ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (1 to 30)
[1] બ્રિટીશ સરકારે કયા
કાયદા હેઠળ સૌ પ્રથમ વખત ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બંધારણનો પાયો નાખ્યો?
- નિયામક ધારો, ૧૭૭૩ (Regulating Act, 1773)
[2] ભારતના સૌ પ્રથમ
ગવર્નર જનરલ કોણ હતું?
- વોરેન હેસ્ટિંગ
[3] ભારતમાં સૌ પ્રેથમ
સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
- ઈ.સ.1773 માં કલકત્તા
[4] બ્રિટીશ સમયમાં કલકત્તા
સર્વોચ્ચ ન્યાયાલય ના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
- સર એલીઝા ઇમ્પે
[5] પીટ્સ ઇન્ડિયા એકટ, 1784 નો મુખ્ય હેતુ શું હતો?
- કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કરાયા.
- વ્યાપારી કાર્યો માટે – બોર્ડ ઓફ ડાયરેક્ટર
- રાજકીય કાર્યો માટે – બોર્ડ ઓફ કંટ્રોલ
[6] કયા કાયદા હેઠળ
બ્રિટીશરોએ ભારતીય વ્યાપારનું ક્ષેત્ર બધા લોકો માટે ખુલ્લું મુકાયું હતું?
- ચાર્ટર એક્ટ, 1813
[7] ચાર્ટર એક્ટ, 1813 મુજબ માત્ર કયા વ્યાપાર પર બ્રિટીશરોએ એકાધિકાર
રાખ્યો હતો?
- ચાનો વેપાર અને ચીન સાથેનો વેપાર.
[8] કયા કાયદા હેઠળ
બ્રિટીશરોએ સૌ પ્રથમ વખત શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નક્કી કરાયું હતું?
- ચાર્ટર એક્ટ, 1813 (શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ફાળવ્યા)
[9] બ્રિટીશ શાશનના કયા
કાયદા હેઠળ ગવર્નર જનરલ ને આખા ભારતના ગવર્નર જનરલ બનાવ્યા?
- ચાર્ટર એક્ટ, 1833
[10] આખા ભારતના પ્રથમ
ગવર્નર જનરલ કોણ હતું?
- લોર્ડ વિલિયમ બેન્ટીક
[11] ચાર્ટર એક્ટ, 1833 મુજબ કોને પ્રથમ કાયદા અધિકારી બનાવ્યા હતા?
- ટી.બી.મૈકાલે
[12] કયા કમીશન દ્વારા
ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા કરાયા?
- મૈકાલે કમીશન
[13] લોર્ડ મૈકાલે એ
ક્યાં કાયદાનું ઘડતર કર્યું હતું?
- ઇન્ડિયન પીનલ કોડ (IPC)
[14] કયા કાયદા થી
ભારતમાં સતી પ્રથા, દાસ પ્રથા અને બાળહત્યા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો?
- ચાર્ટર એક્ટ, 1833
[15] બ્રિટીશ શાશનના કયા
કાયદા હેઠળ ભારતમાં સૌ પ્રથમ વખત P.W.D તથા સાર્વજનિક
નિર્માણ વિભાગની સ્થાપના કરાઈ હતી?
- ચાર્ટર એક્ટ, 1853
[16] ચાર્ટર એક્ટ, 1853 દ્વારા કયા પ્રકાર ના અધિકારીઓની ભરતી ભારતીયો
માટે ખુલ્લી મૂકાઈ?
- સનદી અધિકારીઓની ભરતી. (આ ભરતી માટે સૌ પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કરાયું)
[17] કયા કાયદાથી ભારતમાં
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાશનનો અંત આવ્યો?
- ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1858 (આ કાયદાથી ભારતનનું શાશન સીધું બ્રિટીશ તાજ હેઠળ લાવવામાં આવ્યું)
[18] બ્રિટીશ શાશનના કયા
કાયદા દ્વારા ભારતના ગવર્નર જનરલ ને વાઇસરોયની પદવી આપવામાં આવી?
- ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1858
[19] ભારતના સૌ પ્રથમ
વાઇસરોય કોણ હતા?
- લોર્ડ કૈનિન
[20] બ્રિટીશ ભારત ના
પ્રથમ સચિવ કોણ હતા?
- ચાર્લ્સ વૂડ
[21] ભારતમાં શિક્ષણનો મેગ્નાકાર્ટા કોને કહેવામાં આવે છે?
- વૂડ ડીસ્પેચ (ચાર્લ્સ વૂડે શિક્ષણ ના પ્રચાર માટે વૂડ ડીસ્પેચ આપ્યું જેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાનું નક્કી કરાયું હતું.)
[22] ઈ.સ. 1858 દરમ્યાન ભારતમાં કઈ કઈ જગ્યાએ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી?
- બોમ્બે, કલકત્તા, મદ્રાસ.
[23] બ્રિટીશ શાશન દરમ્યાન ભારતમાં
સૌ પ્રથમ કેન્દ્રીય વિધાન પરિષદ ક્યાં અને ક્યારે બનાવાઈ?
- બ્રિટીશ ભારતની રાજધાની કલકત્તામાં ભારત શાશન અધિનિયમ, 1861 થી
[24] ભારત શાશન અધિનિય, 1861 થી ભારતમાં કઈ કઈ જગ્યાએ હાઇકોર્ટ ની સ્થાપના કરવામાં આવી?
- બોમ્બે, મદ્રાસ અને કલકત્તા.
[25] ભારત શાશન અધિનીયમ, 1861 દ્વારા વૈસ્રીયને કઈ શક્તિ આપવામાં આવી?
- અધ્યાદેશ આપવાનો અધિકાર અપાયો જે 6 મહિના કરતા વધુ સમય માટે લાગુ કરી શકાય નહિ.
[26] ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ ની સ્થાપના ક્યારે અને કોને કરી હતી?
- ઈ.સ. 1881 માં એ.ઓ.હ્યુમ દ્વારા
[27] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન
ક્યાં અને ક્યારે યોજાયું હતું?
- 28 થી 30 ડિસેમ્બર, 1885 ના રોજ મુંબઈમાં ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં
[28] ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ ના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?
- વ્યોમેશચંદ્ર બેનરજી
[29] ભારતમાં સૌ પ્રથમ
અપ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિનો પ્રારંભ કયા કાયદા હેઠળ કરવામાં આવ્યો હતો?
- ભારત પરિષદ ધારો, 1892 (Indian Council Act, 1892)
- આ કાયદામાં ભારતીય સભ્યને બજેટ અંગે ચર્ચા કરવાનો અધિકાર અપાયો પરંતુ બજેટ દરમ્યાન મત આપવાનો અધિકાર ન અપાયો.
[30] કોંગેસના કયા
અધિવેશનમાં “સ્વરાજ”ને અંતિમ લક્ષ્ય જાહેર કરાયું?
- ઈ.સ.1906 ના કલકત્તા અધિવેશનમાં (અધ્યક્ષ દાદાભાઈ નવરોજી હતા)
Post a Comment