ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (31 to 60)
[31] મુસ્લિમ લીગ ની સ્થાપના ક્યારે અને કોના દ્વારા થઇ હતી?
- ઈ.સ. 1906 માં મહમ્મદ અલી જીણા દ્વારા
[32] ભારત પરિષદ ધારો, 1909 (Indian Council Act, 1909) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- મોર્લે- મિન્ટો સુધારો (જોન મોર્લે ભારતનો સચિવ અને લોર્ડ મિન્ટો ભારતનો વાઇસરોય હતો)
[33] વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય તરીકે કોણ નિમણુંક પામ્યા હતા?
- સત્યેન્દ્રપ્રસાદ સિન્હા (જે કારોબારી પરિષદમાં ન્યાયિક સભ્ય બન્યા હતા)
[34] બ્રિટીશ ભારતમાં સૌ પ્રથમ કોમી પ્રતિનિધિત્વ ક્યારે શરુ કરવામાં આવ્યું?
- ભારત પરિષદ ધારો, 1909 થી મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની સ્થાપના કરીને
[35] બ્રિટીશ ભારતની વિધાનસભામાં બજેટ પર મત આપવાનો અધિકાર ક્યારથી આપવામાં આવ્યો?
- ભારત પરિષદ ધારો, 1909 દ્વારા
[36] ભારત શાશન અધિનિયમ, 1919 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- મોન્ટેગ્યુ – ચેમ્સફર્ડ સુધારો
[37] કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) ની સ્થાપનાની સૌ પ્રથમ જોગવાઈ કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી?
- 1919નો ભારત શાશન અધિનીયમ
[38] ભારત શાશન અધિનિયમ, 1919 ની મુખ્ય વિશેષતાઓ શું હતી?
- પ્રાંતોમાં દ્વૈધ શાશન પ્રણાલી
- સૌ પ્રથમ વખત કેન્દ્રીય બજેટને રાજ્ય બજેટથી અલગ કરાયું.
- મહિલાઓને સીમિત ક્ષેત્રોમાં મતદાન કરવાનો અધિકાર અપાયો.
- પ્રાંતોના વિષયોનું બે ભાગોમાં વિભાજન કરાયું (આરક્ષિત અને હસ્તાંતરિત)
[39] પ્રાંતોમાં દ્વૈધ શાશન પ્રણાલીના જનક કોણ હતા?
- લીયોનસ કાર્ટીયસ
[40] ભારતમાં કેન્દ્રિય જાહેર સેવા આયોગ ની સ્થાપના ક્યારે અને કોની ભલામણ થી થઇ હતી?
- ઈ.સ. 1926 માં લી કમિશનની ભલામણથી
[41] ભારતમાં સાયમન કમિશન ક્યારે અને શા માટે આવ્યું હતું?
- ઈ.સ. 1927 માં સર જોન સાયમનની અધ્યક્ષતા હેઠળ 1919ના કાયદાની ભારતમાં વ્યવસ્થા ચકાસવા માટે આવ્યું હતું.
[42] ભારતમાં સાયમન કમિશનનો વિરોધ કેમ થયો હતો?
- કારણ કે આ કમિશનમાં બધા જ સભ્યો બ્રીષરો હતા, એક પણ ભારતીય સભ્ય ન હતો.
[43] સાયમન કમિશનના 1930ના રીપોર્ટના આધારે કયા કાયદાનું ઘડતર થયું હતું?
- ભારત શાશન અધિનિયમ, 1935
[44] બ્રિટીશ વડાપ્રધાન રેમસે મેકડોનાલ્ડ દ્વારા ઈ.સ.1932 માં અલ્પસંખ્યકોના પ્રતિનિધિત્વ માટે કયો એવોર્ડ જાહેર કર્યો હતો?
- સાંપ્રદાયિક એવોર્ડ (Communal Award)
[45] દલિતો માટે અલગ ચૂંટણી વ્યવસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
- ઈ.સ. 1932થી
[46] બ્રિટીશ શાશનનો કયો કાયદો હાલના ભારતીય બંધારણનો મુખ્ય સ્ત્રોત બન્યો હતો?
- ભારત શાશન અધિનિયમ, 1935
[47] ભારત શાશન અધિનિયમ, 1935 માં કુલ કેટલા અનુરછેદો અને કેટલી અનુસુચીઓ હતી?
- 451 અનુરછેદો અને 15 અનુસુચીઓ
[48] ભારત શાશન અધિનિયમ શેના આધારે ભારતમાં લાગુ કરવામાં આવ્યો?
