Current Affairs 04/01/2017

Professor David R. Syiemlieh Appointed as UPSC Chairman:-

  • UPSC નાં ચેરમેન તરીકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પ્રોફેસર ડેવિડ આર. સ્યિમ્લીહ (David R Syiemlieh) ની નિમણુક કરવામાં આવી. અને આ સ્થાન તેઓ અલ્કા સિરોહી નાં સ્થાને  લેશે.
  • UPSC નાં ચેરમેન તરીકે ની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના આર્ટીકલ 316 મુજબ થાય છે. 
  • UPSC ની રચના બંધારણ નાં આર્ટીકલ 315 મુજબ કરવામાં આવે છે અને તેના ચેરમેન ની નિમણુક અને પદ પરથી બરખાસ્ત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે હોય છે. UPSC માં ચેરમેન ઉપરાંત બીજા 10 સભ્યો હોય છે.
  • ચેરમેન અને સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ જેમાંથી જે વહેલા હોય તેટલો હોય છે.

નવા વર્ષે શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજનાઓની જાહેરાત કરવામાં આવી:-

શહેરી અને ગ્રામીણ ગરીબો માટે ઘર :
  • આ અંતર્ગત શહેર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગ માટે 9 લાખ સુધીની લોન પર 4 % ની છૂટ  અને 12 લાખ સુધીની લોન પર ૩ % સુધીની છૂટ વ્યાજદર પર મળશે.
  • PMAY અંતર્ગત ૩૩ % વધારે ગૃહોનું નિર્માણ ગ્રામ્ય વિસ્તારમાં થશે અને ઘર બનાવવા માટે અને તેના સમારકામ માટે 2 લાખ સુધીની લોન પર ૩ % સુધીની છૂટ આપવામાં આવશે.
  • ખેડૂતો માટે: ૩ કરોડ થી વધારેનાં કિસાન ક્રેડીટ કાર્ડ ને રૂપેય (RuPay) કાર્ડ માં આવતા ત્રણ મહિનામાં તબદીલ  કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોએ ખેતી માટેની લીધેલી ફાર્મ લોન નું 2 મહિના સુધીનું વ્યાજ સરકાર દ્વારા ભરવામાં આવશે.

MSME (Micro, Small and Medium Enterprises) : 
  • નાના ઔદ્યોગીક એકમોને પ્રોત્સાહન મળી રહે તે માટે ક્રેડીટ ગેરંટી ની મર્યાદા 1 કરોડથી વધારીને બમણી એટલે કે 2 કરોડ કરવામાં આવેલ છે.
  • બેંકને નાના વ્યાપાર માટે કેસ ક્રેડીટ ની લિમિટ 20 % થી વધારીને 25 % કરવાનું કહેવામાં આવેલ છે.  આ ઉપરાંત જે ઉદ્યમ દ્વારા ડિજીટલ ટ્રાન્સેકટ કરે છે તેમના માટે વર્કિંગ કેપિટલ લોનની ની મર્યાદા 20 % થી વધારીને  ૩૦% કરવાનું સુચન કરેલ છે.

મહિલાઓ અને વૃધ્ધો માટે : 
  • ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે 650 થી વધારે ગ્રામીણ જિલ્લાઓમાં  મહિલાઓને દવાખાના નાં ખર્ચ માટે દરેક મહિલાઓના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવશે.
  • આ ઉપરાંત સિનિયર સિટીજન ને 10 વર્ષ સુધી 7.5 લાખ સુધીની જમા રાસી માટે 8 % લેખે વ્યાજ આપવામાં આવશે.

[ads-post]
Surekha Marandi Appointed as Executive Director of RBI:-

  • RBI દ્વારા સુરેખા મરાંડી ની Executive Director (ED) ની  નિમણુક કરવામાં આવી.
  • આ સ્થાને પહેલા યુ. એસ. પાલીવાલ હતા જેઓ 31 ડીસેમ્બર નાં રોજ નિવૃત્ત થયા.


Swachchh Bharat Survey 2017 by Quality Council of India (QCI):-

  • સરકાર દ્વારા 500 શહેરોમાં સ્વચ્છ ભારત સર્વેક્ષણ 2017 ની શરૂઆત કરવામાં આવી.
  • આ સર્વેક્ષણ ની શરૂઆત 1 લાખ  કે તેથી વધારે જનસંખ્યા ધરાવતા શહેરોમાં કરવામાં આવેલ છે.
  • આ સર્વે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત Quality Council of India (QCI)  દ્વારા કરવામાં આવશે.
  • આ સર્વેક્ષણમાં સર્વે માટે મ્યુનિસીપલ બોડી દ્વારા આપવામાં આવેલ માહિતી, ઉપરાંત લોકમત ઉપરાંત ડાયરેક્ટ પરીક્ષણ નાં આધારે કરવામાં આવશે.
  • મ્યુનિસીપલ બોડી દ્વારા આપવામાં આવેલ માહિતી 900 ગુણ ધરાવશે.
  • ડાયરેક્ટ પરીક્ષણ અને સ્વતંત્ર પરીક્ષણ નાં 500 ગુણ
  • નાગરિક પ્રતિભાવ નાં 600 ગુણ રહેશે.
  • 2016 નાં સ્વચ્છ સર્વેક્ષણ માં 73 શહેરોમાંથી મૈસુર પ્રથમ ક્રમાંક પર રહ્યું હતું.


Various Agreements signed by Government of India with Foreign:-
  • ભારત અને ઉરુગ્વે વચ્ચે કસ્ટમ્સ કોઓપરેસન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો.
  • ભારત અને પોર્ટુગલ વચ્ચે એગ્રીકલ્ચર કોઓપરેસન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો
  • ભારત અને કેન્યા વચ્ચે એગ્રીકલ્ચર કોઓપરેસન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.