ભારતની બંધારણસભા
[26] બંધારણ સભામાં "ઉદેશ્ય પ્રસ્તાવ" કોને અને ક્યારે રજુ કર્યો હતો?
- 13 ડિસેમ્બર, 1946 ની ત્રીજી બેઠકમાં જવાહરલાલ નેહરુ દ્વારા
[27] બંધારણ સભામાં "ઉદેશ્ય પ્રસ્તાવ"નો સ્વીકાર ક્યારે કરાયો હતો?
- 22 જાન્યુઆરી, 1947 ના રોજ
[28] ભારતને બે સ્વતંત્ર રાષ્ટ્રમાં વિભાજીત કરનારી યોજના કઈ હતી?
- માઉન્ટ બેટન યોજના
[29] માઉન્ટ બેટન યોજના ક્યારે અને કોના દ્વારા લાવવામાં આવી હતી?
- 3 જુન, 1947 ના રોજ ભારતના વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા
[30] માઉન્ટ બેટન યોજનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- વિભાજન યોજના, જુન યોજના
[31] આઝાદી પછી ભારતની બંધારણ સભાની કુલ બેઠક સંખ્યા કેટલી થઇ હતી?
- 299 બેઠક
[32] પ્રથમ ધારાસભાના કાર્ય માટે અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરતુ હતું?
- જી.વી.માળવંકર
[33] ભારતના બંધારણની રચના માટે કુલ કેટલો સમય લાગ્યો હતો?
- 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ (કુલ 11 સત્રો અને 166 બેઠકો)
[34] બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો?
- 26 નવેમ્બર, 1949 (જેને વર્ષ 2015 થી બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.)
[35] શરૂઆતમાં બંધારણ માં કેટલા અનુરછેદ અને કેટલી અનુસુચીઓ હતી?
- 395 અનુરછેદ અને 8 અનુસુચીઓ
[ads-post]
[36] ભારતમાં બંધારણ નો અમલ ક્યારથી શરુ થયો?
- 26 જાન્યુઆરી, 1950
[37] 26 જાન્યુઆરી, 1950 ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
- પ્રજાસતાક દિવસ
[38] બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી?
- 24 જાન્યુઆરી, 1950
[39] બંધારણ સભાની અંતિમ બેઠક માં ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ)
[40] ભારત કોમનવેલ્થમાં ક્યારે સભ્ય બન્યું?
- મે, 1949
[41] ભારતના રાષ્ટ્રધ્વજનો બંધારણ સભા દ્વારા કયારે સ્વીકાર કરવામાં આવ્યો?
- 22 જુલાઈ, 1947
[42] ભારતના રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનો બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકાર કરાયો હતો?
- 24 જાન્યુઆરી, 1950
[43] બંધારણ ઘડવા માટેની મુસદ્દા (પ્રારૂપ) સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- ડૉ. બી.આર.આંબેડકર
[44] બંધારણ ઘડવા માટેની સંઘશક્તિ સમિતિ અને સંઘીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા?
- જવાહરલાલ નેહરુ
[45] બંધારણ ઘડવા માટેની પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- સરદાર વલ્લભભાઈ પટેલ
[46] બંધારણની પ્રક્રિયા નિયમ સમિતિ અને સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
[47] બંધારણ ઘડવા માટે મૂળભુત અધીકારો અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- સરદાર વલ્લભભાઇ પટેલ
[48] રાજ્યો માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- જવાહરલાલ નેહરુ
[49] ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતું?
- જે.બી.કૃપલાણી
[50] મુસદ્દા (Drafting) સમિતિની સ્થાપના ક્યારે થઇ હતી?
- 29 ઓગષ્ટ, 1947
Post a Comment