- 1928 નો નેહરુ રીપોર્ટ
- 1929 નું કોંગ્રેસનું લાહોર અધિવેશન
- ત્રણ ગોળમેજી પરિષદ (1930, 1931, 1932)
[49] ભારત શાશન અધિનિયમ, 1935 મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન કઈ રીતે કરવામાં આવ્યું.?
- કેન્દ્ર સૂચી – 97 વિષયો
- રાજ્ય સૂચી- 66 વિષયો
- સમવર્તી સૂચી – 47 વિષયો
[50] ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં સૌ પ્રથમ વખત પુરુષો અને મહિલાઓને સમાન મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો?
- ભારત શાશન અધિનિયમ, 1935
[51] ભારત શાશન અધિનિયમ, 1935 ની મુખ્ય વિશેષતાઓ કઈ હતી?
- પ્રાંતોમાં દ્વૈધ શાશન હટાવીને કેન્દ્રમાં આવવામાં આવ્યું.
- ફેડરલ સર્વોચ્ચ ન્યાયાલય ની સ્થાપના કરવામાં આવી.
- કેન્દ્રિય બેંક (RBI) ની સ્થાપના ની જોગવાઈ મુકવામાં આવી.
- અખિલ ભારતીય સંઘની સ્થાપનની જોગવાઈ કરવામાં આવી જેમાં દેસી રજવાડાઓને ભળવા સ્વતંત્ર રખાયા.
- બર્મને ભારતથી અલગ કરાયું.
[52] ભારતીય રિસર્વ બેંક (RBI) ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- 1 લી એપ્રિલ 1935
[53] ઓગષ્ટ પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વરા લાવવામાં આવ્યો હતો?
- 8 ઓગષ્ટ, 1940 માં લોર્ડ લિનલિથગો દ્વારા ભારત માટે ડોમિનિયન સ્ટેટ, બંધારણ સભાની રચના તથા યુધ્ધ સલાહકાર પરિષદની રચનાનો પ્રસ્તાવ મુકાયો. જેન ઓગષ્ટ પ્રસ્તાવ કહેવામાં આવે છે.
[54] ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું?
- ઈ.સ. 1942 માં બ્રિટીશ કેબીનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સ ની અધ્યક્ષતા હેઠળ
[55] ક્રિપ્સ મિશન ની મુખ્ય ભલામણો કઈ હતી?
- બધા જ પ્રાંતો અને દેસી રજવાડાઓ એક કરવા અને જો દેસી રજવાડાઓ જોડાણની ના પાડે તો તેને સ્વતંત્ર રહેવાની છૂટ આપવી.
- ભારતના લોકો દ્વારા ચૂંટાયેલ બંધારણ સભા દ્વારા ભારતના બંધારણની રચના કરવી.
- ભારતને બંધારણમાં ડોમિનિયન સ્ટેટ જાહેર કરવું.
[56] વેવેલ યોજના ક્યારે લાવવામાં આવી?
- ઈ.સ. 1945 માં (શિમલા સંમેલન)
[57] વેવેલ યોજના શું હતી?
- ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદ ભારતીયોને સોંપવામાં આવે.
[58] ઈ.સ.1947 સુધી ભારતનું વહીવટી કાર્ય કયા કાયદા મુજબ કરવાની જોગવાઈ હતી?
- ભારત શાશન અધિનિયમ,1935 મુજબ (પરંતુ હકીકતમાં વહીવટ 1919 ના ભારત શાશન અધિનિયમ મુજબ ચલાવવામાં આવ્યો કેમ કે 1935 ના કાયદાની જોગવાઈ મુજબ દેસી રજવાડાઓ ભારત સંઘમાં જોડાયા ન હતા.)
[59] ભારતમાં બ્રિટીશ શાશનનો અંત ક્યારે આવ્યો?
- ભારતીય સ્વતંત્રતા ધારો, 1947 દ્વારા
[60] ભારતીય સ્વતંત્રતા ધારો, 1947 ની મુખ્ય જોગવાઈઓ કઈ હતી?
- ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રમાં બ્રિટીશ ભારતનું વિભાજન કરવું.
- ભારતને સ્વતંત્ર અને સાર્વભૌમ જાહેર કરાયું.
- બંધારણ સભાને સ્વતંત્ર બંધારણ ઘડવાનો એકાધિકાર અપાયો.
- દેસી રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન પૈકી ગમે ત્યા જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો અધિકાર આપવામાં આવ્યો.
- ભારત સચિવનું પદ નાબુદ કરવામાં આવ્યું.

Post a Comment