- નવીનચંદ્ર શેઠ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના સભ્ય તરીકે તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ તેચ્નીકાલ એજ્યુકેશન (AICTE)ના બોર્ડ ઓફ ફાર્મસી એજ્યુકેશનના અઘ્યક્ષપદે સેવાઓ આપે છે.
- તેમણે પીએચડી અને એમ.ફાર્મની ઉપાધી પ્રાપ્ત કરી છે અને શિક્ષણ ક્ષેત્રે 37 વર્ષની સુદીર્ધ કારકિર્દી તેઓ ધરાવે છે.
“Skotch Blue Economy Platinum Sustainable
Award-2016”- GNFC’s “NEEM Project”:-
- Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited (GNFC)ના નીમ પ્રોજેક્ટને દેશના ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી પ્રોજેક્ટ પૈકીના એક પ્રોજેક્ટની પાત્રતા મળી.
- GNFC ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી સંજીવકુમાર ગુપ્તાને “નીમ પ્રોજેક્ટ” ની પરિકલ્પના, આયોજન અને સંચાલન બદલ “સ્કોચ બ્લ્યુ ઈકોનોમી પર્સન ઓફ ધ ઈયર એવોર્ડ-૨૦૧૬” આપવામાં આવ્યો. આ એવોર્ડ ભારતમાં સ્વતંત્ર કક્ષાએ અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
- આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યની એક લાખથી વધુ ગરમીન મહિલાઓ માટે વધારાની આવકના સ્ત્રોત ઉભો થયો છે અને હવે આ પ્રોજેક્ટના મોડેલનો સમગ્ર દેશમાં અમલ કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કરી દીધો છે.
- સ્કોચ એવોર્ડમાં, સ્કોચ ગૃપ દ્વારા દર વર્ષે વહીવટ, સંચાલન, સાહિત્ય, ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવે છે.
Cheque Award 2016 - Gujarat State Road
Transport Corp.:-
- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ને સમગ્ર દેશમાં એપ્રેન્ટીસશીપ માટે ઉત્તમ કાર્ય બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ચેક એવોર્ડ આપવામાં આવ્યો.
- આ ઉપરાંત દેહ્સમાં નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ અને પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રના કાર્યક્રમ ના ઉદઘાટન પ્રસંગે એપ્રેન્ટીસશીપ માટે ઉત્તમ કાર્ય કરનાર સંસ્થાને પ્રોત્સાહન સ્વરૂપે તેમને ચૂકવેલ સ્ટાઇપેન્ડની રકમના 25 % વળતર સ્વરૂપે આપવામાં આવ્યા.
41st Convention of Vice Chancellors
of India’s Agriculture Universities:-
- આ કન્વેન્સન 20 અને 21 ડિસેમ્બર, 2016 ના રોજ અમદાવાદમાં નીરમાં યુનિવર્સીટી ખાતે યોજાશે.
- આ આયોજન ઇન્ડિયન એગ્રીકલ્ચરલ યુનીવર્સીટીઝ એસોસીએસન નવી દિલ્લી દ્વારા યોજાશે.
RBI દ્વારા અલગથી પેમેન્ટ
રેગુલેટર ની રચનાનો વિરોધ કર્યો.
- ફાઈનાન્સ સેક્રેટરી ના પ્રમુખપણા હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 11 સભ્યોની એક સમિતિ ની રચના કરવામાં આવી હતી જેનું કાર્ય ડીજીટલ પેમેન્ટ ને પ્રોત્સાહન માટેના પગલાઓ અને તેમાં રહેલી સમસ્યાઓને દુર કરવા માટે યોગ્ય સુચનોની તૈયાર કરવાનું હતું.
- આ સમિતિ દ્વારા Payments and Settlement Act, the RBI Act, અને the Information Technology Act માં સુધારાઓ કરવા માટેના સૂચનો આપ્યા હતા.
- આ સમિતિ દ્વારા એ પણ સુચન કરવામાં આવ્યું હતું કે RBI એ પ્રણાલીગત મહત્વપૂર્ણ ચુકવણી પ્રણાલી (systemically important payment system-SIPS) નું નિયમન કરશે જ્યારે અલગથી એક સ્વતંત્ર ચુકવણી રેગુલેટરી બોર્ડ (Payments Regulatory Board)ની રચના કરવામાં આવશે જે છૂટક ચુકવણી (Retail Payment) ની બાબતોમાં કાર્ય કરશે .
- પરંતુ RBI દ્વારા આ બાબતનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કારણ કે મોટા ભાગના દેશોમાં સામાન્ય રીતે systemically important payment system-SIPS અને Payments Regulatory Board બંને કાર્યોમાં એકબીજા સાથે જટીલ રીતે જોડાયેલા હોવાથી બંને સેન્ટ્રલ બેંક જ હેઠળ કાર્ય કરતા હોય છે.
