Current Affairs 01/02/2017

31st Surajkund International Craft Fair 2017 at Haryana:-


  • 31માં સુરજકુંડ આંતરાષ્ટ્રીય ક્રાફ્ટ મેળાની આજથી 15 દિવસ સુધી શરૂઆત કરવામાં આવી.
  • આ મેળાનું આયોજન સુરજકુંડ મેલા ઓથોરિટી અને હરિયાણા પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જેમાં કેન્દ્રીય પ્રવાસન,સંસ્કૃતિ, કાપડ અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય પણ જોડાયેલ છે.
  • આ મેળાનું થીમ રાજ્ય ઝારખંડ છે અને સહભાગી દેશ ઈજીપ્ત છે.
  • આ મેળાની ઉજવણી ઈ. સ. 1987 થી દર વર્ષે થાય છે.


New concept of Universal Basic Income (UBI) as an alternative to the various social welfare schemes:-

  • દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટાડવાનો આ નવો વિચાર આર્થિક સર્વે 2016-17 માં રજુ કરવામાં આવ્યો છે.
  • UBI મારફતે ગરીબોને વધુ કાર્યક્ષમ રીતે મદદ કરવા તેમને મળવાપાત્ર સ્ત્રોતો સીધા પહોચાડવામાં આવશે.
  • તે હાલની કલ્યાણ યોજનાઓ અને સબસિડીઓને વ્યવસ્થિત રીતે અમલીકરણ કરવા માટેનું અવેજી તરીકે છે.
  • Universal Basic Income (UBI):-
    • આ મૂળ આવક એક સામાજિક સુરક્ષાનું એક સ્વરૂપ છે, જેમાં દેશના દરેક નાગરીકો નિયમિત રીતે બિનશરતી રકમ જે સરકાર પાસેથી મેળવે છે. જે સર્વવ્યાપકતા અને બિનશરતી સિધ્ધાંતો પર આધારિત છે.


Former Union Minister E Ahmad passed away recently:-

  • ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઇ અહેમદનું નિધન હદયરોગના હુમલાથી થયું.
  • તેઓ 78 વર્ષના હતા.
  • તેઓ કેરળના મલપ્પુરમ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.
  • તેઓ ભારતીય સંઘ મુસ્લિમ લીગના પ્રમુખ પણ હતા.
  • તેમને અંગ્રેજી અને મલયાલમ માં 3 બૂક પણ લખી હતી.

[ads-post]
Ireland becomes world’s first country to stop investment in Fossil Fuels
  • આયર્લેન્ડ વિશ્વની પ્રથમ દેશ છે જેને અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) માં રોકાણ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.
  • આ માટે આઈરીશ સંસદે કાયદો બનાવીને વ્યુહાત્મક રોકાણ ફંડ (Strategic Investment Fund) બનાવવામાં આવશે જે આવતા 5 વર્ષમાં અશ્મિભૂત ઇંધણના ઉદ્યોગોમાંથી સંપૂર્ણપણે રોકાણ દુર કરશે.


Meghalayas first ever Apparel and Garment Centre started at Ampati:-

  • આ કેન્દ્રની સ્થાપના મેઘાલયના અમ્પાતીમાં આવેલ ગારો પહાડી વિસ્તારના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં કરવામાં આવી છે.
  • આની શરૂઆત કેન્દ્રીય કાપડ મંત્રી સ્મ્રીતી ઈરાની દ્વારા કરવામાં આવી હતી.
  • આ કેન્દ્ર 45,000 ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે.
  • આ કેન્દ્રની સ્થાપના North East Region Textiles Promotion Scheme (NERTPS) હેઠળ કરવામાં આવી છે.


Income Tax Department started e-Platform for Operation Clean Money:-

  • આવકવેરા વિભાગ દ્વારા સ્વચ્છ ધન અભિયાન (Operation Clean Money) માટે ઇલેકટ્રોનીક પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવેલ છે.
  • આ અભિયાન અંતર્ગત ડીમોનેટાઈઝેસન દરમિયાના મોટા પ્રમાણમાં થયેલ ટ્રાન્ઝેક્શન ની માહિતીને આવકવેરા વિભાગના ડેટાબેઝ સાથે જોડીને વેરીફીકેસન કરવામાં આવશે.

[ads-post]
High level meeting was done between India & Russia for Counter-Terrorism at Delhi:-

  • ભારત અને રશિયા દ્વારા આતંકવાદ-વિરોધી પગલાઓ ભરવા માટે નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
  • આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ એક્સટર્નલ અફેર્સના સેક્રેટરી પ્રીતિ સરન અને રશિયાનું પ્રતિનિધિત્વ Oleg V. Syromolotov રશિયાના નાયબ વિદેશપ્રધાને કર્યું હતું.


40th Indian Coast Guard Day on 1st February:-

  • આજે 1 ફેબ્રુઆરી 40મો ભારતીય કોસ્ટગાર્ડ દિવસ છે.
  • આંતરિક ભારતીય કોસ્ટગાર્ડ ની શરૂઆત 1 ફેબ્રુઆરી 1977 નાં રોજ નેવીમાંથી થઇ હતી.


