World Braille Day
on 4th January:-
- વિશ્વ બ્રેઇલ દિવસ ની ઉજવણી વિશ્વભરમાં લુઈસ બ્રેઇલની યાદમાં તેમના જન્મદિવસે મનાવવામાં આવે છે.
- તેઓ બ્રેઇલ લિપિનાં શોધક હતા. આ લિપિ ની મદદથી અંધ લોકોને વાંચવામાં સરળતા રહે છે.
- આ લિપિમાં કાગળમાં પેજ પર લખાણ ઉપસેલા ટપકાં સ્વરૂપમાં હોય છે જેનાં પર હાથ ફેરવતા અંધ વ્યક્તિ સ્પર્શમાત્ર થી વાંચી શકે છે. જેને બ્રેઈલ લિપિ કહેવામાં આવે છે.
“Mesentery” a new
organ was discovered by the researchers in the Human Digestive System:-
- વૈજ્ઞાનિકો દ્વારા માનવીનાં પાચનતંત્રમાં રહેલા નવાં અંગ મેસેન્ટેરી (mesentery) ની શોધ
- આર્યલેન્ડનાં વિજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે તેઓએ પાચનતંત્રમાં રહેલ મેસેન્ટેરી (mesentery) નામનાં અંગ ની શોધ કરેલ છે અને તે માનવ શરીર નું 79મુ અવયવ હશે.
- મેસેન્ટેરી(mesentery) એ આંતરડા અને પેટને જોડતું અવયવ છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ અવયમ અલગ અને વિષમ છે એટલે કે જોડાયેલું નથી.
- પરંતુ નવી માહિતી અનુસાર આ નવું અવયવ પેરિટોનિયમ (peritoneum)નો એક ભાગ છે કે જે નાનું આતરડું, સ્વાદુપિંડ, સ્પ્લીન (spleen) અને બીજા અવયવોને પેટનાં પશ્ચાદવર્તી (posterior) સાથે જોડે છે.
- આ શોધથી વૈજ્ઞાનિકોને પેટનાં અને પાચનતંત્ર રોગો અને સમસ્યાઓ નાં સમાધાન માટે સરળતા રહેશે. જેનાથી દર્દીને સાજા થવામાં સરળતા થશે અને નિદાન માટેના ખર્ચ માં પણ ઘટાડો થશે.
- શરૂઆત નાં સંશોધનમાં વૈજ્ઞાનિકોનું માનવું હતું કે મેસેન્ટરી એ અલગ-અલગ અવયવોનાં ટુકડાઓથી અનેલું છુટું છવાયું અવયવ છે પરંતુ નવી શોધમાં માલીમ પડ્યું કે મેસેન્ટરી એક સતત (continuos) અવયવ છે.
- મેસેન્ટરી એક સતત (continuos) અવયવ છે એવી જાય થયા બાદ પણ તેની કાર્યપધ્ધતિ વિષે ખુબ જ ઓછી માહિતી વૈજ્ઞાનિકો પાસે છે.
- આ શોધ વિશેની માહિતી મળ્યા બાદ વિશ્વની જાણીતી શ્રેષ્ઠ મેડીકલ ટેક્સ્ટબૂક “ગ્રે’ એનાટોમી” (Gray’s Anatomy) માં આ બધી માહિતી ઉમેરવામાં આવશે.
Government
constitutes “Injeti Srinivas” Committee to frame National Sports Code:-
- Sports Ministry (ખેલ મંત્રાલય દ્વારા) રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે National Sports Development Code ની રચના કરવા માટે ઇન્જેટી શ્રીનિવાસ સમિતિની રચના કરવામાં આવી છે.
- ઇન્જેટી શ્રીનિવાસ સ્પોર્ટ્સ સેક્રેટરી છે.
- આ સમિતિ હાલમાં ભારતમાં રમતોનાં ક્ષેત્રમાં ગવર્નન્સ વિષેનું અધ્યયન કરશે.
- આ સમિતિ દ્વારા ન્યાયાલયના ચુકાદાઓ અને આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાઓ વિશેનો અભ્યાસ કરશે અને રમતોના ક્ષેત્રોમાં જરૂરી વ્યાપક કોડ ની રચના કરશે.
- આ સમિતિમાં અભિનવ બિન્દ્રા, અંજુ બોબી જ્યોર્જ, પ્રકાસ પાદુકોણે, નરીન્દ્ર બત્રા, બીસ્વેશ્વર નંદી, વિજય લોકપાલી હશે.
International Year of Sustainable Tourism for Development by UN:-
- United Nations (UN) દ્વારા 2017 નાં વર્ષને International Year of Sustainable Tourism for Development તરીકે જાહેર કરવામાં આવ્યું.
44th World Book Fair at New Delhi:-
- નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 44માં વર્લ્ડ બૂક ફેર ની શરૂઆત કરવામાં આવી.
