Today in history
on 24th January, 1950 the National Anthem “Jana Gana Mana” accepted
by our Constitutional Assembly:-
- આજના દિવસે એટલે કે 24 જાન્યુઆરી 1950 નાં દિવસે ભારતની બંધારણીય સભા દ્વારા ભારતના રાષ્ટ્રગીતને અપનાવવામાં આવ્યું હતું.
- જેની રચના રવીન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી.
- તેને પ્રથમ વખત 27 ડિસેમ્બર, 1911ના રોજ કલકત્તામાં ભરાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં ગાવામાં આવ્યું હતું.
- તેનો આધિકારીક સમય 52 સેકંડ નો છે.
10th
National Girls Development Day on 24th January:-
- આ દિવસ શરૂઆત નેશનલ ગર્લ્સ ડેવેલોપમેન્ટ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
- જેની થીમ છે “Empowerment of Girl Child”
- માર્ગદર્શિત પિનાકા રોકેટ નું બીજું સફળ પરીક્ષણ ઓડીસાના દરિયાકિનારા પર આવેલ APJ અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું.
- આ રોકેટની રેન્જ 40 km થી વધારીને 70 km કરવામાં આવી છે અને તે 500 મીટર ની સચેતતા વધારવામાં આવી છે.
Rajasthan Board
of Secondary Education add Chapters of Demonetization & Cashless Economy in
7th standard Economics Book
- રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેસન દ્વારા ધોરણ 7 ની ઇકોનોમિકસ ની બુકમાં ડીમોનેટાઈઝેસન અને કેસલેસ ઈકોનોમી નામના ચેપ્ટર ઉમેરવામાં આવશે.
Centre gives order to Co-operative Banks to not collect the
Interest on short term Loan of Farmers due to Demonetization
- કેન્દ્રના ડીમોનેટાઈઝેસન નાં પગલાને પરિણામે ખેડૂતોને પડેલી હાલાકી બદલ ખેડૂતોએ કો-ઓપરેટીવ બેંક પાસેથી લિધેલી ટૂંકાગાળાની લોનનું નવેમ્બર અને ડીસેમ્બર મહિનાનું વ્યાજ ન લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવ્યું છે.
- ભારતની સૌથી લાંબી સુરંગ ચેનાની-નાસ્રી (Chennai-Nashri Tunnel) સુરંગ ની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
- આ ટનલ ની લંબાઈ 9.2 કિમી છે જે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર અને રામબન જીલ્લાઓને જોડે છે અને તેને કાર્યરત થતા ૩૦ કિમી જેટલા અંતરનો ઘટાડો કરી શકાશે.
- ભારતમાં પશુ-પક્ષી પર આધારિત વિવિધ રમતો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જેની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે
- કમ્બાલા ભેંસ દોડ = કર્નાટક
- કોડીપંડેમ (મરઘા ની લડાઈ) = આંધ્રપ્રદેશ
- ગ્રામીણ ઓલમ્પિક બળદગાડા દોડ = પંજાબ
- બુલબુલ પક્ષી લડાઈ = આસામ
- બળદગાડા દોડ = મહારાષ્ટ્ર
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય-અમેરિકી અજીત વરદરાજ પાઈની પસંદગી ફેડરલ કોમ્યુનિકેશન કમિશન નાં 34 માં ચેરમેન તરીકે કરવામાં આવી.
- આ સાથે અજીત સિનિયર લેવલ પર પસંદગી પામનાર ચોથા ભારતીય વ્યક્તિ બન્યા.
[ads-post]
- મુસાફરી માટેની એપ ઉબેરના ભારતના એકમ માટે તેના સેન્ટ્રલ ઓપરેશન માટે પ્રદીપ પરમેશ્વરમની નવા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી.
- ભારતનાં વિદેશ સચિવ એસ.જયસંકર કે જેમનો કાર્યકાળ 28 જાન્યુઆરીનાં રોજ પૂરો થાય છે તેમનો સમયગાળો 1 વર્ષ માટે વધારમાં આવ્યો છે.
33 feet long
Plane “The Sharp Sword UAV” made by China whose bomb loading capacity will be
2000 kg:-
- ચીન દ્વારા 2000 kg નાં વજનના બોમ્બ ને લઇ જઈ શકે તેવા ૩૩ ફૂટ લાંબા માનવરહિત વિમાન “The Sharp Sword UAV” ની રચના કરવામાં આવી.
- જેને રડારથી પણ પકડી શકાતું નથી.
- લંડનમાં બ્રિટીશ સ્નૂકર ખેલાડી Ronnie O'Sullivan તેના જ દેશના Joe Perry ને હરાવીને વિશ્વ રેકોર્ડ સાતમું માસ્ટર્સ ટાઈટલ જીતી લીધું છે.
- O'Sullivan દ્વારા આમ Stephen Hendry નાં 6 માસ્ટર્સ ટ્રોફી નાં એવોર્ડ ને કુદાવી ગયા છે.
- ઈરાની ટ્રોફી નું આયોજન રણજી ટ્રોફી જીતનાર ટીમ અને ભારતની બાકીની ટીમ વચ્ચે રમાય છે.
- આ વખતે રણજી ટ્રોફીમાં ગુજરાત જીત્યું હતું આથી આ વખતની ઈરાની ટ્રોફીમાં ગુજરાતની ટીમ અને ભારતની બાકીની ટીમ વચ્ચે રમાઈ હતી.
- આ બંને ટીમ વચ્ચે થયેલી મેચમાં બાકીની ભારતની ટીમે વિજય પ્રાપ્ત કરી ઈરાની ટ્રોફી મેળવી છે.
Australian cricketer
Matthew Hayden and David Boon & Female Bradman Betty Wilson gets Australian
Cricket Hall of Fame
- Australian Cricket Hall of Fame માં ઓસ્ટ્રેલીયન ક્રિકેટર Matthew Hayden અને David Boon નો સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ ઉપરાંત “Female Bradman” તરીકે પ્રખ્યાત અને મહિલાઓની ક્રિકેટના આઇકોન એવી “Betty Wilson” નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેઓ 1940 થી 1950 દરમિયાન કારકિર્દી માં હતા.
- ચીન દ્વારા વિશ્વનો સૌથી મોટો 850 MW ક્ષમતા વાળો સોલર પાર્ક Longyangxia Dam Solar Park નું કિન્ઘાઈ ક્ષેત્ર માં શરુ કરશે.
- આ પાર્કને બનાવવાની શરૂઆત 2013 માં થઇ હતી અને તેને 27 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં બનાવવામાં આવી રહ્યો છે.
USA’s Embassy to Israel
transferred from Tel Aviv to Jerusalem
- વ્હાઈટ હાઉસ નાં સુત્રો અનુસાર USAની ઈઝરાઈલ ખાતે આવેલી એમ્બેસીને તેલ અવિવ (Tel Aviv) થી ખસેડીને જેરૂસલેમમાં લઇ જવામાં આવશે.
- મોટા ભાગના દેશોની એમ્બેસી ઈઝરાઈલ અને પેલેસ્ટાઈનની જેરૂસલેમ બાબતે થયેલ ટકરાવના પરિણામે તેલ અવિવ (Tel Aviv) માં રાખેલ છે.
Post a Comment