14th Death anniversary of Astronaut Kalpana Chawla – 1st February:-

  • આજે ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી કલ્પના ચાવલાની 14મી પુણ્યતિથી છે.
  • તેમનો જન્મ 17th May, 1962 ના રોજ હરિયાણામાં થયો હતો.
  • તેમનું મૃત્યુ 1st February, 2003 ના રોજ નાસા ના સ્પેસ શટલ કોલમ્બિયાના એક અકસ્માત દરમ્યાન થયું હતું.
  • તેમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા હતા.
    • Congressional Space Medal of Honour
    • NASA Space Flight Medal
    • NASA Distinguished Service Medal


Two new AIIMS will be starting at Zarkhand & Gujarat:-

  • બે નવા All India Institute of Medical Sciences (AIIMS) ની શરૂઆત ઝારખંડ અને ગુજરાતમાં કરવામાં આવશે.
  • આ સાથે AIIMS સંસ્થાની કુલ 9 શાખાઓ ભારતમાં હશે.

Government announces new rules for Political Funding Limitation
  • રાજનૈતિક દળોમાં રાજનૈતિક ફંડિંગ અને કાળા નાણાની સમસ્યાને નાથવા માટે નાણામંત્રી અરુણ જેટલીએ નવાં નિયમ જાહેરાત કરી છે જે મુજબ કોઇપણ રાજનૈતિક પાર્ટીને પ્રતિવ્યક્તિ વધુમાં વધુ 2000 કેસ(રોકડ) ફંડિંગ થઇ શકશે.
  • રાજનૈતિક પાર્ટી ચેક, ઈલેક્ટ્રોનિક બોન્ડ, ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા અનુદાન મેળવી શકશે.
  • અગાઉ રાજનૈતિક પાર્ટી માટે કેસ (રોકડામાં) આ લિમિટ 20,000 ની હતી.


[ads-post]
Union Government started Online Education Platform “SWAYAM” for Students to do Online Courses:-

  • આજે બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા સ્વયમ (swayam) ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ની શરૂઆત કરવામાં આવી છે જે મુબજ વિદ્યાર્થીઓ ઓનલાઈન 350 કરતા વધારે કોર્સ કરી શકશે.
  • સ્વયમ કોર્સ માં વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ટુ હોમ (D to H) ની ચેનલ દ્વારા વિડીયો લેકચર ની મદદથી અને ઓનલાઈન ડિસ્કશન પ્લેટફોર્મ ની મદદથી વિદ્યાર્થીઓ કોર્સ કરી શકશે.


Indian School of Business Hyderabad get 1st rank from Financial Times Global MBA Ranking of the best 100 Programme 2017:-

  • Financial Times Global MBA Ranking of the best 100  કાર્યક્રમ અંતર્ગત 2017 માં વિશ્વમાં હેદરાબાદની ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસ પ્રથમ ક્રમાંક પર આવી.


Mexico citizens are beginning to boycott the items produced by US
  • મેક્સિકોનાં નાગરિકોએ US ઉત્પાદિત વસ્તુઓનાં બહિષ્કાર કરવાની શરૂઆત કરી છે. જેને કારણે વોલમાર્ટ, મેકડોનાલ્ડ, સ્ટારબક્સ જેવી કંપનીઓની વસ્તુઓનાં વેચાણ પર અસર પડી શકે છે.
  • આ પાછળનું કારણ ટ્રમ્પ પ્રશાસન દ્વારા મેક્સિકોની વસ્તુઓ પર 20% કર નાખવાનાં પરિણામે આ પ્રકારનું પગલું ભરવા માટે મેક્સિકોના  નાગરિકોએ શરૂઆત કરી છે અને આ પ્રકારનાં ટેક્સનું કારણ મેક્સિકો-અમેરિકાની સરહદ પર 2000 મીલ લાંબી સરહદ પર દિવાલ બનાવવા માટેનો ખર્ચની ભરપાઈ રૂપે અમેરિકા દ્વારા મેક્સિકો પાસેથી આયાત થતી વસ્તુઓ પર ઊંચો કર નાખ્યો છે.


Pakistan’s Prime Minister Nawaz Sharif has decided to remove the ban on a Bollywood films
  • પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે આજે બોલીવુડની ફિલ્મ પર લગાડવામાં આવેલા પ્રતિબંધને દુર કરવાનો નિર્ણય લીધો છે.
  • જો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે તો હ્રીતિક રોશનની કાબિલ ફિલ્મ અને શાહરૂખ ખાનની રહીશ ફિલ્મ પાકિસ્તાનમાં રજુ થઇ શકે છે.
  • પાકિસ્તાન સરકાર દ્વારા ઓક્ટોબર 2016 થી ભારતની ફિલ્મો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


Former secretory of Nazi Minister Brunhilde Pomsel passed away recently
  • નાઝી મિનિસ્ટર Joseph Goebbels નાં ભૂતપૂર્વ સેક્રેટરી Brunhilde Pomsel (106) નું નિધન થયું.
  • Brunhilde Pomsel નાં જણાવ્યા અનુસાર તેણીને 6 લાખ જીયુસ લોકોની હત્યા વિશે તેઓને કોઈ ખ્યાલ ન હતો અને તેમણે નાઝી સાથે કામ કરવા બદલ પોતાને મુર્ખ ગણાવ્યા હતા.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.