Current Affairs 26/12/2016

અગ્નિ-5 મિસાઈલનું ભારત દ્વારા સફળ પરીક્ષણ:-



  • ભારત દ્વારા સતહ થી સતહ પર પ્રહાર કરી શકે તેવી ન્યુક્લીઅર પ્રહાર ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઈલ નું સફળતા પૂર્વક પરીક્ષણ ઓડીસાના સમુદ્રી કિનારા પર આવેલ વ્હીલર આઈલેન્ડ પરથી કરવામાં આવ્યું.
  • આ મિસાઈલ ની ક્ષમતા 1 ટન વજન સાથે  5000 km સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. 

બેનામી સંપત્તિનો કાયદો:-

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા “બેનામી પ્રોપર્ટી લો” ની રજૂઆત કરવામાં આવી. આ કાયદા અંતર્ગત ટેક્સની ચોરી સાથે સંકળાયેલ સંપત્તિ માટે 7 વર્ષની જેલની સજાપાત્ર બનશે.
બેનામી પ્રોપર્ટી શું છે?
  • “બેનામી” સંપત્તિ એટલે એવી સંપત્તિ કે જેમાં સાચો ખરીદદાર પોતાના નામ પર સંપત્તિ ખરીદતો નથી પરંતુ તે બીજા નામ ખરીદીને તેમાંથી સીધો અથવા આડકતરી રીતે તેનો લાભ મેળવે છે.
  • પત્ની-બાળકો કે સગા-સંબંધીઓના નામ પર ખરીદેલી સંપત્તિ બેનામી ઠરી શકે જો તેમાંથી આવતી આવકનો પ્રવાહ અજાણ્યા સુત્રો તરફથી હોય.


કોમન સર્વિસ સેન્ટર અને ઈ-દિશા કેન્દ્રોની શરૂઆત હરિયાણામાં થઇ:-

  • ગુમ્થાલા ઘુરું હરિયાણાનું પ્રથમ WI-FI ગામડું બન્યું.
  • હરિયાણા સરકાર દ્વારા 100 ગામડાઓને Wi-FI સેવાથી જોડવામાં આવ્યા અને કોમન સર્વિસ સેન્ટર અને ઈ-દિશા કેન્દ્રોને નવા નામ “અટલ સેવા કેન્દ્રો” થી શરુ કરવામાં આવ્યા.
  • આ ઉપરાંત મુખ્યમંત્રી મનોહરલાલ ખાત્તર દ્વારા “Knowledge Warehouse” શરુ કરવામાં આવી. જે સ્ટાર્ટ-અપ્સ ને વિડીઓ કોન્ફરેન્સિંગ  થી પ્રોત્સાહન આપે છે.


મંત્રણા અને કરારો :-

  • કેન્દ્ર સરકાર દ્વારા Massachusetts Institute of Technology ની ઇન્ફ્રાસ્ટ્રકચર આર્કિટેક્ચર લેબ સાથે મંત્રણા કરીને ઘાટ સેવાઓ (ferry services ) ની શરૂઆત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો.
  • આ અંતર્ગત અલાહાબાદ, વારાણસી, પટના અને કલકત્તા જેવા શહેરો અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર-1 કે જે ભારતનો સૌથી લાંબો જળમાર્ગ છે તેને આવરી લેવામાં આવશે.  
  • ભારત પાસે અંદાજીત 14500 km લાંબો જળમાર્ગ છે.



ઇટાલીની સરકાર દ્વારા વિશ્વની સૌથી જૂની અને તેના દેશની ત્રીજા નંબરની મોટી બેંક “Monte dei Paschi” ની જામીનગીરી ને મંજુરી આપી:-
  • આ બેંકે ઇટાલીની સરકાર  પાસે આર્થિક સહાય ની માંગ કરી હતી અને સહાય માંગવાનું મુખ્ય કારણ ખાનગી  રોકાણકારો પાસેથી બેંક પોતાની ધનરાશી નહીં મળતા તેને સરકારની દખલગીરી ની જરૂર પડી હતી.




સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ઈન્ટરનેટ બેંકિંગ સેવાની મદદથી “Paytm” વોલેટ માં રૂપિયા  ટ્રાન્સફર કરવા  પર રોક લગાવી. 
  • આમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઈન્ટરનેટ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પોતાના સ્ટેટ બેંક બડ્ડી વોલેટ કે જે સ્ટેટ બેંકનું પોતાનું વોલેટ છે તેને વાપરવા માટે લોકોને સલાહ આપી.

ગ્રામી એવોર્ડ વિજેતા જોર્જ માઈકલ નું 53 વર્ષની વયે મૃત્યુ:-

  • માઈકલ કે જેઓએ 100 મિલિયન કરતા પણ વધારે રેકોર્ડનું વેચાણ કરેલ છે. 
  • તેઓ 'Careless Whisper', 'Last Christmas' and 'Freedom! 90'. માટે પ્રખ્યાત છે.


શાહરૂખ ખાનને મૌલાના આઝાદ નેસનલ  ઉર્દુ યુનિવર્સીટી હૈદરાબાદ દ્વારા “ઓનરરી ડોકટરેટ” ની પદવી આપવામાં આવી.




    

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.