Science (Chemistry) - One Liner (1 to 30)

[1] કોને રસાયણ વિજ્ઞાન નાં જનક તેરીકે ઓળખવામાં આવે છે?
  • લેવાયસિયે


[2] કોના મંતવ્ય અનુસાર બધાજ પદાર્થ અત્યંત સુક્ષ્મકણો નાં બનેલા  છે ?
  • કણાદ


[3] અમુક પદાર્થોને ગરમ કરતા ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઇ જાય  છે પ્રક્રિયાને શું કહે છે ?
  • ઉર્ધ્વપાતન


[4] પદાર્થની ચોથી અવસ્થા કઈ છે ?
  • પ્લાજમા


[5] પદાર્થની પાંચમી અવસ્થા ને શું કહે છે ?
  • બોસ-આઇન્સ્ટાઇન કંડનસેટ


[6] બે કે તેથી વધારે પદાર્થોને નિશ્વિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે ?
  • સંયોજન


[7] બે કે તેથી વધારે પદાર્થોને અનિશ્વિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે ?
  • મિશ્રણ


[8] જે મિશ્રણ માં તમામ ભાગમાં ગુણધર્મ સમાન હોય તેને કેવું મિશ્રણ કહે છે ?
  • સમાંગ


[9] જે મિશ્રણ નાં તમામ ભાગો પર ગુણધર્મ ભિન્ન હોય તેને કેવું મિશ્રણ કહે છે ?
  • વિષમાંગ


[10] બરફનું ગલનબિંદુ કેટલું હોય છે ?
  • 0°C


[11] પાણીનું હિમાંગ બિંદુ શું હોય છે ?
  • 0°C


[12] કોઈ પદાર્થમાં અશુધ્ધિઓ ઉમેરતા તેના ગલનબિંદુમાં શું ફેરફાર થાય  છે ?
  • પદાર્થનું ગલનબિંદુ ઘટે છે


 [13] કોઈ પદાર્થમાં અશુધ્ધિઓ ઉમેરતા તેના હિમાંકમાં શું ફેરફાર થાય  છે ?
  • પદાર્થનું હિમાંક ઘટે છે


[14] બીબામાં કયો ગુણધર્મ ધરાવતા  પદાર્થને ઢાળી શકાય છે  ?
  • જે પદાર્થનો આકાર પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવતા વધતો હોય


[15] મિશ્રિત ધાતુઓનું  ગલનબિંદુ તેના મૂળભૂત ધાતુઓ કરતા કેવું હોય છે ?
  • નીચું
[ads-post]

[16] કોઈ ઘન પદાર્થને ઘન સ્વરૂપમાંથી સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપ માં રૂપાંતર કરવા માટે જોઈતી ઉષ્માને શું કહે છે ?
  • ગુપ્ત ઉષ્મા


[17] સામાન્ય સ્થિતિમાં એકસમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણી માંથી કયું પાણી ઝડપથી બાષ્પ બની જશે  ?
  • થાળીમાં રહેલ પાણી


[18] સામાન્ય સ્થિતિમાં એકસમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણી માંથી થાળીમાં રહેલ પાણી ઝડપથી બાષ્પ બનશે કારણકે  ...
  • થાળીમાં રહેલ પાણીની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે.


[19] દબાણ વધતા પાણીનાં ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે  ?
  • ઉત્કલનબિંદુ વધે છે .


[20] દબાણ ઘટતા પાણીનાં ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે  ?
  • ઉત્કલનબિંદુ ઘટે છે .


[21] દબાણ વધતા પ્રવાહીના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે  ?
  • ઉત્કલનબિંદુ વધે છે .


[22] દબાણ ઘટતા પ્રવાહીના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે  ?
  • ઉત્કલનબિંદુ ઘટે છે .


[23] પદાર્થનો પરમાણુ ભાર કયા તત્વની સાપેક્ષે માપવામાં આવે છે ?
  • કાર્બન -12 પરમાણુ નાં 1/12 ભાગ નું વજન અથવા હાઈડ્રોજનનું 1.008 ભાગ 


[24] એવોગેડ્રો આંક અથવા 1 મોલમાં  કેટલા પરમાણુ હોય છે ?
  • 6.022 × 10¹³


[25] મોલ શેનું પ્રતિક છે ?
  • દ્રવ્યમાન અને સંખ્યા બંનેનું


[26] પરમાણુ ક્રમાંક પરમાણુમાં કોની સંખ્યાને આધારે નક્કી થાય છે ?
  • પ્રોટોન


[27] દ્રવ્યમાન સંખ્યા કોને કહે છે ?
  • પરમાણુ રહેલ પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળા ને


[28] પરમાણુ માટે કેટલી ક્વોન્ટમ સંખ્યા નક્કી કરવામાં આવેલ છે ?
  • 4


[29] કોઈપણ પરમાણુ માં તેમાં રહેલ કોઈ પણ બે ઈલેક્ટ્રોન માટે ક્વોન્ટમ સંખ્યા સમાન હોતી નથી ક્યા સિધ્ધાંત તરીકે ઓળખાય છે ?
  • પાઉલી (Pauli) નાં સિધ્ધાંત .


[30] સમાન પરમાણુ ક્રમાંક અને ભિન્ન પરમાણુ દ્રવ્યમાન ધરવતા પરમાણુ ઓને એકબીજાના શું કહે છે  ?
  • સમસ્થાનિક (isotopes)




Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.