- ભારત દ્વારા આવતાં અઠવાડિયે 8 થી 10 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં Nuclear Security (પરમાણુ સુરક્ષા) પર ચાવીરૂપ મીટીંગ નું આયોજન કરવામાં આવશે.
- એક્સટર્નલ અફૈર્સ મંત્રાલય અને અણુ ઊર્જા વિભાગ (Department of Atomic Energy) દ્વારા Group Meeting of the Global Initiative to Combat Nuclear Terrorism (GICNT) નું આયોજન કરવામાં આવેલ છે.
- અંદાજીત 150 દેશનાં સભ્યો અને આ ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમાં ભાગ લેવાની છે.
FIBA Women’s Asia
Cup basketball tournament host by India:-
- ભારત કર્ણાટકના બેંગલુરુ ખાતે FIBA (International Basketball Federation) મહિલા એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ હોસ્ટ કરશે.
- સ્ત્રીઓ માટેની આ કોંટિનેંટલ ટુર્નામેન્ટ 23 થી 29 જુલાઈ, 2017 દરમ્યાન યોજાશે.
- આ ઉપરાંત ભારત FIBA અંદર-16 મહિલાની એશિયન ચેમ્પિયનશીપ જે 22 થી 28 ઓક્ટોમ્બર, 2017 દરમ્યાન હૈદરાબાદમાં હોસ્ટ કરશે.
- 2009 બાદ ભારત પ્રથમ વખત FIBA ની મોટી ટુર્નામેન્ટ હોસ્ટ કરશે.
India &
Norway set up body (CEPI) to accelerate research for epidemics
- ભારત અને નોર્વે દ્વારા રોગચાળાને પહોચી વળવા જીવન રક્ષક પર સંશોધન અને તેના વિકાસ માટે Coalition for Epidemic Preparedness Innovations (CEPI)ની સ્થાપના કરવામાં આવી છે.
- આ બોડીની સ્થાપના ભારતના (બાયોટેક્નોલોજી વિભાગ, મેડિકલ સંશોધનનું ભારતીય અને સ્વાસ્થ્ય વિભાગ), નોર્વેના વેલકમ ટ્રસ્ટ, બીલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
- તે એવા ઉપેક્ષિત રોગોના લીસ્ટને પ્રાથમિકતા આપશે જેની રસીઓનો વિકાસ કરવા માટેના મોટાભાગના અવરોધો દુર કરવા શક્ય છે.
- સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દ્વારા એ. ગોપીનાથનને યુ.એન.ની Joint Inspection Unit માં ફરીથી પાંચ વર્ષ માટે નિમણુંક કરવામાં આવ્યા.
- Joint Inspection Unit સંયુક્ત રાષ્ટ્રની એક માત્ર બાહ્ય સ્વતંત્ર બોડી છે.
- તેઓ આ એકમમાં ચેરમેન તરીકે સેવા આપતા હતા.
- હોંગકોંગમાં યોજાયેલ Asian Junior Squash Championshipમાં ભારતે મલેશિયાને 2-0 થી હરાવીને ગોલ્ડ ટાઈટલ જીતી લીધું.
- આ ભારતનું બુજી ટાઈટલ છે. આ પહેલા ભારતે 2011માં શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાનને હર્વ્યીને ટાઈટલ મેળવ્યું હતું.
- સ્વીડનનાં નાયબ વડાપ્રધાન Isabella Lövin દ્વારા દેશમાંથી 2045 સુધીમાં તમામ ગ્રીનહાઉસ વાયુઓ પર કાપ મુકવા માટે climate bill (આબોહવા બીલ) પર હસ્તાક્ષ્રર કર્યા.
Afghan warlord Gulbuddin Hekmatyar had been exempt from Travel ban and Weapon
ban charges by UN’s Security Council:-
- સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ દ્વારા અફઘાન વોરલોર્ડ Gulbuddin Hekmatyar કે જેને અગાઉ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો તેના પરથી મુસાફરી પ્રતિબંધ અને હથિયાર પ્રાતિબંધ જેવા આરોપો માંથી મુક્તિ આપવામાં આવી.
- Gulbuddin Hekmatyar ના બળવાખોર સંગઠન હેઝ્બ-ઈ-ઇસ્લામી અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે શાંતિમંત્રણા બાદ તેનાં જુના ગુનાઓને માફ કરીને આ પગલું લેવામાં આવ્યું છે.
[ads-post]
- ભારતની હજ પોલિસીમાં સુધારાઓ કરવા માટે 6 સભ્યોની સમિતિની નિમણુક કરવામાં આવી.
