Current Affairs 10/01/2017

World Hindi Day – 10th January:-

  • 10 જાન્યુઆરી નાં દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિવસની ઉજવણીનો હેતુ વિદેશમાં પણ હિન્દીનો ઉપયોગ થાય તે માટેનો છે.
  • પ્રથમ વાર 2006 માં 10 જાન્યુઆરી ના દિવસે નાગપુર માં વિશ્વ હિન્દી કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દર વર્ષે 10 જાન્યુઆરી નાં દિવસને “વિશ્વ હિન્દી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
  • “વિશ્વ હિન્દી દિન” અને “હિન્દી દિન” બંને અલગ-અલગ છે. હિન્દી દિન 14 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. કારણ કે 14 સપ્ટેમ્બર 1949 માં આ દિવસે હિન્દી ભાષાને બંધારણીય સભા દ્વારા હિન્દી ને ભારતની આધિકારીક ભાષા સ્વીકારવામાં આવી હતી.


India – Myanmar Border Fencing:-

  • મ્યાનમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તે ભારત-મ્યાનમાર સીમા પર ફેન્સીંગની વ્યવસ્થા ઉભી કરશે.
  • આ વ્યવસ્થા કરવા દરમિયાન બંને દેશોના નાગરિકોની રૂઢી અને પરંપરા અનુસાર અવરજવર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવશે નહિ.
  • મ્યાનમાર દ્વારા નાગા સ્વયં-શાસિત પ્રદેશમાં સીમાંકિત રેખાથી 10 મીટરની દુરી પર આ ફેન્સીંગ ની વ્યવસ્થા કરશે.


Continuation of ‘Hotline’ started by Barack Obama and Narendra Modi:-

  • ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપવામાં આવેલ “હોટલાઈન” ઓબામાની નિવૃત્તિ બાદ પણ શરૂ રહેશે.
  • આ એકમાત્ર હોટલાઈન હતી કે જેની રચના અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઓબામા નાં સમયગાળા દરમિયાન રચવામાં આવી હતી.
  • આમ ભારત એ રશિયા, બ્રિટન અને ચીન બાદ અમેરિકા સાથે હોટલાઈન ધરાવતું ચોથું રાષ્ટ્ર છે.


First time UAE’s army may take part in the parade in New Delhi on The Republic Day of 2017:-

  • 2017 નાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રથમ વાર UAE નાં સૈનિકો દિલ્હીના રાજપથ પર પરેડ માં ભાગ લેશે.
  • આ વર્ષે પ્રજાસત્તાક દિન પર મુખ્ય મહેમાન તરીકે UAE નાં રાજકુમાર  Sheikh Mohammed bin Zayed Al Nahyan ને આમંત્રિત કરવામાં આવેલ છે.

[ads-post]
India INX – India’s first International Exchange:-

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતનું પ્રથમ ઇન્ટરનેસનલ એક્સચેન્જ “India INX” ની શરૂઆત ગુજરાતના International Financial Service Centre (IFSC) પર શરૂઆત કરવામાં આવી.
  • બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નાં એક પેટાભાગ તરીકે India INX એ 4 માઈક્રોસેકંડ નાં ટર્નઅરાઉન્ડ સમય સાથે દિવસના 22 કલાક શરૂ રહેશે.
  • તે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને NRI લોકોને વિશ્વમાં ગમે ત્યાંથી વ્યાપાર માટે મદદરૂપ બનશે.


Mumbai becomes to have highest Wi-Fi hotspot- country’s largest Wi-Fi service:-

  • મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડન્વીસ દ્વારા મુંબઈની આસપાસ 500 વાઈ-ફાઈ હોટસ્પોટ ની શરૂઆત કરવામાં આવી. 
  • આ શરૂઆત સાથે મુંબઈ દેશનું સૌથી મોટું જાહેર વાઈ-ફાઈ સેવા ધરાવતું બની ગયું છે.


CRPF appoints ‘Usha Kiran’ as Assistant Commandant (first women officer) in Bastar area.:-

  • સુરક્ષા દળો દ્વારા મહિલાઓ પર રેપ અને હુમલાઓ જેવા ગંભીર આરોપોને ધ્યાનમાં લઈને CRPF દ્વારા બસ્તાર વિસ્તારમાં પ્રથમ મહિલા ઓફિસરની નિમણુક કરવામાં આવી.
  • ઉષા કિરણ (27), આસીસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે નિમણુક કરવામાં આવી છે. જેનાથી આ પ્રકારની ગંભીર બાબતોને નિવારી શકાય.


Kalyan Krishnamurthy appointed as new CEO of Flipkart:-

  • ભૂતપૂર્વ ટાઈગર ગ્લોબલ એકઝીક્યુટીવ કલ્યાણ ક્રિષ્નમૂર્તિ કે જેઓએ જુન 2016 માં ફ્લીપકાર્ટ (flipcart) માં જોડાયા હતા. તેમને ફ્લિપકાર્ટ નાં નવા CEO તરીકે નિમણુક કરવામાં આવી છે.
  • તેમણે કંપનીના કો-ફાઉન્ડર બિન્ની બંસલ ની જગ્યા લીધેલ છે.
  • બંસલ નવી સ્થાપિત કરેલી જગ્યા ગ્રુપ CEO તરીકે નું કામકાજ કરશે.


American Technology Company IBM is getting 1st rank in getting Patent:-

  • અમેરિકન ટેકનોલોજી કંપની IBM 2016 એક વર્ષમાં 8000 થી વધારે પેટેન્ટ મેળવનાર કંપની બની.
  • 8088 પેટેન્ટ સાથે IBM પ્રતિદિન 22 પેટેન્ટ મેળવતું હતું.
  • આ ઉપરાંત અનુક્રમે ત્યારબાદ સેમસંગ, કેનોન આવે છે.
  • ગુગલ પેટેન્ટ મેળવવાની બાબતમાં 5 માં ક્રમે છે.


First ‘FIFA Football Award’ organized in Zurich:-

  • વિશ્વ ફૂટબોલની સંચાલન કરતી સંસ્થા “FIFA” દ્વારા 2016 નાં “ફર્સ્ટ બેસ્ટ FIFA ફૂટબોલ એવોર્ડ્સ” નું ઝ્યુરીચમાં આયોજન કરવામાં આવ્યું.
  • Best Male Player of The Year : Cristiano Ronaldo
  • Best Female Player of The Year : Carli Lloyd
  • Best Couch of The Year : Claudio Ranieri  (Leicester City)


Parag Havaldar gets “Academy Award” for his technical work:-

  • IIT kharagpur નાં પરાગ હવાલદારને બે સાયન્ટીફીક અને ટેકનીકલ સિદ્ધિ હાંસલ કરવા બદલ “એકેડમી એવોર્ડ” આપવામાં આવ્યો.
  • આ એવોર્ડ સોની પિક્ચર્સ ઈમેજવર્કસ માં હાવભાવ આધારિત ‘facial performance-capture technology’ ની રચના બદલ કરવામાં આવેલ છે. 

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.