Current Affairs 25/01/2017

Digital Payment Committee give recommendation on Digital Payment in India:-


  • મુખ્યમંત્રીની ડિજીટલ પેમેન્ટ પેનેલ દ્વારા આજે સલાહ આપવામાં આવી કે 50000 કે તેથી વધારે રોકડના વહીવટ પર ટેક્સ નાખવાનું નક્કી કરવામાં આવે.
  • આ ઉપરાંત પેનલ દ્વારા એ પણ સુચન કરવામાં આવ્યું કે વેપારીઓ કે જેમને ડિજીટલ પેમેન્ટ બદલ મળતી છૂટ ને રોકડામાં મળતી છૂટ કરતા વધારે હોય છે to આ છૂટ ને નાબુદ કરવામાં આવે.
  • પેનલના પ્રમુખ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે.


7th National Voter Day on 25th January:-

  • આજે 7મો રાષ્ટ્રીય મતદાર દિન છે.
  • જેની શરૂઆત 2011થી કરવામાં આવી હતી.
  • આજ દિવશે એટલે કે 25 જાન્યુઆરી 1950માં ભારતનાં ચુંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ વર્ષની થીમ છે :  'Empowering Young and Future Voters'


All India Football Federation (AIFF) present first Indian women’s professional league as “The Indian Women’s League”:-

  • All India Football Federation (AIFF) દ્વારા આજે ભારતમાં મહિલાઓની પ્રથમ પ્રોફેશનલ લીગ નું ટાઈટલ The Indian Women's League રજુ કરવામાં આવ્યું.
  • આ લીગમાં 6 ટીમ ભાગ લેશે અને તે દિલ્હીનાં આંબેડકર સ્ટેડિયમમાં રમાશે.


“Khelegi toh Khilegi” the pan-India initiative for girls football has been launched by Nurturing Excellence in Sports Trust (NEST) a Non-profit   organization:-

  • આ સંસ્થા આ પ્રોગ્રામ દ્વારા The National Yuva Co-operative Society (NYCS) ની સાથે મળીને આખા ભારતમાં 10 થી 15 વર્ષની છોકરીઓને ફૂટબોલ રમાડીને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • સૌ પ્રથમ ઇવેન્ટ Thyagaraj Stadium ખાતે યોજાઈ હતી જેમાં આખા ભારતમાંથી 700 છોકરીઓએ ભાગ લીધો હતો.


“The Future of India” book has been written by Bimal Jalan:-

  • બિમલ જાલન RBI ના ભૂતપૂર્વ ગવર્નર હતા.
  • આ બૂકમાં તેમને રાજકારણ, અર્થશાસ્ત્ર અને શાશન વચ્ચે થતા ટકરાવો અને તેની ભારત પર થતી અસરો વિષે જણાવ્યું છે, જે ભારતનું ભવિષ્ય નક્કી કરી શકશે.

[ads-post] 
Delhi International Airport Pvt. Ltd. has won “Golden Peacock Award” for CSR:-

  • Delhi International Airportને “ગોલ્ડન પિકોક એવોર્ડ” આપવામાં આવ્યો.
  • આ એવોર્ડ તેના વાહનવ્યવહાર ક્ષેત્રે Corporate Social Responsibility (CSR)ની કામગીરી બદલ આપવામાં આવ્યો.
  • આ ઉપરાંત આ એરપોર્ટ મુસાફરોના વહનમાં 2015 & 2016 દરમ્યાન વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર હતું.


Three Party Mechanism started by Turkey, Russia and Iran to solve the problem in Syria:-

  • સિરિયામાં સંઘર્ષ વિરામના ઉલ્લંઘન પર ધ્યાન રાખવા માટે થ્રી પાર્ટી મિકેનીઝમની રચના કરવામાં આવી.
  • આ પ્રણાલીને થ્રી પાર્ટી મિકેનીસ્મ એટલા માટે કહેવામાં આવે છે કારણકે તેમાં ત્રણ દેશો તુર્કી, રશિયા અને ઈરાન ભાગ લઇ રહ્યા છે.
  • આ માટેની વાતચીતનું આયોજન કઝાખસ્તાનની રાજધાની સ્થાનામાં કરવામાં આવી હતી.
  • ઈરાન અને રશિયા દ્વારા સીરિયાની સરકારને મદદ કરવામાં આવી રહી છે જ્યારે તુર્કી બળવાખોરને સહાય કરી રહી છે.


Vice Chancellor of every Kendriya Vidhyapith decide to hoisting our National Flag in an University Campus
  • દરેક કેન્દ્રીય વિદ્યાપીઠના વાઈસ-ચાન્સેલરોએ પોત-પોતાની યુનિવર્સીટીના કેમ્પસમાં  રાષ્ટ્રધ્વજને ફરકાવવાનું નક્કી કર્યા બાદ આજે તેની શરૂઆત દિલ્હીમાં દિલ્હી યુનિવર્સીટીમાં પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની શરૂઆત કરવામાં આવી.
  • ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અનુસાર દિલ્હી યુનિવર્સીટીએ દેશની પ્રથમ યુનિવર્સીટી છે જે સ્મારકિય ફ્લેગ પોલ ધરાવે છે.


Japan launched his first Military Satellite “Kirameki-2 (Kee-RAH-meh-kee-2)”
  • જાપાન દ્વારા આજે તેનાં પ્રથમ મિલીટરી ઉપગ્રહ Kirameki-2 (kee-RAH-meh-kee 2) નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
  • આ સેટેલાઈટને છોડવાનું મુખ્ય કારણ નોર્થ કોરિયા અને સમુદ્રમાં ચીનની દરમિયાનગીરી જેવા પરિબળો કારણભુત માનવામાં આવે છે.
  • આ ઉપગ્રહ એ જાપનનાં ત્રણ મિલીટરી ઉપગ્રહમાનો પ્રથમ ઉપગ્રહ છે. અને તેનાથી હાલમાં જાપાનની મિલીટરી દ્વારા વાપરવામાં આવતાં નાગરિક ઉપગ્રહોની કાર્યક્ષમતા કરતાં વધારે ઝડપથી અને ઉચ્ચ ક્ષમતા વાળી કોમ્યુનિકેશન સુવિધા પ્રાપ્ત થશે.


ICC declared 4 Women Umpire selected in panel out of 11 Umpire for Umpiring in ICC Women’s World Cup Qualifier 2017:-

  • ICC દ્વારા આવતા મહીને યોજાનારી ICC Women's World Cup Qualifier 2017માં અમ્પાયરીંગ માટેની 11 અમ્પાયરની મજબુત પેનલમાંની 4 મહિલા અમ્પાયરનું નામ જાહેર કરવામાં આવ્યું.
  • જે નીચે મુજબ છે:

o    Kathleen Cross (New Zealand), 
o    Sue Redfern (England), 
o    Claire Polosak (Australia), 

o    Jacqueline Williams (West Indies)

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.