જમ્મુ અને કાશ્મીર સાર્વભૌમ નથી-સર્વોચ્ચ
અદાલત:-
- જમ્મુ કાશ્મીર ઉચ્ચ ન્યાયાલય દ્વારા SBI અને અન્ય બેંકો એ જમ્મુ અને કાશ્મીર થયેલ એક ચુકાદામાં જણાવ્યું હતું કે SARFAESI Act, 2002 એ જમ્મુ અને કાશ્મીર ના સ્થાનીય લોકોને લાગુ પડતો નથી કારણ કે તે Transfer of Property Act of Jammu & Kashmir, 1920 સાથે સુમેળ સાધતો નથી.
- આ ઉપરાંત બંધારણના ભાગ-5 મુજબ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ કોઈ પણ કાયદો કે જે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા બનાવેલા કાયદાને અસર કરે છે તો તે કાયદો જમ્મુ કાશ્મીર રાજ્ય માં લાગુ પડશે નહિ. આમ ઉચ્ચ ન્યાયાલય દ્વારા સતત રીતે રાજ્યના સાર્વભૌમ નું સમર્થન કરાતુ હતુ. આ બાબતનો વિવાદ સર્વોચ્ચ અદાલતમાં પહોચ્યો હતો.
- સર્વોચ્ચ અદાલત દ્વારા ઉપરની બાબતોનું ખંડન કરવામાં આવ્યું હતું અને અમુક બાબતોના ખુલાસો કરવામાં આવ્યો હતો જે નીચે મુજબ છે.
- જમ્મુ અને કાશ્મીર ના બંધારણ નાં આમુખ માં રાજ્યના નાગરિકના સાર્વભૌમત્વ ની બાબતનો કોઈ ઉલ્લેખ નથી.
- ત્યાના સ્થાનિક નિવાસીઓ ભારતનાજ નાગરિક છે અને કોઈ પણ પ્રકારની બેવડું નાગરિકત્વ અસ્તિત્વ ધરાવતું નથી.
- SARFAESI Act, 2002 એ ભારતીય સંસદ દ્વારા પસાર કરેલ હોય તે જમ્મુ અને કાશ્મીર માં લાગુ કરી શકાય છે.
સરકાર દ્વારા Indus Water Treaty માટે ઉચ્ચ
કક્ષાની ટાસ્ક ફોર્સ નું ગઠન કરવામાં આવ્યું.
- આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ વડાપ્રધાનના પ્રિન્સીપાલ સેક્રેટરી નિપેન્દ્ર મિશ્રા રહેશે. આ ઉપરાંત તેમાં NSA અજીત દોવેલ, વિદેસ સચિવ એસ. જયસંકર અને બીજા અન્ય સભ્યો પણ હશે.
AYUSH મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય
રક્ષા કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.
- તેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતમાં સભાનતા ફેલાવવાનો છે.
- આ કાર્યક્રમ ચાર સંસ્થાઓ દ્વારા 2015 માં શરુ કરવામાં આવ્યો હતો જેની માહિતી નીચે મુજબ છે.
- Central Council for Research in Ayurvedic Sciences (CCRAS),
- Central Council for Research in Homoeopathy (CCRH),
- Central Council for Research in Unani Medicine (CCRUM)
- Central Council for Research in Siddha (CCRS)
સરકાર દ્વારા આંતર-રાજ્યમાં જળ
વહેંચણી ની બાબતોના સમાધાન માટે એક સ્થાયી ટ્રીબ્યુનલ ની રચના કરવાનો નિર્ણય લીધો.
- આ “Single Permanent Tribunal” ની રચનાથી બાકી બધી ટ્રીબ્યુનલ નો સમાવેશ આ ટ્રીબ્યુનલ માં કરી નાખવામાં આવશે. અને તેનું નેતૃત્વ નિવૃત સર્વોચ્ચ અદાલતના જજ દ્વારા કરવામાં આવશે.
- Inter-State Water Disputes Act, 1956 ની રચના આંતર-રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીની બાબતોના સમાધાન માટે બંધારણના અનુચ્છેદ-૨૬૨ અંતર્ગત કરવામાં આવી હતી.
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય દ્વારા
બિન-સત્તાવાર સરિયા-કોર્ટ પર પાબંદી લગાવવામાં આવી.
- ઉચ્ચન્યાયાલયના જણાવ્યા મુજબ મસ્જિદ નો ઉપયોગ ફક્ત બંદગી કરવા માટે થવો જોઈએ.
વડાપ્રધાન દ્વારા કાનપુર, ઉત્તરપ્રદેશ
માં ભારતનું પ્રથમ Indian Institute of Skill ની શરૂઆત કરવામાં આવી.
- આ IISની સ્થાપના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા Institute of Technical Education-Singapore ના સહકારથી કરવામાં આવી હતી. અને સમયાંતરે બીજા 6 કેન્દ્રો સ્થાપવામાં આવશે.
Post a Comment