Current Affairs 02/02/2017

World Wetland Day – 2nd February:-

  • આજે 2જી ફેબ્રુઆરી “વર્લ્ડ વેટલેન્ડ ડે
  • આ દિવસ ની ઉજવણી વેટલેન્ડનાં મહત્વ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • આ દિવસે 1971 માં વેટલેન્ડ પર કન્વેન્સનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રામસર કેન્વેન્સન પણ કહેવામાં આવે છે જેનું નામ ઈરાનના શહેર રામસર પરથી રાખવામાં આવેલ હતું.
  • આ વર્ષની થીમ છે Wetlands for Disaster Risk Reduction


Union Government in Budget 2017-18 proposes Payments Regulatory Board in RBI:-
  • કેન્દ્ર સરકાર દ્વારા આ વખતના કેન્દ્રિય બજેટ 2017-18માં RBI માં 6 સભ્યોનું એક  “Payment Regulatory Board” સ્થાપવાનું નક્કી કરાયું છે.
  • આ બોર્ડ પેમેન્ટ ઇકો સિસ્ટમમાં માળખાગત સુધારાઓ કરશે.
  • આ બોર્ડ RBI નું નોડલ ઓથોરીટી તરીકે પેમેન્ટ સિસ્ટમનું નિયમન અને દેખરેખ રાખશે.
  • આ બોર્ડ બનાવવા માટે Payment and Settlement System Act, 2007 માં જરૂરી સુધારાઓ કરવામાં આવશે.
  • બોર્ડના સભ્યોમાં RBIના ગવર્નર ચેરમેન તરીકે, ડેપ્યુટી ગવર્નર જે ચુકવણી અને પતાવટની વ્યવસ્થાઓમાં ઇન-ચાર્જ છે તે અને RBIનો એક અધિકારી જે તેના સેન્ટ્રલ બોર્ડ દ્વારા નામાંકિત કરવામાં આવશે તે હશે.
 
Union Government to launch Trade Infrastructure for Export Scheme TIES to develop export infrastructure
  • કેન્દ્ર સરકાર દ્વારા 2017-18ના કેન્દ્રિય બજેટમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે પાયાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે Trade Infrastructure for Export Scheme (TIES) બનાવવાની જાહેરાત કરવામાં આવી.
  • આનો મુખ્ય ધ્યેય નિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે બંદરો સુધીની કનેક્ટિવિટી, ટેસ્ટીંગ લેબ અને પ્રમાણિત કેન્દ્રની સ્થાપના કરવી જેનાથી નિકાસકારોની પડતર કિંમતમાં ધટાડો કરી શકાય.
  • હાલમાં ભારતીય નિકાસકારોનો સૌથી મોટો પ્રોબ્લેમ પાયાની સુવિધાઓનો અભાવ છે જે તેની પડતર કિંમતમાં વધારો કરે છે અને તેના કારણે વૈશ્વિક બઝારમાં ભારતીય પ્રોડક્ટની સ્પર્ધામાં અસર થાય છે.


Britain’s House of Commons gives their ascent to the bill of Brexit from EU:-
  • આજે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ દ્વારા બ્રિટનને યુરોપિયન યુનિયન (BREXIT)માંથી મુક્ત કરવાં માટેના બીલ પર સહમતી દર્શાવી.
  • આ બીલ રજુ કરવાનું કારણ એ છે કે બ્રિટીશ સર્વોચ્ચ અદાલત દ્વારા આ છૂટા પડવાની પ્રક્રિયામાં સંસદની પરવાનગી મેળવવા માટે આદેશ આપ્યો હતો.


Singapore Government bans on Chewing gum Manufacturing
  • ચીન્ગમ (Chewing gum) થી ફેલાતી ગંદગીને ડામવા માટે સિંગાપોર સરકાર દ્વારા ચીન્ગમ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ અંતર્ગત ચીન્ગમ નાં વેચાણ, આયાત અને ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે પરંતુ અમુક મેડીકલ ફાયદા ધરાવતી ચીન્ગમ નાં વેચાણ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


Centre gives grant of Rs. 1350 Cr. to the Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT):-
  • કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની  Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) યોજનાનાં કાર્યન્વન માટે 1,350 કરોડ ફાળવ્યા છે.
  • આ પ્રોજેક્ટ દક્ષિણનાં અલગ-અલગ રાજ્યોમાં 32 જેટલા શહેરોમાં શરુ કરવામાં આવેલ છે.


Union Government to set-up Dairy Processing and Infrastructure Development Fund in NABARD:-
  • કેન્દ્ર સરકાર દ્વારા 2017-18ના કેન્દ્રિય બજેટમાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે NABARD માં Dairy Processing and Infrastructure Development Fund સ્થાપવાની જાહેરાત કરવામાં આવી.
  • તેનો ઉપયોગ દેશમાં દૂધ પ્રોસેસીંગની ક્ષમતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવશે.


9th Bangalore International Film Festival at Bangalore:-
  • કર્નાટકનાં મુખ્યમંત્રી સીદ્દારમૈઆ દ્વારા આજે બેંગલોરમાં 9માં બેંગલોર આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ની શરૂઆત કરવામાં આવી.
  • આ ફેસ્ટિવલમાં કન્નડ ફિલ્મના કળા અને સંસ્કૃતિ નાં ઈતિહાસ રજુ કરવામાં આવે છે.

