અને તેનો સંપૂર્ણપણે અંત કરવાનો છે જેને UN દ્વારા ચલાવવામાં આવે છે.
  • 2017ના વર્ષ માટેની થીમ : Building a solid and interactive bridge between Africa and the world to accelerate ending FGM by 2030
  • FGM શું છે?
    • FGM ને આંતરાષ્ટ્રીય રીતે બાળકીઓ અને મહિલાઓના માનવ અધિકારો વિરુદ્ધ તરીકે ગણાવવામાં આવ્યું છે.
    • આ પ્રથા અંતર્ગત  કોઈ પણ મેડીકલ કારણો વગર મહિલાઓનાં આંતરીક જનનાંગો અને બીજા અવયોવોનું છેદન કરવામાં આવે છે જેનાથી અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે. વિશ્વમાં હાલમાં 200 મિલિયન થી વધારે મહિલાઓ જીવનમાં કોઈ એક સમયે આ પ્રકારની ક્રિયાનો ભોગ બનેલ છે.
    • આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિઓથી મહિલાઓમાં વિવિધ પ્રકારનાં ચેપ લાગવાનો ઉપરાંત બાળકના જન્મ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજે તેનાથી મહિલાઓની બાળકો પેદા કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે.
    • 2015નાં Sustainable Development Goals (SDG) અંતર્ગત FGMને ગોલ નંબર 5 અંતર્ગત સમાપ્ત કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે.


Sapphire Jubilee celebrated by Queen Elizabeth-II for her 65 Years Rule of Britain:-

  • ક્વીન એલિઝાબેથ- II, વિશ્વમાં સૌથી લાંબુ શાસન કરનાર રાજવીએ આજે બ્રિટીસ તાજ મેળવ્યા નાં 65 વર્ષ પુરા કર્યા.
  • તેઓએ 25 વર્ષ ની ઉમરે રાણી બન્યા હતા અને તેઓ એક માત્ર બ્રિટીસ રાજવી હતા જેમણે તાજ પહેરીને Sapphire Jubilee (નીલમ જ્યુબિલી-65 વર્ષ પર ઉજવવામાં આવે છે) મનાવી છે.
  • આ પ્રસંગ નિમિત્તે રોયલ મેઈલ દ્વારા Sapphire Blue કલરમાં 5 પાઉન્ડ ના સ્ટેમ્પ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.


BIMSTEC Summit will be held in Kathmandu (Nepal):-

  • આવતી કાલે BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) નાં 17માં સત્રમાં સીનીયર અધિકારીઓની બેઠકનું આયોજન કાઠમંડુ માં કરવામાં આવશે.
  • આ મિટિંગમાં સંગઠન ના કાર્યોની સમીક્ષા કરવામાં આવશે અને ભવિષ્યમાં સંગઠનને આ ક્ષેત્ર માં મજબુત થાય તેવાં પગલાં ભરવામાં આવશે.
  • ચાલુ વર્ષે નેપાળમાં આયોજિત 4th BIMSTEC Summit ની તારીખ પણ ટૂંકમાં રજુ કરવામાં આવશે.
  • BIMSTECની સ્થાપના 6 જુન 1997 ની સ્થાપના બેંગકોક ડીકલેરેશન અંતર્ગત કરવામાં આવી હતી.
  • તેનું મુખ્યમથક બાંગ્લાદેશના ઢાકામાં આવેલ છે.
  • તેમાં કુલ સાત દેશોનો સમાવેશ થાય છે જેમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ નો સમાવેશ થાય છે.
[ads-post]
Chief Minister Samagra Gramya Unnayan Yojana started in Assam:-

  • આસામમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગામનાં સર્વગ્રાહી અને નમૂનારૂપ વિકાસ કરવાં માટે આસામ સરકાર દ્વારા Chief Minister Samagra Gramya Unnayan Yojana (CMSGUY) ની શરૂઆત કરવામાં આવી.
  • આ યોજના અંતર્ગત ક્રાંતિકારી બદલાવ લાવી ખેડૂતોની આવકને બમણી કરવા માટેનાં પ્રયાસો કરવામાં આવશે.


Bihar introduces third gender category in school exams forms:-

  • Bihar School Examination Board (BSEB) દ્વારા પ્રથમ વખત સ્કુલ પરીક્ષાના ફોર્મમાં પુરુષ અને મહિલાની સાથે ત્રીજી કેટેગરી તરીકે થર્ડ જેન્ડર કેટેગરી ઉમેરવામાં આવી.
  • 2014માં સર્વોચ્ચ ન્યાયાલયે ટ્રાન્સજેન્ડરોને ત્રીજી લિંગના લોકો તરીકે ઓળખવાનો ચુકાદો આપ્યા પછી BESBનું પ્રથમ પગલું છે.


Supreme Court orders to link all Mobile Number with Aadhaar Number
  • સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે એક વર્ષની અંદર તમામ મોબાઈલ નંબરને આધારનંબર સાથે જોડવામાં આવે.
  • આ ઉપરાંત સર્વોચ્ચ અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે દરેક રીચાર્જ માટે જે લોકો પાસે પ્રીપેડ સીમ છે તેઓનાં ફોર્મ ભરવા અને ડિપોઝીટ કરવાની વ્યવસ્થા કરે.


Famous litterateur Pathani Patnaik passes away recently:-

  • જાણીતા શિક્ષણવિદ અને સાહિત્યકાર પથની પટનાયકનું ઓરિસ્સાના કટક માં 89 વર્ષની ઉંમરે નિધન થયું.
  • તેમણે ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ સહિત સાહિત્યના વિવિધ પાસાઓ પર 50 પુસ્તકો લખ્યા છે.
  • તેઓ ખ્રિસ્ત કોલેજના ભૂતપૂર્વ આચાર્ય હતા અને ઓડીશા સાહિત્ય એકેડમીના પ્રમુખ હતા.
  • તેમણે પોતાની આત્મકથા "Jeebanara Chalapatha" માટે 2010 માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો.


Railway Ministry plans to link Port Blair with Diglipur in Andaman & Nicobar Island by Rail:-

  • રેલ્વે મંત્રાલય દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુ પર પોર્ટ બ્લેર અને દિગ્લીપુર વચ્ચે 240 કિમી. લાંબા રેલ્વે લાઈનથી જોડાવાની યોજના બનાવવામાં આવી છે.
  • આ લાઈન પાછળ અંદાજીત 2,413 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેનાં દ્રીપસમૂહ પ્રવાશન અને સંરક્ષણ ક્ષેત્રે વ્યુહાત્મક રીતે ઉપયોગી છે.


New Delhi Municipal Council had been change the name of Dalhousie Road to Dara Shikoh Road
  • નવી દિલ્હી મ્યુનિસીપલ કાઉન્સિલ દ્વારા “ડેલહાઉસી રોડ” નું નામ બદલીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબનાં મોટા ભાઈ “દારા શિકોહ” નામ પરથી દારા શોકોહ માર્ગ રાખવામાં આવશે.
  • દારા શોકોહ હિન્દુ અને ઇસ્લામનાં અનુયાયીઓ વચ્ચે શાંતિ અને સુલેહ માટે અગત્યનાં પ્રયાસો કર્યા હતા.
  • આ રોડનું નામ લોર્ડ ડેલહાઉસી કે જેને 1848-56 નાં સમયગાળા દરમિયાન બ્રિટીસ ભારતનાં ગવર્નર જનરલ તરીકે કાર્ય કર્યું હતું.




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.