Current Affairs 25/12/2016

National Defense Authorization Act 2017 of US:-

  • અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે .
  • આ હસ્તાક્ષર થી ભારત અમેરીકાનું મોટુ સંરક્ષણ ભાગીદાર બનશે.


ભારત અને કઝાખસ્થાન દ્વારા વેપાર અને આર્થિક ક્ષેત્રે વધારો કરવા માટે દ્રિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કઝાખ-ભારત ની પાંચમી Joint Working Group on trade and economic cooperation ની મિટિંગ દરમિયાન કરવામાં આવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ના 192 મીટર ઊંચા મૂર્તિ સ્મારક નો શિલાન્યાસ કરવામાં આવ્યો:-

  • આ મૂર્તિની ઉંચાઈ ન્યુ યોર્ક ના Statue of Liberty કરતા પણ ઉંચી હશે અને તે  વિશ્વનું સૌથી ઊંચું સ્મારક બનશે.


Performance on Health Outcomes index
  • નીતિ આયોગ અને  સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જે-તે રાજ્યમાં સ્વાસ્થ્યને લગતા સુચનાંકો અને કામગીરીને આધારે Performance on Health Outcomes index ની ગણતરી રજુ કરવામાં આવશે.
  • NITI - National Institution for Transforming India

[ads-post]
ડિજીટલ માધ્યમથી લેવડ-દેવડ ને પ્રોત્સાહન આપવા  માટે ભારત સરકાર દ્વારા બે યોજના શરુ કરવામાં આવી છે:-

  • લકી ગ્રાહક યોજના: આ યોજના ગ્રાહકો માટે છે
  • ડીજી-ધન યોજના : આ યોજના વેપારીઓ  માટે છે.
  • આ યોજના નું કાર્યન્વન National Payments Corporation of India (NPCI)  દ્વારા કરવામાં  આવશે.
  • આ યોજનાનો લાભ ફક્ત RuPay કાર્ડ, USSD, UPI ને AEPS ઉપયોગ કરવા પર જ મળશે.


પોપ ફ્રાન્સીસ દ્વારા Dr Barbara Jatta  ને વેટિકન મ્યુસિયમ નાં સંચાલન માટે નિમણુક કરવામાં આવી:-

  •  પદ પર નિમણુક પામનાર  તેઓ  પ્રથમ મહિલા છે. 
  • આમ તેઓ વેટિકન શહેરની સૌથી ઉચ્ચ રેન્કની વહીવટકર્તા બનશે.


2016નો 52 મો જ્ઞાનપીઠ એવોર્ડ બંગાળના કવિ “શાંખા ઘોષ” ને મળ્યો:-

  • આ એવોર્ડ ભારતનો સર્વોચ્ચ સાહિત્યક પુરસ્કાર છે.
  • આ એવોર્ડ 6 વાર બંગાળી સાહિત્યકારને મળેલ છે.


ભારતની અંડર-19 ટીમે શ્રીલંકાને હરાવી સતત ત્રીજી વખત 2016 નો યુથ એશિયા કપ જીત્યો.

16 વાર વિશ્વ ચેમ્પિયન બનનાર પંકજ અડવાણીએ 6-રેડ સ્નુકરમાં નેસનલ ટાઈટલ પ્રાપ્ત કર્યું:-



25 ડિસેમ્બર ના રોજ ત્રીજો ગુડ ગવર્નન્સ ડે ઉજવવામાં આવ્યો:-

  • આ દિવસ દર વર્ષે અટલબિહારી વાજપેયીના જન્મદિવસે ઉજવવામાં આવે છે.
  • આ દિવસ ભારતરત્ન અટલબિહારી વાજપેયી 92 માં જન્મદિવસે ઉજવવામાં આવશે. 
  • અટલબિહારી વાજપેયી ભારતના એકમાત્ર નોન-કોંગ્રેસી વડાપ્રધાન છે જેઓ ત્રણ વખત વડાપ્રધાન બન્યા છે અને એકમાત્ર નોન-કોંગ્રેસી વડાપ્રધાન  જેઓએ ટર્મ સંપૂર્ણ કરેલ છે.
  • આ ઉજવણી નાં પ્રસંગે 100 દિવસનું “ગુડ ગવર્નેન્સ” પર આધારિત કેમ્પેન નું આયોજન કરવામાં આવેલ છે.


Digitally Safe ConsumerCampaign start by Google India
  • ગુગલ ઇન્ડિયા દ્વારા કન્ઝ્યુમર અફેર મંત્રાલય સાથે મળીને કન્ઝ્યુમર નાં હિતોનું  ઓનલાઈન સહાય અને રક્ષણ પૂરુ પાડવા માટે કેમ્પેન શરુ કરવામાં આવેલ છે  જેનું  નામ છે “Digitally Safe Consumer
  • આ કેમ્પેન અંતર્ગત તમામ રાજ્યના કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેસન અને  કન્ઝ્યુમર અફૈર્સ વિભાગના અધિકારીઓને તાલીમ પૂરી પાડવામાં આવશે.


રાષ્ટ્રીય મુદ્રા “Lion Capital of Ashoka” ની રચના માટેની પસંદગી કરવા માટેની મંડળીના સભ્ય એવા દિનાનાથ ભાર્ગવ (89) નું નિધન થયું:-




Banking Ombudsman Office by RBI:-

  • RBI દ્વારા ઉત્તરમાં ત્રીજી Banking Ombudsman Office ની શરૂઆત દેહરાદુન,ઉત્તરાખંડ માં શરૂઆત કરવામાં આવી.  આ અગાઉ નોર્થમાં કાનપુર અને ચંડીગઢ માં પણ તેની રચના કરવામાં આવી હતી. 
  • આમ RBI દ્વારા સંપૂર્ણ ભારતમાં કુલ 17 Banking Ombudsman Office ની રચના કરવામાં આવેલ છે.


2016ની Lord's Cricket Ground's Top 20 Player ની યાદીમાં ભારતનો વિરાટ કોહલી પ્રથમ ક્રમાંક પર રહ્યો:-

  • ચાલુ વર્ષે  ક્રિકેટ નાં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવીને  સર્વોચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
  • આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન (૩), અજીક્યા રહાણે (13) અને ચેતેસ્વાર પુજારા (18) માં ક્રમાંક પર છે.






Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.