Current Affairs 20/12/2016

Anupam Mishra Famous environmentalist - passed away recently:-


  • તેઓ નોંધનીય પર્યાવરણવાદી, ગાંધીવાદી વિચારક, એક પત્રકાર, લેખક અને ભારતમાં જળ સંરક્ષણ ક્ષેત્રમાં એક અધિકૃત અવાજ તરીકે જાણીતા હતા. 
  • તેણે "આજ ભી ખારે હૈ તાલાબ" અને "રાજસ્થાન કી રજત બુંદે" જેવી બૂકો જળ સંરક્ષણ ક્ષેત્રે સીમાચિહ્ન કામો તરીકે લખેલી છે.

કેન્દ્ર સરકાર દ્વારા Indian Enterprise Development Services ની રચના કરવામાં આવશે.
  • IEDS ની રચના Development Commissioner (MSME) ની ઓફીસ અંતર્ગત કરવામાં આવશે.
  • IEDS ની રચનાથી MSME ક્ષેત્રે વધારે ફોકસ સાથે કામ કરવામાં મદદરૂપ બનશે.

પાર્લિઆમેન્ટ્રી  સ્ટેન્ડિંગ સમિતિના રીપોર્ટ અનુસાર જંગલમાં લાગતી આગનું પ્રમાણ વધ્યું.:-


  • વિજ્ઞાન અને ટેકનોલોજી ની પાર્લિઆમેન્ટ્રી સ્ટેન્ડિંગ સમિતિના રીપોર્ટ અનુસાર 2015 કરતા 2016 માં જંગલમાં લાગતી આગમાં 55 % નો વધારો થયો છે.
  • છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડીસામાં ત્રીજા ભાગની આગ લાગવાની ઘટનાઓ બને છે. 
  • ફક્ત એક મધ્યપ્રદેશમાં જ લગભગ આગ લાગવાની ઘટનામાં 10  ગણો વધારો થયો છે
  • હિમાચલ અને ઉત્તરાખંડ માં અંદાજીત 17,502 એકર જમીન બળીને ખાખ થઇ ગઈ હતી.

સૂચનો: 
  • જંગલમાં લાગતી આગની ઘટનાઓને નિયંત્રિત કરવા  માટે રાષ્ટ્રીય નીતિનું ઘડતર  કરવું.
  • પાઈન રીઝર્વ ફોરેસ્ટ ની જગ્યાએ “Broad-Leaf” પ્લાન્ટને બદલવા.
  • ચીર પાઈનની સળીયોને રસ્તાની આજુબાજુથી દુર કરવા માટે સ્વીપીંગ મશીનની વ્યવસ્થા કરાવી.
  • મોટા પ્રમાણમાં પાઈન ને ભેગું કરી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવો અને મનરેગા જેવી યોજનાની મદદથી તેનો નિકાલ કરવા માટે પ્રયત્નો હાથ ધરવા.
  • આ સમિતિની રચના મે-2016 માં ઉત્તરાખંડ માં 13 જિલ્લાઓમાં લાગેલી આગના પરિણામે કરવામાં આવી હતી. આ સમિતિનું નેતૃત્વ રાજ્યસભાના સભ્ય રેણુકા ચૌધરી દ્વારા કરવમાં આવ્યું હતું.

[ads-post]
National Level Pollution Response Exercise by Indian Coast-Guard at Mundra Coast Area in Gujarat.:-


  • સમુદ્રી ક્ષેત્રમાં થતા ઓઈલ સિનારીઓ અને તેના દ્વારા સમુદ્રી જળને થતી અસરો સામે સજ્જતા કેળવવા ભારતીય તટરક્ષક આ પ્રકારની એક્સરસાઈઝ વર્ષ 2011 થી દર વર્ષે યોજાય છે.
  • ગુજરાતના 1600 કિ.મી. લાંબા સમુદ્રકિનારાની વ્યુંહાત્મકતા ધ્યાને લઈને કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર આ એકસરસાઈઝ યોજાઈ છે.
  • આ એકસરસાઈઝમાં નાનામોટા બંદરો, ઓઈલ ક્ષેત્રની કંપનીઓ, કેન્દ્ર અને રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વગેરે જોડાય છે.



કેન્દ્ર સરકારે પગારને ચેક થી આપવા માટે વટહુકમ બહાર પાડ્યો.
  • કેન્દ્ર સરકારે રાજ્ય અને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને પગાર ચેક, ડીજીટલ માધ્યમથી અથવા સીધો બેંકથી આપવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે.
  • આ વટહુકમ અંતર્ગત  18000/- સુધીનો પગાર રોકડમાં કરવા માટેની છૂટ આપેલ છે
  • આ ઉપરાંત જ્યાં સુધી રાજ્ય કે કે.શા. પ્રદેશ જ્યાં સુધી સૂચિત નાં કરે ત્યાં સુધી બેંકિંગ પદ્ધતિ ને વૈકલ્પિક રાખવમાં આવી છે કારણકે મજુર (Labour) એ સંયુક્ત યાદીનો વિષય છે.
  • હાલમાં 1936નાં અધિનિયમ મુજબ રાજ્ય રોકડમાં પગાર આપશે. આ ઉપરાંત અન્ય કોઈ માધ્યમથી પગાર આપતા પહેલા કારીગરની પરવાનગી મેળવવી પડે છે.
  • આમ, આ વટહુકમ ને કાયદો બનાવવા માટે Payment of Wages Act, 1936 માં સુધારો કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે.
  • EXTRA : આ પદ્ધતિનો ફાયદો એ થશે કે લઘુતમ પગાર ની અમલીકરણ બાબતોમાં વધારે સરળતા રહેશે અને આમ ઓછો પગાર કે પગાર નહિ આપવા જેવી  બાબતોનું નિરાકરણ સરળતાથી કરી શકાશે. 

Bay of Bengal huge dead zone discovered by Scientists:-


  • આ વિસ્તારમાં માઇક્રોબાયલ પ્રક્રિયાઓ કે જે સમુદ્રમાંથી નાઇટ્રોજનનો વિશાળ જથ્થો દૂર કરે છે.
  • આ મૃત વિસ્તાર પાણીનો એવો વિસ્તાર હોય છે જ્યાં ઓક્સીઝનનું પ્રમાણ ખુબ જ ઓછું અથવા નહીવત હોય છે. મોટા ભાગે તેઓ કુદરતી રીતે થાય છે, પરંતુ તે અન્ય પરિબળો સાથે જોડાયેલી માનવીય ગતિવિધિથી અતિશય પોષક પ્રદૂષણના કારણે થઈ શકે છે.
  • મહાસાગરોમાંથી વધુ નાઇટ્રોજન દૂર થવાની અસર દરિયાઈ નાઇટ્રોજન સંતુલન અને દરિયાઈ ઉત્પાદકતા દરને થઇ શકે છે.




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.