[ads-post]
RBI announced to not recognize the deals of Bitcoin or any other virtual currency:-
  • RBI દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે તે બિટકોઈન કે તેના જેવી બીજી કોઈ આભાસી કરન્સીમાં થયેલ સૌદાઓને માન્ય રાખશે નહિ.
  • આ ઉપરાંત RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારની કરન્સીથી વહીવટ કરશે તો તે વ્યક્તિ પોતે આ પ્રકારના કાર્ય માટે જવાબદાર ગણાશે.
  • આ ઉપરાંત RBI દ્વાર્રા ચેતવણી આપવામાં આવેલ છે આ પ્રકારની કરન્સી માં લોકોએ કરેલ રોકાણમાં રહેલ આર્થિક, નાણાંકીય અને કાયદાકીય રિસ્ક માટે વ્યક્તિ પોતે જવાબદાર ગણાશે.


St. Petersburg International Economic Forum invites India as Guest Country
  • આ ફોરમ રશિયામાં 1 થી 3 જુન, 2017 દરમ્યાન યોજાશે.
  • આ ફોરમમાં ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે.
  • સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ અર્થશાસ્ત્ર અને બિઝનેસ વિશ્વમાં એક અનન્ય આંતરરાષ્ટ્રીય ઘટના છે.


Lucideus wins “Best IT Startup of India Award of 2016”:-
  • Lucideus એક IT રિસ્ક મેનેજમેન્ટ અને ડીજીટલ સિક્યુરીટી સર્વિસ આપનાર કંપની છે.
  • તેને આ એવોર્ડ કૌશલ્ય વિકાસ અને સાહસિકતાના કેન્દ્રીય મંત્રાલય દ્વારા આયોજિત National Entrepreneurship Aword 2016 સમારંભ દરમ્યાન IT અને ITES (IT-Enabled Srvice)ની કેટેગરીમાં આપવામાં આવ્યો છે.
  • BHIM (Bharat Interface for Money) એપ્લીકેશન જે આધાર આધારિત મોબાઈલ પ્લેટફોર્મ પર ચાલે છે તેની સિક્યુરીટી પાછળ Lucideus છે.
  • Lucideus ની સહસ્થાપના તેના CEO સાકેત મોદી દ્વારા કરવામાં આવી છે.


Neil Gorsuch appointed as Supreme Court of America by American President:-
  • અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આજે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે કન્ઝર્વેટીવ વિચારધારા ધરાવતા Neil Gorsuch ની નિમણુક કરી.
  • Neil Gorsuch એ 49 વર્ષની ઉમર ધરાવતા સરોચ્ચ અદાલતના 25 વર્ષના ઇતિહાસમાં સૌથી નાના જજ છે.
 
Former CEO of BSE Madhu Kannan appointed as Chief Business Officer of UBER:-
  • મુસાફરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉબેરના Chief Business Officer તરીકે BSE નાં ભૂતપૂર્વ CEO અને tata ગ્રુપના અધિકારી મધુ કાનન ની નિમણુક કરવામાં આવી.
  • કાનન આ અગાઉ Merrill Lynch and NYSE Group નાં MD તરીકે કાર્યરત રહેલ છે અને તેઓ વિશ્વના તમામ સ્ટોક એક્સચેન્જ માંના સૌથી નાની ઉમરના CEO તરીકે કાર્ય કરેલ છે.


Frank Lampard (Football Player) declared retirement:-
  • Chelsea and England legend Frank Lampard પોતાના 21 વર્ષના ફૂટબોલ કારકિર્દી બાદ આજે નિવૃત્તિની જાહેરાત કરી.
  • આ 38 વર્ષીય ખેલાડીએ પોતાની કારકિર્દી Chelsea માટે કલબના રોકોર્ડ માં 211 ગોલ કરેલ છે અને ચેમ્પિયન લીગ ઉપરાંત ત્રણ વખત પ્રમિયર લીગ ટાઈટલ વિથ બ્લુમાં વિજેતા બનેલ છે.


Medals for Tokyo Olympic 2020 will be made from scraps of old Medals, old Mobiles and other old Devices:-
  • 2020નાં ટોક્યો ઓલમ્પિકનાં મેડલ લોકો દ્વારા દાનમાં આપેલ જુના મોબાઈલ અને અન્ય ઉપકરણો માંથી મેળવેલ ધાતુઓમાંથી બનાવવામાં આવશે. જેથી લોકોને રીસાયકલીંગ માટે જાગૃત કરી શકાય.


Lakshya Sen becomes number one Junior Player of Badminton:-
  • દેહરાદૂનની 15 વર્ષીય લાક્ષ્યા સેન બેડમિન્ટની પ્રથમ ક્રમાંકની જુનિયર પ્લેયરની સિદ્ધી હાંસલ કરી.
  • ગયા વર્ષે સપ્ટેમ્બર માં આયોજિત ટુર્નામેન્ટમાં લાક્ષ્યા youngest winner of the All India Senior Ranking Badminton Tournament બની હતી.


Amit Mishra (Cricket Player) makes record of 201 wickets in T-20:-
  • ભારતના અમિત મિશ્રાએ બેન્ગલુરુંમાં રમાયેલ T-20 મેચમાં 201 મી વિકેટ મેળવીને રવીનચન્દ્ર અશ્વિનના ભારતના સૌથી વધારે 200 વિકેટના રેકોર્ડ ને તોડી નાખ્યો.






Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.