- આ સમિતિની નિમણુક 2012માં સુપ્રીમ કોર્ટનાં હજની સબસીડી ઘટાડવા અને 2022 સુધીમાં તેને નાબુદ કરવાનાં આદેશ બાદ કરવામાં આવી છે.
- આ સમિતિના ક્ન્વેનર તરીકે અફઝલ અમાનુલ્લાહ (ભારતના ભૂતપૂર્વ કોન્સ્યુલેટ જનરલ-જેદ્દાહ)
- સભ્ય સેક્રેટરી :- જે આલમ (જોઈન્ટ સેક્રેટરી મંત્રાલય)
- અન્ય સભ્યો :-
- એસ.એસ. પાર્કર (નિવૃત્ત બોમ્બે હાઈકોર્ટ ન્યાયમૂર્તિ)
- કાઇશેર શમીન (ચેરમેન ,ભૂતપૂર્વ હજ સમિતિ)
- માઈકલ માસ્કારેન્હાસ (એર ઇન્ડિયા, CMD)
- કમલ ફારુક્કી (મુસ્લિમ સ્કોલર- ચાર્ટેડ એકાઉન્ટન્ટ)
- અમરિકા સ્થિત વૈજ્ઞાનિકોએ ડેટા ટ્રાન્સફર કરવા માટે superdense coding નો ઉપયોગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.
- આ પદ્ધતિમાં પરમાણુમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે.
- જ્યારે કોમ્યુટર માહિતીના આદાન-પ્રદાન માટે 0 અને 1 એમ બે પ્રકારનાં બીટ્સ નો ઉપયોગ કરે છે જ્યારે ક્વોન્ટમ બીટ્સ બંને પ્રકારનો ઉપયોગ એકસાથે કરી શકે છે જેનાથી ટ્રેડીશનલ બીટ્સ કરતા કવોન્ટમ બીટ્સથી વધારે માહિતીનો સંગ્રહ કરી શકાય છે.
- મહાન અભિનેતા, સ્ટેજ ક્રાફ્ટ ડિરેક્ટર, કલાકાર, ચિત્રકાર અસીમ બાસુનું 82 વર્ષની વયે મૃત્યુ થયું.
- તેઓ પાંચ દાયકાથી ઓડીસાના કલા અને સંસ્કૃતિ માટે કાર્યરત હતા.
- તેઓએ 1998 માં રાજ્યનાં સંગીત નાટક એકેડમી એવોર્ડ અને 2010 માં ધર્મપદ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Government
declared a rules for cash transaction above 3 Lakh.
- રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું કે ૩ લાખ ઉપર થતાં રોકડાના વહીવટ પર જેટલું ટ્રાન્જેક્સન થશે તેટલા રૂપિયાનો દંડ લાગુ પડશે.
- ધારોકે કોઈ વ્યક્તિ 5 લાખ નો વહીવટ રોકડામાં કરશે તો 5 લાખ નો દંડ ભરવાનો રહશે.
- આ વખતના બજેટમાં પણ ૩ લાખ ઉપરનાં રોકડ વહીવટ પર આ નિયમ લાગુ પાડવાની જોગવાઈ છે.
- ચાર દાયકા માં પ્રથમ વખત ભારત સરકાર દ્વારા નોન-માઈનીગ કંપનીને કોલસાના ખનન અને વેચાણની પરવાનગી આપી.
- કોલ મંત્રાલય દ્વારા ચાર ખાણોનાં ખનન માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓને હરાજીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
- ઇંગ્લેન્ડનો ટેસ્ટ ક્રિકેટ કપ્તાન અલાસ્ટાઇર કુક ને Commander of the Most Excellent Order of the British Empire (CBE) નું સન્માન આપવમાં આવ્યું.
- તે એકમાત્ર ઇંગ્લેન્ડનો ટેસ્ટ ક્રિકેટ ખેલાડી છે જેણે 10,000 થી વધુ ટેસ્ટ રન કરેલ છે અને ઇંગ્લેન્ડની ટીમને પોતાના ઇતિહાસના સર્વોચ્ચ ક્રમાંક પર પહોચાડી છે.
ICC decide to continuation
of Decision Review System (DRS) for all format of International Cricket:-
- ICC દ્વારા T20 ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં Decision Review System (DRS) નાં ઉપયોગ ને જાળવી રાખવાની મંજુરી આપી.
- આ નિર્ણય ICC બેઠકમાં આજે લેવામાં આવ્યો અને મેં મહિનામાં તેને ઘડવામાં આવશે એન અંદાજીત ઓક્ટોમ્બર મહિનામાં તેને લાગુ પાડવામાં આવશે.
- અત્યાર સુધી Decision Review System (DRS) નો ઉપયોગ T20 માં નહોતો થતો.
Post a Comment