[61] જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવે તે પ્લાસ્ટિક ને કેવું પ્લાસ્ટિક કહે છે ?
- થર્મોપ્લાસ્ટિક
[62] જે પ્લાસ્ટિક ને ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને અને ઠંડુ પાડતા ફરીથી મૂળ સ્થિતિમાં આવતું નથી તેને કેવું પ્લાસ્ટિક કહે છે ?
- થર્મોસેટિંગ પ્લાસ્ટિક
[63] પોલિસ્ટાયરિન, પોલિથીન, પોલીવિનાઈલ ક્લોરાઈડ(PVC) કેવા પ્રકારના પ્લાસ્ટિક છે ?
- થર્મોપ્લાસ્ટિક
[64] બેકેલાઈટ અને મેલેમાઇન કેવા પ્લાસ્ટિક છે ?
- થર્મોસેટિંગ પ્લાસ્ટિક
[65] હવામાં , જળમાં અને જમીન પર નિવાસ કરતા પ્રાણીઓને અનુક્રમે શું કહે છે ?
- ખેચર, જળચર, અને ભૂચર
[66] જે પ્રાણીઓ જમીન પર અને પાણીમાં લાંબા સમય રહી શકે છે તેવા પ્રાણીઓને શું કહે છે ?
- ઉભયજીવી
[67] કેટલીક વનસ્પતિઓ ખુબ ઓછા પાણીમાં પણ જીવન ટકાવી રાખી વિકાસ પામી શકે છે તેણે કેવી વનસ્પતિ કહે છે ?
- શુષ્કોદભિદ (Xerophyte)
[68] કેટલીક વનસ્પતિ માત્ર પાણીમાં જ વિકાસ પામી શકે છે તેને ઉગવા માટે જમીનની જરૂર પડતી નથી, આવી વનસ્પતિને શું કહે છે ?
- જલોદભીદ (Hydrophyte)
[69] કેટલીક વનસ્પતિને પાણી મળે તે જરૂરી છે આવી વનસ્પતિને શું કહે છે ?
- મધ્યોદભિદ (Mesophyte)
[70] બોરડી,આકડો અને બાવળ એ કેવા પ્રકારની વનસ્પતિના ઉદાહરણ છે ?
- શુષ્કોદભિદ (Xerophyte)
[71] કમળ, શિંગોડા, મણીવેલ કેવા પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે?
- જલોદભીદ (Hydrophyte)
[72] લીમડો ,બારમાશી અને આંબો એ કેવા પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે ?
- મધ્યોદભિદ
[73] પ્રકાશનો સૌથી વધારે વેગ ક્યાં હોય છે ?
- શુન્યાવકાસમાં
[74] સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ-કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે?
- લોખંડ, ક્રોમિયમ અને નિકલ
[75] કયું રસાયણ પ્રબળ ભેજ-શોષક તરીકે કામ કરે છે ?
- ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
[76] અનાજની જાળવણી માટે કયું રસાયણ વપરાય છે?
- એલ્યુમિનીયમ ફોસ્ફાઈડ
[77] ઉંદર મારવા માટે કયું રસાયણ વપરાય છે?
- ઝીંક ફોસ્ફાઈડ
[78] સૌથી નિમ્ન કક્ષાનો કોલસો કયો છે ?
- પીટ
[79] સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો કયો છે?
- એન્થ્રેસાઈટ
[80] કોલસાની કાર્યક્ષમતા પ્રમાણે ઉતરતા ક્રમમાં જણાવો
- એન્થ્રેસાઈટ > બિટુમીન > લિગ્નાઈટ > પીટ
[81] પદાર્થ ગતિમાં હોય તો તેને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે આ સિધ્ધાંત કોણે આપ્યો?
- એરીસ્ટૉટલ
[82] ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંકનું મુલ્ય ક્યાં વૈજ્ઞાનિક દ્વારા તારવવામાં આવ્યું?
- હેન્રી કેવેન્ડીસ
[83] જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે આ સિદ્ધાંત ક્યા નામે ઓળખાય છે?
- આર્કિમીડીઝ
[84] બંધ રૂમમાં પ્રકાશપુંજ ના પ્રકીર્ણન ની ઘટનાને કઈ ઘટનાં તરીકે ઓળખવામાં આવે છે ?
- ટીંડલ અસર
[85] કેથોડ કિરણોની શોધ કરી હતી?
- રોંજન
[86] કયા પ્રકારના બેક્ટેરિયા નાઈટ્રાઈટ અને નાઈટ્રેટનું મુક્ત અણુ સ્વરૂપ નાઈટ્રોજનમાં રૂપાંતર કરે છે ? (આ પ્રક્રિયાને ડિનાઈટ્રીફીકેસન કહે છે.)
- સ્યુડોમોનાસ
[87] મુરાહ જાતની ભેંસ ક્યાં જોવા મળે છે?
- પંજાબ અને હરિયાણા
[88] નેનોટેકનોલોજી શબ્દ નો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
- એરીક ડ્રેકસલર
[89] માનવઆંખની જોવાની મર્યાદા કેટલી છે ?
- 10 માઈક્રોમીટર
[90] નેનો કણનું કદ કેટલું હોય છે ?
- 1 થી 10 માઈક્રોમીટર
Post a Comment