Current Affairs 26/01/2017

68th Republic Day of India – 26th January, 2017:-


  • આજે 26 જાન્યુઆરી ભારતનો 68 મો પ્રજાસત્તાક દિન.
  • 26 જાન્યુઆરી 1950માં ભારતનાં બંધારણનાં અમલીકરણની શરૂઆત કરવામાં આવી હતી અને આમ તેણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની જગ્યા લિધી.
  • આજનાં જ દિવશે 1930 માં કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


International Customs Day – 26th January, 2017:-

  • 26 જાન્યુઆરીને “આંતરાષ્ટ્રીય કસ્ટમ્સ દિન” તરીકે પણ ઉજવવામાં આવે છે.
  • આ દિન કસ્ટમ્સ દિન તરીકે ઉજવવાનું કારણ કસ્ટમ્સ અધિકારીઓનાં બોર્ડર સુરક્ષાનાં અગત્યનાં કાર્યમાં તેમની આગવી ભુમિકાને ધ્યાનમાં લઈને મનાવવામાં આવે છે.
  • આ વર્ષની થીમ છે : Data Analysis for Effective Border Management


Today in history on 26th January, 1788 British Ship first time reach to the Australia, so this day celebrated as “Australia Day”:-

  • આજ દિને 1788નાં દિવસે બ્રિટીશ જહાજ પ્રથમ વખત ઓસ્ટ્રેલીયા ખંડ પર પહોચ્યું હતું અને યુરોપિયન વસાહત ની શરૂઆત કરી હતી.
  • આથી આજના દિનને ઓસ્ટ્રેલીયા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે.
 
Martyr Havildar Hangpan Dada get highest Military Award “Ashok Chakra”:-

  • પ્રજાસત્તાક દિન નિમિત્તે શહીદ હાવીલદાર હંગપાન દાદા ને સૌથી ઉચ્ચ મિલીટરી એવોર્ડ અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
  • આ ઉપરાંત 4 PARA રોહિત સૂરી ને LoC પર આતંકવાદીને નિશાન બનાવવા માટે લોન્ચ પેડને મૂકવા બદલ બીજો સૌથી ઉચ્ચો મિલીટરી એવોર્ડ “કીર્તિ ચક્ર” થી સન્માનિત કરવામાં આવ્યા.
  • આ ઉપરાંત સુરક્ષા મંત્રી મનોહર પારીકર દ્વારા 10 NCC કેડેટ્સ છોકરીઓ અને 1 કેડેટ્સ ઇન્ટ્રક્ટર કે જેમણે સફળતા પૂર્વક માઉન્ટ એવરેસ્ટ ને પાર કર્યો તેમને “રક્ષા મંત્રી પદક” આપવામાં આવ્યો.
  • રક્ષા મંત્રી પદકની શરૂઆત 1989 માં શરૂઆત કરવામાં આવી અને આ એવોર્ડ કેડેટ્સને ખાસ કાર્યો અને ઉચ્ચ કક્ષાની સેવા બદલ આપવામાં આવે છે.


Madhya Pradesh Chief Minister Shivrajsinh Chauhan declare ban on use of Polythine from 1st May, 2017
  • મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 1 મે થી સમગ્ર રાજ્યમાં પોલિથીનનાં ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી.


Central Government give permission Varishtha Pension Bima Yojana 2017 (VPBY 2017):-

  • કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ પેન્સન બીમા યોજના 2017 (VPBY 2017)ને પરવાનગી આપવામાં આવી.
  • આ યોજનાનું અમલીકરણ ભારતીય જીવન બીમા નિગમ (LIC) દ્વારા ચાલુ વર્ષે (2016-17) માટે કરવામાં આવશે.
  • આ યોજનાની શરૂઆત સરકારની નાણાકીય સમાવેશન અને સામાજીક સુરક્ષા ની નીતિ અંતર્ગત કરવામાં આવશે.

 [ads-post]
Maharashtra School Education Department orders to celebrate “Marathi Bhasha Gaurav Day” on 27th February
  • મહારાષ્ટ્ર સ્કુલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા 27 ફેબ્રુઆરીનાં દિનને મરાઠી ભાષાના વિકાસમાં અગત્યનો ફાળો આપનાર જ્ઞાનપીઠ કવિ કુસુમગ્રાજની યાદમાંમરાઠી ભાષા ગૌરવ દિન” તરીકે ઉજવવાનો આદેશ આપવામાં આવ્યો.


Corruption Perception Index 2016 – India Ranks 79:-

  • ભારતનો ક્રમ આ ઇન્ડેક્ષમાં 176 દેશોમાંથી 79મો છે.
  • આ ઇન્ડેક્ષ બર્લિન ખાતેની ભ્રષ્ટાચાર પર ધ્યાન રાખતી Transparency International (TI) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
  • આ ઇન્ડેક્ષ તૈયાર કરવા માટે World Bank, World Economic Forum અને બીજી અન્ય સંસ્થા પાસેથી માહિતી એકત્ર કરવામાં આવે છે.
  • આ ઇન્ડેક્ષમાં દેશોનો ક્રમાંક 0 (Highly Corrupt) થી 100 (Very Clean) ની વચ્ચે આપવામાં આવે છે.


Indian Company “TeamIndus” selected in 5 International Finalist for Google Lunar Xprize:-

  • Google Lunar XPRIZE માટે 5 આંતરાષ્ટ્રીય ફાઈનાલીસ્ટ માં ભારતની બેંગલુરુમાં રહેલી કંપની "TeamIndus"ની પસંદગી કરવામાં આવી.
  • જેમાં ઇનામ જીતનારને અંદાજીત (20 મિલિયન ડોલર) 136 કરોડ નું ઇનામ આપવામાં આવશે.
  • આ ઇનામ જીતવા માટે ટીમને પોતાના રોબોટનું ચંદ્ર પર લેન્ડ કરાવીને 500 મીટર ઓછામાં ઓછુ ચલાવીને ઉચ્ચ ક્ષમતાના વિડીઓ અને ઈમેજ પૃથ્વી પર પાછી મોકલવાની રહે છે.
  • TeamIndus દ્વારા ISRO પાસેથી તેમનો માનવરહિત સ્પેસક્રાફ્ટનું પ્રક્ષેપણ કરવાનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો.


China will install World’s brightest Light source “Beijing Light Source” at Beijing:-

  • ચીન દ્વારા વિશ્વનો સૌથી વધુ પ્રકાશિત લાઈટ સૌર્સ Beijing Light Sourceનું બેઈજિંગમાં સ્થાપવાની યોજના બનાવી. આ પ્રોજેક્ટ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે.


Sumo Wrestler Kisenosato is First Japanese who wins Yokozuna (Grand Champion):-

  • સુમો વ્રેસ્ટલર Kisenosato  'yokozuna' (રમતનો ગ્રાન્ડ ચેમ્પિયન) નું ટાઈટલ મેળવનાર પ્રથમ જાપાનીઝ વ્રેસ્ટલર બન્યો.




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.