Current Affairs 12/01/2017

21st National Youth Festival - Haryana:-


  • આજનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી નાં દિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે કારણકે આજના દિવસે સ્વામી વિવેકાનંદ નો જન્મ થયો હતો. 
  • આ દિન 1985 બાદથી દર વર્ષે ઉજવવામાં આવે છે.
  • આમ, 21 મો નેશનલ યુથ ફેસ્ટીવલ હરિયાણા નાં રોહતક માં ઉજવવામાં આવશે. અને આ વખતની થીમ “Youth for Digital India” રહેશે.


P. R. Sreejesh Appointed as member to the FIH Athletes’ Committee:-

  • આંતરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) એકઝીકયુટીવ બોર્ડ દ્વારા ભારતના હોકી ટીમ ના કપ્તાન પી.આર. શ્રીજેહ ની FIH Athletes’ Committee માં નામાંકિત કરવામાં આવ્યા.
  • આ સમિતિમાં જુના અને નવા એમ કુલ 8 સભ્યો હોય છે અને આ સમિતિ ફેડરેશન અને રમતવીરો વચ્ચે ચર્ચા-વિચારણા માટે એક અગત્યનું માધ્યમ બને છે જેનાથી રમતવીરો અને ફેડરેશન વચ્ચે સુમેળ સંધાય શકે.


Prevention of Cruelty to Animals (Dog Breeding and Marketing Rules), 2016:-

  • Ministry of Environment, Forest and Climate Change (MoEFCC) દ્વારા Prevention of Cruelty to Animals (Dog Breeding and Marketing Rules), 2016 નું સુચનાપત્ર જાહેર કરવામાં આવેલ છે.
  • આ સુચનાપત્ર રજુ કરવાનો મુખ્ય હેતુ કુરાતોનું સંવર્ધન કરતા અને તેનું વેચાણ કરતા જવાબદાર વ્યક્તિઓને આ પ્રક્રિયામાં પ્રાણીઓ પ્રત્યે દયાહીન અને ક્રુરતાભર્યું વર્તન કરતાં રોકવાનો છે.

Private Sector Bank 'Axis Bank' 3rd largest landing bank to use 'Block Chain Solution' for its operation:-

  • ખાનગી ક્ષેત્રની Axis બેંક દેશની ત્રીજી ધિરાણ કરતી બેંક બનશે કે જે તેના ઓપરેશન માટે “block chain solution” નો ઉપયોગ કરશે.
  • આ માટે Axis બેંક દ્વારા ફિનટેક ફર્મ “રીપલ”( fintech firm Ripple) ની મદદ લેશે.

 [ads-post]
INS Khanderi (Kalvari Class Submarine):-

  • INS Khanderi કાલ્વરી વર્ગની બીજી સબમરીનનું મુંબઈમાં મઝગાંવ ડોક લિમિટેડ થી કાર્યરત કરવામાં આવી.
  • આ સબમરીનમાં સ્ટેલ્થ ક્ષમતા હશે જે તેને સમુદ્રમાં છુપવામાં મદદ કરશે અને આ ઉપરાંત તેમાં પાણીમાં અને જમીન પર અગાઉથી નિર્ધારિત જગ્યા પર માર કરી શકે તેવી મિસાઈલ ટેકનોલોજી થી સજ્જ છે.


China-Pakistan Economic Corridor (CPEC)
  • ચીનના ક્ષિનજિયાંગ પ્રાંતના પ્રમુખ સોહરત ઝાકીર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે ચીન-પાકિસ્તાન સીમા પર આંતંકવાદ ને રોકવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવશે કારણ કે ત્યાં સુરક્ષામાં જો વધારો નહિ કરવામાં આવે તો આજુબાજુના પાડોશી દેશોમાં આતંકવાદ નો ભય ઊભો થવાનો દર છે.
  • આ પગલું ભરવાનું એક કારણ એ પણ છે કે China-Pakistan Economic Corridor (CPEC) છે આ કોરીડોર બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટ થી ચીનના ક્ષિનજિયાંગ પ્રાંત ને જોડે છે વ્યાપાર માટે ખુબ અગત્યનો માર્ગ છે.


Russia bans on selling of cigarette to the person who born after 2015:-

  • રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 2015 બાદ જન્મેલા વ્યક્તિઓને સિગારેટ નાં વેચાણ પર પ્રતિબંધ લાદવા માટેની દરખાસ્ત મુકેલ છે.
  • જો આ દરખાસ્ત કાયદો બનશે તો રશિયા વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બનશે કે જે ટોબેકોમુક્ત હશે.
  • જો આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે to તેનો અમલ 2033 થી લાગુ પડશે કારણકે ત્યારે 2015 બાદ જન્મેલા બાળકની ઉમર 18 વર્ષ થશે.


Saudi Arabia Extends the annual Haj quota of India:-

  • સાઉદી અરેબિયા દ્વારા ભારતનાં વાર્ષિક હજ ક્વોટા 1.36 લાખથી વધારીને 1.70 લાખ કરવામાં આવ્યા છે. 
  • 29 વર્ષમાં આ સૌથી મોટો વધારો છે.






Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.