- આ વખતની થીમ ‘Manushi– Books Written on and by Women’ છે.
- માનવ સંશાધન મત્રાલય અંતર્ગત આ ઇવેન્ટનું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.
- આ વખતની થીમ અનુસાર આ મેળામાં પ્રાચીન કાળથી આજદિન સુધી મહિલાઓ દ્વારા લખાયેલ બુકની રજૂઆત કરવાનું છે.
14th Pravasi Bhartiya
Divas in Bangalore:-
- 14માં પ્રવાસી ભારતીય દિનની શરૂઆત IT હબ બેંગ્લોર (કર્નાટક) માં કરવામાં આવી.
- આ વખતનાં પ્રવાસી ભારતીય દિનની થીમ “Redefining Engagement with the Indian Diaspora” છે.
- આ કાર્યક્રમ ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી અને આ વખતના મુખ્ય અતિથી તરીકે ભારતમાં જન્મેલા પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા છે.
- પ્રવાસી ભારતીય દિવસ મનાવવાની શરુઆટ 2003 થી કરવામાં આવી હતી.
- આ દિવસ 9 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે કારણકે આજ દિવસે 1915 માં મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા હતા.
Central Statistical Data of GDP of
India by CSO:-
- આ વખતનો ભારતના GDP નું મુલ્ય 7.1 % જેટલો રહેશે. : CSO (Central Statistics Office)
- ગયા વર્ષે એટલે કે 2015-16 માં GDP નું મુલ્ય 7.6% ની આસપાસ રહ્યું હતું.
- આ અનુમાનની ગણતરી RBI ની આર્થિક વિકાસ ની ધારણા અને વર્ષના પ્રથમ 7 મહિનાના આંકડાકીય માહિતીના આધારે કરવામાં આવેલ છે.
- માથાદીઠ મુખ્ય માથાદીઠ આવક 2016-17 (Per capita net national income during 2016-17) 2015-16 માં તેનું મુલ્ય 7.4% નાં વૃદ્ધિદર સાથે 93,293 હતું જે 2016-17 માં 10.4% વૃદ્ધિદર સાથે 1,03,007 ની આસપાસ રહેશે.
- કૃષિ, જંગલ અને માછીમારી ક્ષેત્ર (Agriculture, forestry and fishing sector) ગયા વર્ષે 1.2% રહ્યું હતું જે ચાલુ વર્ષે એટલે કે 2016-17 માં તેનું મુલ્ય 4.1 % ની આસપાસ રહેશે.
- નિર્માણ ક્ષેત્ર (Manufacturing sector) : ગયા વર્ષે તેનું મુલ્ય 9.૩% ની આસપાસ હતું જે ચાલુ વર્ષે 7.4 % જેટલું ગયા વર્ષ ની સાપેક્ષે નીચું રહેશે.
- જથ્થાબંધ ભાવાંક (Wholesale price index ): ખાદ્ય વાનગીઓ 6.9% જેટલી વધશે. નિર્માણાધીન વસ્તુઓ 2% અને વીજળી 1.4% અને બધી કોમોડીટી 2.8% જેટલું એપ્રિલ-નવેમ્બર 2016-17 દરમિયાન માં રહેશે.
- Consumer price index (ગ્રાહક મુલ્ય સૂચકાંક) : તેનું મુલ્ય એપ્રિલ-નવેમ્બર 2016-17 માં 5 % જેટલું ઊંચું રહેશે.
“Good Samaritan
Policy” started by
Delhi Government:-
- દિલ્હી સરકાર દ્વારા Good Samaritan Policy ની શરૂઆત કરવામાં આવી.
- આ પોલીસી લાગુ કરવાનો હેતુ રોડ અકસ્માત માં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોચવા માટેની મદદ કરનાર માટેની છે.
- આ પોલીસી અંતર્ગત રોડ અકસ્માત માં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને મદદરૂપ બનનાર વ્યક્તિને પોલીસ પુછપરછમાંથી મુક્તિ અને બીજી રીતે હેરાન ન કરાય ઉપરાંત તે વ્યક્તિને આર્થિક સહાય આપી લોકોમાં એકબીજા પ્રત્યે મદદરૂપ બને તેવો પ્રયાસ કરવાનો છે.
General Raheel
Sharif Elected as President of Islamic Military Alliance:-
- જનરલ રાહિલ શરીફને ઇસ્લામિક મિલીટરી અલાઈન્સ નાં પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી.
- Islamic Military Alliance ની સ્થાપના આતંકવાદ સામે લડવા માટેનું સાઉદી અરેબિયા દ્વારા બનાવેલ 39 દેશોનું સંગઠન છે.
- આ સંગઠનની સ્થાપના 2015 કરવામાં આવી હતી. જેનું હેડકવાર્ટર રિયાધ માં આવેલ છે.
Post a Comment