A. P. Singh
appointed as Head of India Post Payment Bank:-
- એ. પી. સિંઘની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના હેડ તરીકે નિમણુંક કરવામાં આવી.
- તેઓ 1986ની બેચના Indian Postal Serviceના અધિકારી છે.
- આ પહેલા તેઓ Department of Investment and Public Assets Management (DIPAM) ના સંયુક્ત સચિવ હતા.
Pulse Polio
Programme for 2017 started by President Pranab Mukherjee on National
Immunization Day 2017:-
- National Immunization Day નાં પ્રસંગે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા દેશવ્યાપી Pulse Polio Programme for 2017ની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન થી શરૂ કરવામાં આવી.
- આ પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષથી નાની વયનાં 17 કરોડ બાળકોને પોલીયોની રશી આપવામાં આવશે અને ભારતનું પોલીયો મુક્તનું સ્ટેટ્સ જાળવી રાખવામાં આવશે.
North-East Film Festival started by National Film Archive of India:-
- ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ મંત્રાલયના સચિવ અજય મિત્તલ દ્વારા National Film Archive of India પુણે, મહારાષ્ટ્રમાં આયોજીત નોર્થ-ઇસ્ટ ફિલ્મ ફેસ્ટિવલ “Fragrances from the North East” ની શરૂઆત કરવામાં આવી.
- આ ફિલ્મ ફેસ્ટિવલ નો મુખ્ય હેતુ ભારતનાં અન્ય ક્ષેત્રોનાં લોકોને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા અને ભારત સરકારનાં કાર્યક્રમ “Ek Bharat Shreshtha Bharat" નો પ્રચાર કરવાનો છે.
Shillong Accord was signed between North Eastern Council (NEC) and
Ministry of Textiles to promote Bamboo and Cane arts
- નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ (NEC) અને Development Commissioner (Handicrafts), Ministry of Textiles વચ્ચે શેરડી અને બામ્બુ ની કલા અને લોકોની આવડતને પ્રોત્સાહન આપવા માટે શિલોંગમાં સમજુતી કરાર કરવામાં આવ્યો.
- આ સમજુતી કરાર પર NEC નાં સચિવ રામ મુઈવાહ અને હસ્તકલા નાં વિકાસ કમીશ્નર આલોક કુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
Arunachal
Pradesh’s Teblo gets first rank during celebration of Republic Day 2017:-
- પ્રજાસત્તાક દિનનાં પર્વ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ 17 રાજ્યોનાં ટેબ્લોમાં પ્રથમ સ્થાન અરુણાચલ પ્રદેશના ટેબ્લોને મળ્યું.
- આ ટેબ્લો પર યાક નૃત્ય (આદિવાસી બૌદ્ધ સમ્રદાયનું એક લોકપ્રિય મૂકનાટક) દર્શાવવામાં આવ્યું હતું.
- ત્રિપુરાના ટેબ્લોને બીજો ક્રમાંક અને મહારાષ્ટ્ર અને તમિલનાડુ નાં ટેબ્લોને સાથે ત્રીજું સ્થાન મળ્યું હતું.
CISF gets best Marching Contingent Award during Republic Day
celebration:-
- અલગ-અલગ પેરમિલીટરી ની માર્ચીંગ કન્ટીન્જેન્ટ માં CISF (Central Industrial Security Force) ને સૌથી શ્રેષ્ઠ marching contingent નો એવોર્ડ મળ્યો હતો.
- આ એવોર્ડ CISF ને પાંચમી વખત મળ્યો છે આ પહેલા આ એવોર્ડ 2007, 2008, 2013 અને 2015 માં તેમને મળ્યો હતો.
- આ ઉપરાંત સર્વિસ કેટેગરીમાં આ એવોર્ડ Madras Engineer Group of the Indian Army ને મળ્યો હતો.
RBI gives
permission to Indian Post for operating commercial work
- ભારતીય પોસ્ટ માં બેંકિંગ ઓપરેશનનાં કોમર્શિયલ કાર્યવાહીને આગળ વધારવા માટે RBI દ્વારા પરવાનગી આપવામાં આવી.
- ભારતીય પોસ્ટ આ પ્રકારની પરવાનગી મેળવનાર ત્રીજી સંસ્થા છે આ પહેલા એરટેલ અને પેટીએમને આ પ્રકારની પરવાનગી આપવામાં આવેલ છે.
Seven new
countries signed CbC MCAA agreement
- Multilateral Competent Authority Agreement for Country-by-Country Reporting (CbC MCAA) ના કરાર પર નવા સાત દેશો (લિથુનિઆ, ગેબોન, હંગેરી, ઇન્ડોનેસિયા, માલ્ટા, મોરીસીઅસ અને રશિયા) દ્વારા સહી કરવામાં આવી.
- આ કરાર કરને લાગતી માહિતીને આપોઆપ એકબીજા દેશોને મોકલવામાં આવે તે માટે છે.
- ભારતે આ કરાર પર મે, 2015માં સહી કરી હતી.
- હાલમાં આ કરાર પર સહી કરનારા નવા સાત દેશોની સાથે કુલ 57 દેશો થઇ ગયા છે.
Switzerland’s
Roger Federer wins Australian Open Male Single:-
- ઓસ્ટ્રેલીયન ઓપનના પુરુષના સિંગલમાં સ્પેનના રફેલ નડાલ ને હરાવીને રોજર ફેડરરે પોતાની કારકિર્દીનો 18 મો ગ્રાન્ડ સ્લેમ જીતી લીધો હતો.
- આ બંને વચ્ચે હાલ સુધીમાં કુલ 12 વખત સ્લેમ રમાઈ ચૂકયા છે જેમાંથી 9 વખત રોજર ની જીત થયેલ છે.
- ઓસ્ટ્રેલીયન ઓપનમાં ગ્રાન્ડ સ્લેમ જીતીને રોજર ફેડરરે સૌથી મોટી ઉમરે (35 વર્ષ અને 174 દિવસ) આ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ બનાવ્યો.
America-Colombia’s
Abigail Spears and Juan Sebastian Cabal wins Australian Open Tennis Mix
Dabble:-
- ઓસ્ટ્રેલીયન ઓપનની ટેનિસમાં મિક્ષ ડબલમાં ભારતીય-ક્રોએશિયાની જોડી સાનિયા મિર્જા અને ઇવાન દોડીગની જોડીને અમેરિકા-કોલંબિયાની Abigail Spears and Juan Sebastian Cabal એ હરાવીને ટાઈટલ જીતી લીધું.
FIFA declared
official Match Ball to “Adidas Praia” for next Beech Football World Cup:-
- આવનારી FIFA બિચ ફૂટબોલ વર્લ્ડ કપ માટે આજે FIFA દ્વારા ઓફિસિયલ મેચ બોલ Adidas Praia ની જાહેરાત કરવામાં આવી.
- આ બિચ ફૂટબોલ બહામાસમાં એપ્રિલ મહિનામાં રમાવાની છે. આ બોલનો રંગ બ્લુ છે જે બહામાસના દરિયાના બ્લુ રંગની માફક છે અને તે વજનમાં હળવો અને ઓછા-દબાણ વાળો છે.
Post a Comment