- CBDT દ્વારા Direct Tax Dispute Resolution Scheme માટેની છેલ્લી તારીખ ને લંબાવીને 31 જાન્યુઆરી કરવામાં આવી.
- આ સ્કીમ ની રજૂઆત ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલી દ્વારા 2016-17 નાં બજેટમાં કરવામાં આવી હતી અને તેની શરૂઆત 1 જુન, 2016 થી કરવામાં આવી હતી.
Shankar
Balasubramaniyam gets Nighthood for Next Ceneration DNA Sequencing (Solexa
Sequencing):-
- ભારતમાં જન્મેલ બ્રિટીશ પ્રોફેસર શંકર બાલાસુબ્રમન્યમ ને DNA સીક્વન્સિંગ માટે નાઇટહુડ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા.
- આ સન્માન ક્વીન એલીઝાબેથ-II દ્વારા આપવામાં આવશે.
- આ સન્માન Next Generation DNA sequencing કે જેને Solexa sequencing કહેવામાં આવે છે માટે આપવામાં આવેલ છે. આ ટેક્નોલોજી ને જીવવિજ્ઞાન અને દવાઓનાં ક્ષેત્રમાં મોસ્ટ ટ્રાન્સફોર્મેસનલ એડવાન્સ માનવામાં આવે છે.
- Solexa sequencing : આ એક વ્યક્તિગત જિનોમ ને એક-બે દિવસના સમયગાળામાં 1000 પાઉન્ડ ની આસપાસ નાં ખર્ચે ઓળખી કાઠે છે. આ અગાઉ આ પ્રક્રિયામાં એક વર્ષનો સમય અને લાખો પાઉન્ડનો ખર્ચ થતો હતો.
Bipin Rawat Appointed as new Chief of Indian Army:-
- બિપીન રાવત ને ભારતીય સેનાના નવા સેનાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
- તેમને દલબીર સિંઘ ની જગ્યા પર નિમણુક કરવામાં આવી.
- આ પહેલા તેઓ ભારતીય સેનાના વાઈસ ચીફ હતા.
Birendra Singh
Appointed as 22nd Chief of
the Air Staff:-
- Indian Air Force (IAF) નાં 22માં Chief of the Air Staff (CoAS) તરીકે બીરેન્દ્ર સિંઘ ધનોંઆ કામ કરશે.
- આ પદ તેમને અરૂપ રાહા નાં બદલામાં મળશે.
ભારત અને પાકિસ્તાને 26મી વખત એકબીજાના ન્યુક્લીઅર સાઈટ વિશેની
માહિતીનું આદાન-પ્રદાન કર્યું.
- આ માહિતીના અદાન-પ્રદાન કરવાની શરૂઆત 1992 માં થઇ હતી. તે સમયના ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનનાં વડાપ્રદાન બેનજીર ભુટ્ટો વચ્ચે આ માહિતીની આપ-લે માટે 31 મી ડીસેમ્બર 1988 માં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો અને 27 જાન્યુઆરી 1991 માં તેને લાગુ કરવામાં આવ્યો હતો.અને 1992 થી દર વર્ષે 1 જાન્યુઆરી નાં રોજ આ આયોજન કરવામાં આવે છે.
- આ માહિતીનું આદાન-પ્રદાન કરવાનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો કરાર છે જેની જોગવાઈ મુજબ ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના ન્યુક્લીઅર ક્ષેત્ર માં આક્રમણ ના કરવાનો છે અને પરમાણુ હથિયાર નો ઉપયોગ ના થાય તે માટેનું છે.
- આ ઉપરાંત દર વર્ષે એકબીજાના જેલમાં રહેલા કેદીઓની માહિતીની પણ Agreement on Consular Access અનુસાર આપ-લે કરવામાં આવે છે
- Agreement on Consular Access ને અમલ કરવા માટે 21મે 2008 નાં રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને આનુસાર વર્ષે બે વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈ નાં રોજ એકબીજાની જેલમાં રહેલા કેદીઓની માહિતીની પણ આપ-લે કરવામાં આવે છે.
186th
Birth anniversary of Savitribaai Phule:-
- સર્ચ એન્જીન ગુગલ દ્વારા ૩ જાન્યુઆરી નાં રોજ સાવિત્રીબાઈ ફૂલે ની 186 મી જન્મજયંતી નિમિત્તે ડૂડલ રજુ કરવામાં આવ્યું હતું.
- સાવિત્રીબાઈ ફૂલે ભારતની મહિલાઓ માટેની પ્રથમ શાળાનાં પ્રથમ મહિલા શિક્ષિકા હતા. અને તેઓ આધુનિક મરાઠી કવિતાના પ્રણેતા પણ હતા.
Post a Comment